ભૂતકાળમાં મહિને 100 કમાતા આ ભાજપના ઉમેદવાર આજે સૌથી અમીર
ભાજપના જયંતિ પટેલ સૌથી અમીર ઉમેદવાર -શરૂઆતમાં જયંતિ પટેલની આર્થિક સ્થિતિ ખાસ ન હતી.
ગાંધીનગર, આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણસાના ભાજપના ઉમેદવાર જયંતિ પટેલની ભારે ચર્ચા છે. તેનું કારણ એ છે કે તે સૌથી અમીર છે. જાે કે તે ખેડૂત પરિવારમાંથી આવે છે, પરંતુ તેમને ઘરેણાંનો ખૂબ શોખ છે. જયંતિ પટેલ અને તેમની પત્ની આનંદીબેન પટેલ પાસે લગભગ બે કરોડના દાગીના છે.
તેમનો સમગ્ર પરિવાર વ્યવસાયમાં જાેડાયેલો છે. ૬૪ વર્ષીય જયંતિ પટેલ મૂળ માણસાના અજાેલ ગામની રહેવાસી છે. જયંતિ પટેલના પિતા સોમા પટેલ ખેડૂત હતા અને ગામમાં ખેતી કરીને રહેતા હતા. શરૂઆતમાં જયંતિ પટેલની આર્થિક સ્થિતિ ખાસ ન હતી. એક સમય એવો હતો કે જ્યારે તેને રોજની મજૂરી કરીને મહિને રૂ.૧૦૦ કમાવા પડતા હતા.
ભાજપના જયંતિ પટેલની સામે કોંગ્રેસના બાબુસિંહ ઠાકોર ચુંટણીમાં ટકરાશે. જયંતિ પટેલની પત્નીનું નામ આનંદીબેન પટેલ છે. તેમને બે બાળકો પૈકી પુત્ર પંકજ અને પુત્રી પ્રિયંકા છે. જયંતિ પટેલ પોતાનો બધો સમય રાજકારણમાં ફાળવે છે જ્યારે તેમનો પુત્ર અને પુત્રી બિઝનેસ સંભાળે છે. હાલમા પટેલ તેમના પરિવાર સાથે ગાંધીનગર જિલ્લાના નભોઈ ખાતે રહે છે.
ભારતીય જનતા પાર્ટીના સભ્ય જયંતિ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવાર છે. ૨૦૧૨ અને ૨૦૧૭ની ચૂંટણીમાં સબમિટ કરાયેલા સોગંદનામાના વિશ્લેષણના આધારે તે રાજ્યના અત્યાર સુધીના સૌથી ધનિક ઉમેદવાર છે. ૨૦૨૨ની ચૂંટણીમાં તેઓ સૌથી અમીર ઉમેદવાર છે.
ચૂંટણી પંચને સોંપવામાં આવેલા સોગંદનામામાં તેમણે ૬૬૧.૨૯ કરોડની સંપત્તિ નોંધી છે. પોતાનો પ્રતિભાવ આપતાં જયંતિ પટેલે કહ્યું કે મને ખબર ન હતી કે હું સૌથી ધનિક ઉમેદવાર છું. જયંતિ પટેલ ત્રણ દાયકાથી રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જાેડાયેલા છે. તેઓ કહે છે કે મેં અને મારા પુત્રએ અમારો વ્યવસાય ઊભો કરવા માટે સખત મહેનત બે કરોડના કરી છે અને આજે અમે અમારા વ્યવસાયની સફળતાથી ખૂબ જ ખુશ છીએ.
જયંતિના પિતા સોમા પટેલ માણસા તાલુકાના તેમના મૂળ ગામ આજાેલમાં ખેડૂત હતા. હાલમાં પટેલ પરિવાર ગાંધી જિલ્લાના નભોઈમાં રહે છે. તેમણે કહ્યું કે તેઓ જનસંઘના સમયથી ભાજપ સાથે જાેડાયેલા છે.
જયંતિ પટેલની અધિકૃત સંપત્તિના ઘોષણા મુજબ તેમની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. ૪૪.૨૨ લાખ છે જ્યારે તેમની પત્ની આનંદીની આવક રૂ. ૬૨.૭ લાખ છે. પટેલની પોતાની જ્વેલરીની કિંમત ૯૨.૪ લાખ રૂપિયા છે જ્યારે તેમની પત્નીની જ્વેલરીની કિંમત ૧.૨ કરોડ રૂપિયા છે.
એટલું જ નહીં, તેમના પરિવારની જંગમ સંપત્તિ ૧૪૭.૦૪ કરોડ રૂપિયા છે જ્યારે સ્થાવર સંપત્તિ ૫૧૪ કરોડ રૂપિયા છે. જયંતિ પટેલ કુલ સંપત્તિ રૂ. ૬૬૧.૨૮ કરોડ પ્રોપટીના માલિક છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૧ ડિસેમ્બરે ૮૯ બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ૫ ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે ૮ ડિસેમ્બરે મતગણતરી થશે.
• પ્રથમ તબક્કાના ૨૭ ટકા ઉમેદવાર કરોડપતિ, જુઓ સૌથી વધુ મિલકત કોની પાસે
• રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ ૧૭૫ કરોડની મિલકત
• કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે ૧૬૨ કરોડની મિલકત
• જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની ૧૩૦ કરોડની મિલકત
• દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે ૧૧૫ કરોડની કુલ મિલકત
• જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ ૯૭ કરોડ મિલકત
• પારડીના ભાજપ ઉમેદવાર કનુ દેસાઈ પાસે ૧૦ કરોડથી વધુની મિલકત