બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના ત્યાં બંધાશે પારણું
મુંબઈ, મનોરંજન જગતમાં એક પછી એક સેલેબ્સ ગુડન્યૂઝ સંભળાવી રહ્યા છે. આલિયા-રણબીર અને સોનમ-આનંદ બાદ હવે વધુ એક સેલિબ્રિટી કપલના ત્યાં પારણું બંધાવાનું છે.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પેરેન્ટ્સ બનવાના છે. બિપાશા અને કરણ સિંહ ગ્રોવરે ૨૦૧૬માં અંગત પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે છ વર્ષ બાદ તેમના પરિવારમાં નાનકડા મહેમાનનું આગમન થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ટૂંક સમયમાં જ પ્રેગ્નેન્સીની ઓફિશિયલ જાહેરાત કરી શકે છે.
પિંકવિલાના અહેવાલ પ્રમાણે, કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ હાલ ખૂબ ખુશ છે. તેઓ પેરેન્ટ્સ બનવા માટે આતુર છે. જણાવી દઈએ કે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની મુલાકાત ૨૦૧૫માં ભૂષણ પટેલની હોરર ફિલ્મ અલોનના સેટ પર થઈ હતી.
પ્રેમમાં પડ્યા બાદ કપલે એપ્રિલ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. આ વર્ષે એનિવર્સરી પર બિપાશાએ કરણ સાથેનો સુંદર વિડીયો શેર કરીને લખ્યું હતું, “મારા ચહેરા અને આંખમાં સ્મિત લાવવા માટે આભાર. હું તને મળી ત્યારથી અત્યાર સુધીમાં અસંખ્યવાર તે માત્રને માત્રે વધુ તેજ થઈ છે. હું તને આજે પ્રેમ કરું છું અને હંમેશા કરતી રહીશ.”
કરણે પણ છઠ્ઠી એનિવર્સરી પર પત્ની માટે પ્રેમ વ્યક્ત કરતાં લખ્યું હતું, “મારી બનવા માટે અને મને આ દુનિયાનો સૌથી નસીબદાર, ખુશ અને પ્રેમ પામનાર વ્યક્તિ બનાવવા માટે આભાર. હું રોજ રાત્રે એ વિચારીને ઊંઘું છું કે હવે તને વધુ પ્રેમ નહીં કરી શકું પરંતુ રોજ સવારે ઉઠું ત્યારે વિચાર આવે છે કે, ગત રાત્રે મેં કેટલો મૂર્ખ જેવો વિચાર કર્યો હતો કારણકે હું તને વધુ ને વધુ પ્રેમ કરવા લાગ્યો છું. છઠ્ઠી એનિવર્સરીની શુભકામના.”
વર્કફ્રંટની વાત કરીએ તો, કરણ સિંહ ગ્રોવર છેલ્લે વેબ સીરીઝ ‘કૂબૂલ હૈ ૨.૦’માં જાેવા મળ્યો હતો. જેમાં તેની સાથે સુરભિ જ્યોતિ હતી. જ્યારે બિપાશા બાસુ ક્રાઈમ-થ્રિલર સીરીઝ ‘ડેન્જરસ’માં દેખાઈ હતી.SS1MS