Western Times News

Gujarati News

ભાજપ ઉમેદવારોની જાહેરાત કરીને ચોંકાવી શકે છે

પ્રતિકાત્મક

અમદાવાદ, આમ આદમી પાર્ટી દ્વારા ૧૮૨ ઉમેદવારોના નામની જાહેરાત લગભગ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે, કોંગ્રેસે પણ શરુઆત કરી દીધી છે, પરંતુ ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે.

આ વખતે વિજય રૂપાણી બાદ ભૂપેન્દ્ર પટેલને જે જવાબદારી સોંપવામાં આવી તે દરમિયાન નો-રિપીટ થિયરીના આધારે નવા ચહેરા પસંદ કરાયા હતા, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત દરમિયાન ભાજપ સૌ કોઈને અચંબામાં મૂકે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે સૂત્રોનું કહેવું છે કે ૨૦ નામો એવા હોઈ શકે છે કે જે સામે આવતા ભલભલાને આશ્ચર્ય થશે. પાર્ટી સાથે જાેડાયેલા નેતાઓને પણ તે વિચારતા કરી શકે છે. સૂત્રો જણાવે છે કે, હવે યુવાનોને આગળ કરીને કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવી રહી છે.

માનવામાં આવે છે કે યુવાનોના કારણે પાર્ટીને વધુ તાકાત મળી શકે છે. આ માટે શહેરી વિસ્તારમાં ક્યાં જ્યાં સંપૂર્ણ બહુમતિ મળે છે ત્યાં યુવાનોને ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવશે. સૂત્રો કહે છે કે અમદાવાની ૧૨ બેઠકો પર મોટા ઉલટફેર કરાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મુદ્દે એવું પણ માનવામાં આવે છે કે, “સંભાવના એવી છે કે સિનિયર ગણાતા ધારાસભ્યનું પત્તું પણ કમાઈ શકે છે. બેઠકો અને ટિકિટની ચર્ચાઓ વચ્ચે અગાઉ ગૃહમંત્રી અમિત શાહ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા ત્યારે હિમાચલ પ્રદેશ જતા પહેલા તેમણે તેમની સાથે નામાંકન અંગે ચર્ચા કરી હતી. સૂત્રો જણાવે છે કે, સ્ક્રિનિંગ કમિટી મળી ત્યારે દરેક બેઠક પર ત્રણ નામ નક્કી કરવામાં આવ્યા છે.

જાેકે, પાર્ટીના નેતાઓ જણાવે છે કે તેમાંથી કોઈ નામ અંતિમ નામ તરીકે પસંદ કરવામાં આવ્યા નથી. આમાં જે ૨૦ બેઠકોની ચર્ચા છે તે ચોંકાવનારા સાબિત થઈ શકે છે. પાર્ટીના કેન્દ્રીય વર્તુળ દ્વારા આ નામોને નક્કી કરવામાં આવશે.

ભાજપ પાછલા ૨૭ વર્ષથી ગુજરાતમાં સત્તા પર છે, એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો ના કરવો પડે તે માટે ૬૦% બેઠકો પર નવા નામોની જાહેરાત થઈ શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠકોનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્યની ત્રણ બેઠકોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવી શકે છે અથવા તો નવા ચહેરા પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

વર્ષ ૨૦૧૭માં ભાજપે મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને રિપીટ કર્યા હતા, પરંતુ આ વખતે કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિકોને તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે નવા ર્નિણય લેવામાં આવ્યા છે પરંતુ તેના પર અંતિમ મહોર પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ લેવાશે. નામો પર અંતિમ મોહર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા મારવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.