BJPના કોર્પોરેટરે દોઢ લાખ લઈ ગેમઝોનનું ડિમોલેશન અટકાવ્યું હતું?
(એજન્સી)રાજકોટ, રાજકોટ ગેમઝોન અગ્નિકાડમાં ભાજપના કોર્પોરેટરને લઈને એક મોટો ખુલાસો થયો છે. ભાજપના કોર્પોરેટરે ગેમઝોનના સંચાલક પાસેથી ૧.૫૦ લાખ લઈને ટીપી શાખાના અધિકારીઓ પર રાજકીય દબાણ લાવી ડિમોલિશન અટકાવ્યું. આરોપી યુવરાજસિંહ સોલંકીએ સીટ સમક્ષ કબૂલાત કરી છે. જો કે સીટના અધિકારીઓ આ મુદ્દે સત્તાવાર કંઈ પણ કહેવા તૈયાર નથી.
ગેમ ઝોનમાં સીટના અધિકારીઓ દ્વારા કેમ ઝોનના સંચાલકોની સઘન પૂછપરછ કરવામાં આવી છે. અધિકારીઓની પૂછપરછમાં ચોકાવનારી હકીકત સામે આવી છે. ગેમ ઝોનનાં સંચાલક યુવરાજસિંહ સોલંકી સીટના અધિકારીઓને હકીકત જણાવી છે. ભાજપના એક કોર્પોરેટરનાં કહેવાથી ગેમ ઝોનનું ડિમોલેશન અટકી ગયું હતું.
ભાજપના કોર્પોરેટરે દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાની પણ વાત સામે આવી છે. જોકે સીટના અધિકારીઓ આ મુદ્દે સત્તાવાર કંઈ પણ કહેવા તૈયાર નથી. કોર્પોરેટરને ગોડફાધરનાં આશીર્વાદ હોવાથી કોઈ કાર્યવાહી નહીં થાય. જો ગોડફાધરનાં આશીર્વાદ ન મળ્યા હોત તો કોર્પોરેટરની સીટના અધિકારીઓ પૂછપરછ કરી હોત. કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી વાતો વચ્ચે અનેક જવાબદારો છૂટી જાય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.
નોંધનીય છે કે ગઈકાલે જ ગેમઝોનના કન્સલ્ટન્ટે સીટ સમક્ષ મોટો ધડાકો કર્યો હતો. ફાયર એનઓસીની અરજી વખતે ફાયર સેફટીના ક્યાં ક્યાં સાધનો વસાવવા પડે તેનું ચેક લિસ્ટ આપ્યું હતું. પરંતુ ગેમઝોનના માલીકોએ ‘આ તો બહુ મોંઘુ પડે’ કહી ફાયર સેફટીના સાધનો વસાવ્યા ન હોતા. સંચાલકોએ પૈસા વધુ ખર્ચવાનું ટાળી ફાયર સેફટીના સાધનો લેવાનું ટાળ્યું હતું અને આમ ભયંકરગુનાહિત બેદરકારી સીટ તપાસમાં ઓન પેપર સાબિત થઈ ચૂકી છે.
A special bench had been constituted by Chief Justice Sunita Agarwal comprising Justices Biren Vaishnav and Devani M Desai to hear the suo moto cognizance of Gujarat High Court and PIL filed by Advocate Amit Panchal regarding the Rajkot fire case.