પ્રેગ્નેન્સીમાં બિપાશા બાસુ કરી રહી છે સંઘર્ષનો સામનો
મુંબઈ, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. એક્ટ્રેસ હાલ છેલ્લા ટ્રાયમેસ્ટરમાં છે અને ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે. આ પહેલા તે ડોક્ટરની સલાહ પર બેડ રેસ્ટ કરી રહી છે.
જાે કે, ડિલિવરી પહેલા મોમ-ટુ-બી પાસે હાલ એટલું કામ કરી રહી છે કે તે આરામના સમયને એન્જાેય કરી શકે તેમ નથી. આ દરમિયાન પોતાને શાંત રાખવા માટે તે સોન્ગનો આશરો લઈ રહી છે. આ વાતનો ખુલાસો તેણે પોતે જ કર્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બિપાશા બાસુએ એક વીડિયો શેર કર્યો છે.
જેમાં તે બેડ પર ઉંઘી છે. આ સાથે તેણે લખ્યું છે ‘બેડરેસ્ટ મજેદાર નથી, જ્યારે બાળકના આગમન પહેલા તમારે પાસે ઘણું બધું કામ પડ્યું હોય. હું મારીજાતને માત્ર ‘જસ્ટ ચિલ…જસ્ટ ચિલ…’ કહી રહી છું’. પતિ સાથે મેટરનિટી ફોટોશૂટની તસવીર શેર કરી, બિપાશા બાસુએ ગુડન્યૂઝ આપતાં લખ્યું હતું ‘નવો સમય, નવો તબક્કો અમારા જીવનમાં ઉમેરાયો છે, જે અમને પહેલા કરતાં વધારે સંપૂર્ણ બનાવે છે.
આ જીવનની શરૂઆત અમે વ્યક્તિગત રીતે કરી અને ત્યારબાદ અમે બંને મળ્યા અને ત્યારથી અમે બે હતા. માત્ર બે માટે ખૂબ બધો પ્રેમ હતો, જે અમને જાેવામાં અયોગ્ય લાગતું હતું…તેથી ખૂબ જલ્દી અમે જેઓ એકસમયે બે હતા અને હવે ત્રણ થઈશું. અમારા પ્રેમ દ્વારા પ્રગટ થયેલી રચના, અમારું બાળક ખૂબ જલ્દી અમારા સાથે જાેડાશે અને અમારા આનંદમાં વધારો કરશે.
આપ તમામનો સ્વાર્થી પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે આભાર, જેઓ હંમેશા અમારી સાથે છે અને અમારો ભાગ બનીને રહેશે. અમારા જીવનનો ભાગ બનવા માટે અને અમારી સાથે બીજુ સુંદર જીવન સર્જન કરવા માટે આભાર, મારું બાળક. દુર્ગા દુર્ગા. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની પહેલી મુલાકાત તેમની હોરર ડ્રામા ફિલ્મ અલોનના (૨૦૧૫) સેટ પર થઈ હતી.
એક વર્ષના ડેટિંગ બાદ કપલે ૨૦૧૬માં બંગાળી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. છ વર્ષ કપલને ત્યાં પારણું બંધાવા જઈ રહ્યું છે. સપ્ટેમ્બરમાં એક્ટ્રેસનું ગ્રાન્ડ બેબી શાવર યોજાયું હતું, જેમાં માત્ર બોલિવુડ જ નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા ચહેરાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ ઈન્ટરવ્યૂમાં બિપાશાએ તેના ઘરે દીકરીનો જન્મ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
તેણે કહ્યું હતું ‘હું જાણું છું કે, બાળકએ ભગવાન તરફથી મળેલી સુંદર ભેટ છે. દીકરો આવે કે દીકરી તેનો સ્વીકાર કરવો જાેઈએ. પરંતુ મારા ગર્ભમાં રહેલા બાળકને અમે ‘શી’ કહીને સંબોધિત કરીએ છીએ. અમારું માનવું છે કે તે દીકરી જ છે. અમે ફેમિલી પ્લાનિંગનું નક્કી કર્યું ત્યારે જ દીકરીનો જન્મ થવો જાેઈએ તેમ વિચાર્યું હતું’.SS1MS