Western Times News

Gujarati News

બાયોમાઇનીંગ પ્રોજેક્ટ દ્વારા થઈ રહી છે પીરાણા ડમ્પસાઇટની કાયાપલટ

બાયોમાઈનીંગમાંથી નિકળતા આર.ડી.એફ.ને પ્રોસેસીંગ દ્વારા સીમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોફાયરીંગ તરીકે અને ઈનર્ટ મટીરીયલને ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે

૧૦૩ લાખ મેટ્રીક ટન જેટલો કચરો સાફ કરી અંદાજે ૩૫ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી-દૈનિક ધોરણે ૩૫૦૦૦ – ૪૦૦૦૦ મે.ટન લિગસી વેસ્ટ થઈ રહ્યો છે પ્રોસેસ

અમદાવાદ શહેરની પીરાણા ડમ્પ સાઈટ પર વર્ષોથી શહેરમાં દૈનીક ધોરણે ઉત્પન્ન થતાં ઘન કચરાના નિકાલના લીધે ડમ્પસાઇટ પર ધન કચરાનું પ્રમાણ આશરે કુલ ૧૨૫ લાખ મેટ્રીક ટનથી વધુ છે. પીરાણા ડમ્પ સાઇટની કુલ ૬૦ એકર જમીન ઉપર નારોલ વિશાલા હાઇવેને અડીને બે કચરાનાં મોટાં ઢગલાઓ છે. જેમનો એક નારોલ – સરખેજ હાઈવે તરફનો અજમેરી ડમ્પ અને બીજો એક્સેલ પ્રોસેસીંગ પ્લાન્ટની પાછળની બાજુ પર આવેલો હાઈડમ્પ છે. Biomining Project is undergoing transformation of Pirana Dumpsite

પીરાણા ડમ્પસાઇટની કાયાપલટ કરવાના લક્ષ્યાંક સાથે જાન્યુઆરી ૨૦૧૯ થી પિરાણા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોમાઈનીંગની શરુઆત કરવામાં આવી હતી.

હાલમાં આ પ્રોજેક્ટ અંતર્ગત પિરાણા પર ૬૦ નંગ ૩૦૦ મે. ટન ટ્રોમેલ મશીન તથા ૧૦ નંગ ૧૦૦૦ મે.ટન ઓટોમેટેડ સેગ્રીગેશન મોબાઇલ ટ્રોમેલ મશીન કાર્યરત છે. પ્રોજેક્ટ હેઠળ ચાલતી સઘન કામગીરી દ્વારા હાલમાં દૈનિક ધોરણે ૩૫૦૦૦ – ૪૦૦૦૦ મે.ટન લિગસી વેસ્ટ પ્રોસેસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ૧૦૩ લાખ મેટ્રીક ટન જેટલો કચરો સાફ કરી અંદાજે ૩૫ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. લિગસી વેસ્ટમાંથી વિભાજીત માટી અને ઈનર્ટનો શહેરનાં વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે.

અ.મ્યુ.કો. દ્વારા પિરાણા બાયોમાઈનીંગમાંથી નિકળતા આર.ડી.એફ. ના પ્રોસેસીંગ માટે ૬ એકર જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાંથી દૈનિક ધોરણે ૩૦૦૦ મે.ટન બાયોમાઈનીંગમાંથી નિકળતા આર.ડી.એફ. નું પ્રોસેસીંગ કરી સીમેન્ટ ઈન્ડસ્ટ્રીને કોફાયરીંગ તરીકે વાપરવા માટે સપ્લાય કરવામાં આવે છે.

પિરાણા બાયોમાઈનીંગમાંથી નિકળતા ઈનર્ટ મટીરીયલને ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ૧૪.૫ લાખ કરતાં વધુ મે.ટન ઈનર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાયોમાઇનીંગ પ્રોજેક્ટ દ્વારા થતાં ફાયદા

Ø પિરાણા ડમ્પ સાઈટ પર રહેલ લિગસી વેસ્ટ દૂર થવાથી ભૂર્ગભ જળનાં પ્રદૂષણને અટકાવી શકાયું તથા ડમ્પ સંપુર્ણ દૂર થયેથી અ.મ્યુ.કો.ની ૬૦ એકર જેટલી જમીન રીકવર થશે.

Ø આસપાસનાં લોકોનાં સ્વાસ્થ્યમાં સુધારો થશે અને લોકોને સારી હવા મળશે.

Ø નજીકનાં સમયમાં અમદાવાદ શહેર કચરાનાં ઢગલાથી મુક્ત થશે.

Ø સદર માટી ડમ્પ પર રહેલ ઓર્ગેનીક વેસ્ટમાંથી બનેલી હોઈ ભૂર્ગભ જળને કોઈ નુકશાન થતું નથી.

Ø નવી માટીનું ખોદાણ બચાવી નેચરલ રીસોર્સનું ભારણ ઓછુ કરી શકાયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.