Western Times News

Gujarati News

ભારતીય મેડલ વિજેતાઓ માટે લાખો રૂપિયાની ક્રિપ્ટોકરન્સી SIPની જાહેરાત

બિટબીએનએસએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતીય મેડલ વિજેતાઓ માટે લાખો રૂપિયાની ક્રિપ્ટોકરન્સી SIPની જાહેરાત કરી

આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર અનુક્રમે મીરાબાઈ ચાનુ અને પીવી સિંધુને બિરદાવશે

મુંબઈ,  ઓલિમ્પિક ચેમ્પિયન્સની સફળતાને બિરદાવવા દેશના અગ્રણી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બિટબીએનએસએ ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીયવિજેતાઓ માટે બિટકોઇન એસઆઇપી એવોર્ડની જાહેરાત કરી હતી. Bitbns announces Cryptocurrency SIPs’ worth lakhs for Indian Medalists at Tokyo Olympics 2020. To honor Mirabai Chanu, P.V. Sindhu, Lovlina Borgohain, and Men’s Hockey team for bringing home Silver and Bronze medals

કંપનીનો ઉદ્દેશ ભારતીય ઓલિમ્પિક મેડલવિજેતાઓને બિરદાવવાનો છે, જેમાં વિજેતાઓ એક્સચેન્જ પર લાખો રૂપિયાના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી એસઆઇપી ખોલાવી શકશે. એસઆઇપીની શરૂઆત ગોલ્ડ મેડલિસ્ટ માટે રૂ. 2 લાખથી, સિલ્વર મેડલિસ્ટ માટે રૂ. 1 લાખથી અને બ્રોન્ડ મેડલિસ્ટ માટે રૂ. 50,000થી થશે.

કંપની આની શરૂઆત 49 કિલોગ્રામની કેટેગરીમાં વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલવિજેતા મીરાબાઈ ચાનુ અને બેડમિન્ટનમાં ચીનની બિંગ જિઆઓને હરાવ્યા પછી બ્રોન્ઝ મેડલ જીતનાર તથા બીજો વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પીવી સિંધુને બિરદાવીને કરશે.

આ પ્રસંગે બિટબીએનએસના સીઇઓ ગૌરવ દહાકેએ કહ્યું હતું કે, “જ્યારે ભારત સૌથી મોટા આંતરરાષ્ટ્રીય રમતોત્સવની 100 વર્ષની સફરની ઉજવણી કરે છે, ત્યારે બિટબીએનએસને એની સાથે જોડાવાનો અને ભારતીય ઓલિમ્પિક ચેમ્પિયન્સને બિરદાવવા નાનું પ્રદાન કરવાનો ગર્વ છે.

ભારતીય રમતવીરોએ ઓલિમ્પિક્સમાં મેડલ્સ જીતીને તેમનું સ્વપ્ન પૂર્ણ કરવાની સાથે અબજ ભારતીયોનાં સ્વપ્નને સાકાર કર્યું છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની શાન વધારી છે. હું મીરાબાઈ ચાનુ અને પીવી સિંધુને ભારત માટે મેડલ જીતવા બદલ અભિનંદન આપું છું.”

તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લાં દાયકામાં બિટકોઇન્સ અને ઇથેરિયમ સૌથી ઊંચું વળતર આપનારી એસેટ છે તથા અમારો ઉદ્દેશ આ લાભદાયક સફરમાં આપણા વિજેતાઓને સામેલ કરવાનો છે. આપણા ઓલિમ્પિયન્સ ખંત, સાહસ અને દ્રઢતાનું પ્રતીક છે તથા તેમણે દેશને અમૂલ્ય ભેટ ધરી છે. આ અમારી રીતે તેમનું સન્માન કરવાનો નાનો પ્રયાસ છે.”

