મારી બાયોપિકમાં કંઈ જ વધારીને દર્શાવ્યું નથી: ગુંજન સકસેના
ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લમાં ગુંજનને કારગિલ યુદ્ધની પહેલી મહિલા પાયલટ તરીકે દર્શાવવામાં આવી
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ સતત વિવાદોમાં છે. હાલમાં જ ઇન્ડિયન એરફોર્સની ફિલ્મનાં કન્ટેન્ટને લઇને આપત્તિ જતાવી છે. અને સેન્સર બોર્ડને એક પત્ર લખ્યો છે. ઇન્ડિયન એરફોર્સ મુજબ, ફિલ્મમાં આઈએએફની છબી ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. બાયોપિકને જુઠ્ઠી કહાની કહેવામાં આવતા ગુંજન સક્સેનાએ સ્પષ્ટતા આપી છે. કારગિલ યુદ્ધમાં ગુંજન સક્સેનાની સાથે જ પાયલટ શઅરીવિદ્યા રાજન પણ સામે આવી છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
તેણે દાવો કર્યો છે કે, ફિલ્મ નિર્માતાઓ દ્વારા તથ્યોને ટિ્વસ્ટ કરીને દર્શાવવામાં આવ્યું છે, તો ગુંજન સક્સેનાની સાથે કામ કરી ચૂકેલાં રિટાયર્ડ વિંગ કમાન્ડર નમ્રતા ચંદીએ એક ઓપન લેટર લખ્યો છે જેમાં આ બાયોપિકને ‘જુઠ્ઠી કહાની’ ગણાવી છે. તેમણે ફિલ્મ નિર્માતાઓ પર જુઠ્ઠુ બોલવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘શ્રીવિદ્યા રાજન પહેલી મહિલા પાયલટ હતી જેણે કારગિલ માટે ઉડાન ભરી હતી. તે ગુંજન ન હતી.
જોકે મને વિશ્વાસ છે કે, શ્રીવિદ્યાને આ ક્રેડિટ અંગે કોઇ જ ફરિયાદ ન હતી. ‘ આપને જણાવી દઇએ કે, ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં ગુંજન સક્સેનાને કારગિલ યુદ્ધની પહેલી મહિલા પાયલટ તરીકે દર્શાવવામાં આવ્યું છે. પોતાનાં જવાબમાં ગુંજને જણાવ્યું હતું કે, ‘હું પાઠકોને અત્યંત વિશ્વાસ અને ઇમાનદારીથી કહેવા ઇચ્છુ છું કે, ભલે મારી બાયોપિકમાં ફિલ્મ નિર્માતાઓએ સિનેમેટિક લિબર્ટીનો ઉપયોગ કર્યો છે પણ તેમણે અસલી ગુંજન સક્સેનાને ચિત્રિત કરવામાં ન તો કંઇ મિસ કર્યુ છે ન તો કંઇ વધારીને દર્શાવ્યું છે.
બાયોપિકને ‘જુઠ્ઠી કહાની’ કહેવા પર ગુંજન સક્સેનાએ કહ્યું કે, જે કેટલાંક લોકો નિહિત સ્વાર્થ માટે કે પછી છુપાયેલા એજન્ડા માટે ઇન્ડિયન એરફોર્સની છબીની રક્ષાનો દાવો કરે છે તે લોકો કારગીલ યુદ્ધ બાદ ૧૯૯૯માં ઇન્ડિયન એરફોર્સ પર પણ સવાલ ઉઠાવી રહ્યાં હતાં. લૈંગિક ભેદભાવ પર ગુંજન સક્સેનાએ કહ્યું કે, ‘જ્યારે મે જોઇન કર્યું હતું ત્યારે સંગઠનાત્મક સ્તર પર કોઇ ભેદભાવ ન હતાં. પણ, વ્યક્તિગત રૂપથી, કોઇપણ બે વ્યક્તિ સમાન નથી. કારણ કે પૂર્વાગ્રહ સંગઠનાત્મક સ્તર પર નથી. તેથી વિભિન્ન મહિલા અધિકારીઓનાં અનુભવ અલગ અલગ હશે.’SSS