બિરલા એસ્ટેટે પૂનામાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશ કર્યો
આ જમીન ઉપર રૂ. 2500 કરોડની આવકની ક્ષમતા સાથે 1.5 મિલિયન ચોરસફૂટથી વધુ વિકાસની સંભાવના
Pune: સેન્ચ્યુરી ટેક્સટાઇલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હેઠળ આદિત્ય બિરલા ગ્રૂપની રિયલ એસ્ટેટ કંપની બિરલા એસ્ટેટ્સ પ્રાઇવેટ લિમિટેડ પૂનામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ સંગમવાડીમાં 5.67 એકર જમીન હસ્તગત કરીને પૂનાના રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશ્યું છે. આ જમીન સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એસસીઆઇએલ) પાસેથી ખરીદાઇ છે.
આ જમીનનો હિસ્સો પૂનામાં સૌથી પ્રીમિયમ સ્થળો પૈકીના એકમાં સ્થિત છે, જેની અંદાજિત રૂ. 2,500 કરોડની આવકની સંભાવના છે.
કંપનીની યોજના એક પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસિત કરવાનો છે, જે કન્ટેમ્પરી જીવન માટે એક નવા માપદંડો સ્થાપિત કરતી વિશિષ્ટ સુવિધાઓની સાથે કાળજીપૂર્વકની લાઇફડિઝાઇન જગ્યાઓ વિકસિત કરવાનો છે.
બિરલા એસ્ટેટ્સના એમડી અને સીઇઓ કે ટી જિતેન્દ્રને કહ્યું હતું કે, “પૂનામાં અમારા પ્રવેશ સાથે બિરલા એસ્ટેટ્સ એમએમઆર (મુંબઇ મેટ્રોપોલિટન રિજન), બેંગ્લોર અને એનસીઆર (નેશનલ કેપિટલ રિજન) માર્કેટ્સમાં પોતાને સ્થાપિત કરવાના એક રસપ્રદ તબક્કામાં પ્રવેશી રહ્યું છે.
દેશમાં પૂના સૌથી મોટા રેસિડેન્શિયલ માર્કેટ્સ પૈકીનું એક છે અને ઉચ્ચ આવકની સંભાવના ધરાવતી આ જમીન શહેરના કેન્દ્રમાં આવેલી છે. અમે ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા જીવન ગુણવત્તામાં વધારો કરતી અમારા લાઇફડિઝાઇન સિદ્ધાંતને અનુરૂપ શહેરી ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.
પૂનામાં પ્રવેશ અમારી વૃદ્ધિની રણનીતિ અને દેશમાં ટોચના ડેવલપર્સ પૈકીના એક બનવાની અમારી મહાત્વાકાંક્ષા માટે મહત્વપૂર્ણ છે.”
બિરલા એસ્ટેટ્સ સેન્ચ્યુરી ટેક્સટાઇલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (સીટીઆઇએલ)નું પ્રમુખ ગ્રોથ એન્જિન છે અને હાલ દેશના મહત્વપૂર્ણ માર્કેટ્સમાં ઘણાં પ્રોજેક્ટ છે. તેમાં મુંબઇના સૌથી પ્રીમિયમ લોકેશન વરલીમાં ફ્લેગશીપ પ્રોજેક્ટ બિરલા નિયારા સામેલ છે. બિરલા નિયારા એમએમઆરમાં સૌથી વધુ વેચાણ ધરાવતા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે અને તેણે લોંચથી અત્યાર સુધી એક વર્ષમાં રૂ. 2300 કરોડથી વધુના વેચાણ સાથે જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યો છે.7