BJP નેતા સ્વામી ચિન્મયાનંદને બળાત્કાર કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે આપ્યા જામીન
નવી દિલ્હી, બળાત્કાર કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદને અલાહાબાદ હાઈકોર્ટે જામીન આપી દીધા છે. અલાહાબાદ હાઈકોર્ટે સોમવારે જામીન અરજી પર સુનાવણી કરતા ચિન્મયાનંદને જામીન આપવાનો નિર્ણય કર્યો. હાઈકોર્ટે 16 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચિન્મયાનંદ પર તેમની જ કૉલેજ સ્વામી શુકદેવાનંદ વિધિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનિએ યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે એસઆઈટી તપાસ કરી રહી છે. અગાઉ શાહજહાંપુરમાં એલએલએમ વિદ્યાર્થિનિ સાથે યૌન શોષણના આરોપમાં કેટલાક મહિનાઓથી જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદની અલાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.