Western Times News

Gujarati News

USAમાં જન્મદિનની ઉજવણી કરવા માટે જઈ રહેલા ભારતીય પરિવારને અકસ્માત નડ્યોઃ માતા અને પુત્રીનું મોત

USAમાં રોડ એક્સિડન્ટમાં ભારતીય માતા અને પુત્રીનું મોત

કોનાકાંચીની, અમેરિકામાં એક મહિલા અને તેની પુત્રીના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે. આ મહિલા મૂળ આંધ્ર પ્રદેશની છે અને અમેરિકાના પોર્ટલેન્ડમાં એક રોડ એક્સિડન્ટમાં તેનું મોત થયું છે. આ મહિલા પોતાના પરિવાર સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરવા માટે જઈ રહ્યો હતો. ત્યારે ઓરેગોનમાં હબાર્ડ તરફના હાઈવે ૨૧૧ પર વુડબર્ન વિસ્તાર પાસે તેમની કાર અન્ય એક વાહન સાથે ટકરાઈ હતી. Birthday turns tragic: Andhra Pradesh woman, daughter (5) die in US road accident

આ અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ વર્ષીય બાળકી હનિકાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની ૩૨ વર્ષીય માતા કામથમ ગીતાંજલિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. ગીતાંજલિને એરલિફ્‌ટ કરીને પોર્ટલેન્ડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મંગળવારે તેનું નિધન થયું હતું.

ગીતાંજલિ આંધ્ર પ્રદેશના NTR જિલ્લાના કોનાકાંચીની વતની છે. (Gitanjali hails from Konakanchi in NTR district of Andhra Pradesh.) તેમના પતિ નરેશ અને પુત્ર બ્રામન પણ તે જ કારમાં હતા જેનો અકસ્માત થયો હતો. જોકે, તેમની વધારે ગંભીર ઈજા થઈ ન હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ સાજા થઈ રહ્યા છે. હાલમાં તેઓ ખતરાની બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગીતાંજલિના જન્મ દિવસની ઉજવણી કરવા માટે પરિવાર ટ્યુલિપ ફેસ્ટિવલ જઈ રહ્યો હતો.

જ્યાં રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્‌યો હતો. કાર અન્ય વાહન સાથે ટકરાવવાના કારણે ગીતાંજલિને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક એરલિફ્‌ટ કરીને પોર્ટલેન્ડની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર શરૂ થાય તે પહેલા જ તે કોમામાં સરી પડી હતી. ગીતાંજલિ આઈસીયુમાં લાઈફ સપોર્ટ પર હતા ત્યારે જ કાર્ડિયાક એરેસ્ટના કારણે તેમનું નિધન થયું હતું.

કાર અકસ્માતમાં ગીતાંજલિના પુત્ર બ્રામનનો પગ તૂટી ગયો હતો અને તેના પર સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તે સાજો થઈ રહ્યો છે, ગીતાંજલિના પતિ નરેશની પાંસળીઓ તૂટી ગઈ હતી અને ખભામાં ફ્રેક્ચર થયું છે. હાલમાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગીતાંજલિનો પરિવાર હાલના સમયમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો.

કારણ કે થોડા મહિના પહેલા ગીતાંજલિએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. નરેશ પરિવાર માટે એકમાત્ર કમાનાર હોવાથી તેઓ ગીતાંજલિ અને હનિકાના અંતિમ સંસ્કારના ખર્ચનું સંચાલન કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમના પાર્થિવ દેહને ભારત લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.