બિટબીએનએસ ભારતીય મેડલવિજેતાઓના એકાઉન્ટમાં લાખો રૂપિયાના મૂલ્યની ક્રિપ્ટો એસઆઇપી ક્રેડિટ કરીને બિરદાવશે. આ રકમ તેમના એકાઉન્ટમાં ઓટો-ક્રેડિટ થશે, જેને રમતવીરો કેવાયસી પૂર્ણ કરીને મેળવી શકે છે. એસઆઇપી 3થી 5 વર્ષના ગાળા માટે બનશે, જેથી તેને ડિજિટલ એસેટમાં સાતત્યપૂર્ણ રોકાણ કરવાની તક મળશે અને પ્લેટફોર્મ પર તેમના માટે લાંબા ગાળે આવકનો નિશ્ચિત સ્તોત્ર ઊભો થશે.

બિટબીએનએસ સરળ અને સુરક્ષિત પ્લેટફોર્મ બિટડ્રોપ્લેટ એસપીપી (સિસ્ટમેટિક પર્ચેઝ પ્લાન) ઓફર કરશે, જે વ્યક્તિને એસઆઇપી મારફતે ક્રિપ્ટોકરન્સીઓમાં રોકાણ કરવાની છૂટ આપશે. વ્યક્તિ રોજિંદા, સાપ્તાહિક કે માસિક ધોરણે નિયમિત હપ્તામાં બિટકોઇન અને ઇથેરિયમની ટોચની ક્રિપ્ટોકરન્સીઓમાં રોકાણ કરી શકે છે. એટલે પ્લેટફોર્મ જોખમ ઘટાડવા નિયમિત સમયાંતરે ઓછા વોલ્યુમમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવાની સાથે બજારનો ટાઇમિંગ પણ સાચવશે.

એસઆઇપી પ્લેટફોર્મનો લાભ લેવા વ્યક્તિએ બિટકોઇન કે ઇથેરિયમમાં નિયમિત સમયાંતરે (દરરોજ, અઠવાડિયે કે મહિને) રોકાણ કરવા માટેની રકમ સેટ કરવી પડશે. વ્યક્તિ યુપીઆઈનો ઉપયોગ કરીને વોલેટમાં ભારતીય રૂપિયામાં ડિપોઝિટ કરી શકે છે. ત્યારબાદ નાણાનું રોકાણ ઇચ્છિત સમયાંતરે ક્રિપ્ટોકરન્સીમાં ઓટોમેટિક થઈ જશે.

એકવાર વોલેટ ખાલી થઈ જાય પછી વ્યક્તિ રોકાણ જાળવી રાખવા વધારે નાણા ડિપોઝિટ કરી શકે છે. વળી પ્લેટફોર્મ દ્વારા વ્યક્તિ ક્રિપ્ટોકરન્સીનું વેચાણ કરી શકે છે અને રોકડ રકમ મેળવીને વોલેટમાંથી બેંક ખાતામાં રીડિમ કરી શકે છે.

દરરોજ રૂ. 100 જેટલી રકમનું બિટકોઇનમાં રોકાણ કરવાની તક આપતી બિટડ્રોપ્લેટ લોકો માટે ક્રિપ્ટો બજારની ઉચિત સમજણ મેળવવા અને રોકાણનો લાભ લેવાની પ્રક્રિયા સરળ બનાવે છે તેમજ સાથે સાથે તેઓ જોખમને સંતુલિત રાખવાનું પણ શીખે છે.

એસઆઇપી ફોર્મેટ રોકાણને રીતે માળખાબદ્ધ કરે છે, જેથી જોખમ સપ્રમાણ વહેંચાઈ જાય છે, જેથી ચડઉતરમાં અસરકારક રીતે રોકાણને જાળવી શકાય. આ રીતે પ્લેટફોર્મ લોકોને પરંપરાગત સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)ની જેમ પદ્ધતિસરના લાંબા ગાળાના રોકાણના માળખા દ્વારા શ્રેષ્ઠ વળતર આપતી એસેટ પૈકીની એકમાં રોકાણમાંથી લાભ લેવાની તક આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.