બિપાશા અને કરણ સિંહ દીકરીને ઘરે લઈને આવ્યા

મુંબઈ, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનું ઘર બાળકની કિલકારીથી ગૂંજી ઉઠ્યું છે. કપલ ૧૨મી નવેમ્બરે દીકરીના માતા-પિતા બન્યા, જેનું નામ તેમણે ‘દેવી’ પાડ્યું છે. થોડા દિવસ બાદ હોસ્પિટલમાં રહ્યા બાદ ડિસ્ચાર્જ કરાતા બિપાસા અને કરણ તેમની ઢીંગલીને લઈને ઘરે આવી ગયા છે.
તેઓ ત્રણેય તેમના ઘર બહાર કેમેરામાં કેદ થયા હતા. આ દરમિયાન એક્ટ્રેસે બ્લેક કલરનું પ્રિન્ટેડ ટોપ પહેર્યું હતું અને સ્થિતિને ધ્યાનમાં રાખી માસ્ક પણ ચડાવ્યું હતું, તેણે દીકરીને તેડી રાખી હતી, જેને ટોપી અને મોજા પહેરાવવામાં આવ્યા હતા. તો બીજી ન્યૂ ડેડ કરણે બ્લેક ટીશર્ટ અને ડેનિમ પહેર્યું હતું.
બંનેએ કેમેરા સામે જાેઈને સ્માઈલ આપી હતી. દીકરીને જન્મ આપ્યો એ જ દિવસે બિપાશા બાસુએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તેની અને કરણની હથેળીમાં દેવીના પગ રાખેલા હતા. આ સાથે લખ્યું હતું ‘૧૨. ૧૧. ૨૨. દેવી બાસુ સિંહ ગ્રોવર. અમારા ઘરમાં સ્વયં માતા રાનીનું આગમન થયું છે. તેથી તેનું નામ દેવી રાખવામાં આવ્યું છે, તે દિવ્ય જેવી છે’.
તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તેમજ ફેન્સે અભિનંદનનો વરસાદ કર્યો હતો. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની પહેલી મુલાકાત તેમની હોરર ડ્રામા ફિલ્મ ‘અલોન’ના (૨૦૧૫) સેટ પર થઈ હતી. એક વર્ષના ડેટિંગ બાદ કપલે ૨૦૧૬માં બંગાળી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.
ઓગસ્ટમાં કપલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાં લખ્યું હતું ‘નવો સમય, નવો તબક્કો અમારા જીવનમાં ઉમેરાયો છે, જે અમને પહેલા કરતાં વધારે સંપૂર્ણ બનાવે છે. આ જીવનની શરૂઆત અમે વ્યક્તિગત રીતે કરી અને ત્યારબાદ અમે બંને મળ્યા અને ત્યારથી અમે બે હતા.
માત્ર બે માટે ખૂબ બધો પ્રેમ હતો, જે અમને જાેવામાં અયોગ્ય લાગતું હતું…તેથી ખૂબ જલ્દી અમે જેઓ એકસમયે બે હતા અને હવે ત્રણ થઈશું. અમારા પ્રેમ દ્વારા પ્રગટ થયેલી રચના, અમારું બાળક ખૂબ જલ્દી અમારા સાથે જાેડાશે અને અમારા આનંદમાં વધારો કરશે. આપ તમામનો સ્વાર્થી પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે આભાર, જેઓ હંમેશા અમારી સાથે છે અને અમારો ભાગ બનીને રહેશે.SS1MS