આ રાજ્યના મુખ્યમંત્રી પર કોનું હતું દબાણ? શા માટે રાજીનામું આપવું પડ્યું?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Birensingh-1024x561.jpg)
મણિપુરમાં વિધાનસભાની ૬૦ બેઠકો છે. ભાજપ પાસે 32 બેઠક, NPP પાસે 7, કોંગ્રેસ પાસે 5 અને અન્ય પાસે 16 બેઠક છે.
બિરેન સિંહે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.-મણિપુર મુખ્યમંત્રી પદેથી બિરેન સિંહનું રાજીનામું-હિંસાને કારણે બિરેન સિંહ દબાણ હેઠળ હતા
ઈમ્ફાલ, મણિપુરના મુખ્યમંત્રી પદેથી બિરેન સિંહે રાજીનામું આપ્યું છે. મે ૨૦૨૩થી મણિપુરમાં ચાલી રહેલી વંશીય હિંસા વચ્ચે, એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિરેન સિંહે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. Biren Singh resigns as Manipur Chief Minister
મણિપુરના મુખ્યમંત્રી એન. રવિવારે સાંજે બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
આ વચ્ચે ગૃહમંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઇએલર્ટ પર રહેવા કહ્યું છે. મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યમાં થયેલી સાંપ્રદાયિક હિંસા માટે લોકોની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે આ આખું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું. ૩ મે, ૨૦૨૩થી આજ સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના લોકોની માફી માંગુ છું.
ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા. ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા. મને તેનું દુઃખ છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ પરિસ્થિતિ જોઈને, મને આશા છે કે ૨૦૨૫માં રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે.
મણિપુરમાં કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (દ્ગઁઁ)એ સમર્થન પરત લઇ લીધુ હતું તેમ છતા ભાજપ પાસે બહુમત માટે પુરતુ સંખ્યાબળ હતું. પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ નેતૃત્ત્વ પરિવર્તનની માંગ કરી હતી.
જો ફ્લોર ટેસ્ટ થાત તો આ અસંતુષ્ટ ધારાસભ્યો દ્વારા પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરવાની સંભાવના હતી જેનાથી સરકારે સંકટનો સામનો કરવો પડી શકતો હતો. આ સ્થિતિથી બચવા માટે મુખ્યમંત્રીએ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્ત્વ સાથે ચર્ચા બાદ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.
રાજ્યમાં મે ૨૦૨૩ થી વંશીય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. નવેમ્બરમાં, મણિપુરના જીરીબામમાં ત્રણ મહિલાઓ અને તેમના ત્રણ બાળકોની હત્યા બાદ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. રાજ્યમાં સતત હિંસાને કારણે એન બિરેન સિંહ પર ભારે દબાણ હતું અને તેમને પદ પરથી દૂર કરવાની માંગ જોર પકડી રહી હતી. એનડીએના સાથી પક્ષ એનપીપીએ પણ મણિપુર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો અને નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી.
મણિપુરમાં મેઈતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસા ગયા વર્ષે ૩ મેના રોજ શરૂ થઈ હતી જ્યારે ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (છ્જીંસ્) એ મણિપુર હાઇકોર્ટના આદેશ સામે રેલીનું આયોજન કર્યું હતું જેમાં સરકારને મણિપુરી સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ત્યારથી, રાજ્યમાં હિંસા ચાલુ રહી છે, અને કેન્દ્ર સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અર્ધલશ્કરી દળો તૈનાત કરવા પડ્યા હતા. મણિપુરમાં વિધાનસભાની ૬૦ બેઠકો છે. ભાજપ પાસે ૩૨ બેઠક, NPP પાસે ૭, કોંગ્રેસ પાસે ૫ અને અન્ય પાસે ૧૬ બેઠક છે. NPPએ ભાજપ પાસેથી સમર્થન પરત ખેચી લીધુ હતુ.