BJPના ઉમેદવારને ફંડ ન મળ્યું તો બાપ દાદાની જમીન વેચી લોકો માટે તળાવ બનાવી દીધું
ભાજપના ઉમેદવાર રાકેશ સેને ગંગાજળ લઈને અધૂરા બનેલા સૂર્ય કુંડ તળાવને બનાવવાની કસમ ખાધી.
ભિલાઈ, છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈના બૈકુંઠ ધામનું સૂર્યકુંડ તળાવ આ વખતે છઠ પૂજા માટે તૈયાર થઈ ગયું છે. હવે બૈકુંઠધામ તળાવ ન ફક્ત છઠ પૂજા, તીજ સહિતના બીજા તહેવારોમાં પણ કામમાં આવશે.
આ બધું એટલા માટે શક્ય બન્યું કેમ કે ચૂંટણીના સમયે વૈશાલી નગરથી ભાજપના ઉમેદવાર રાકેશ સેને ગંગાજળ લઈને કસમ ખાધી હતી કે જો ધારાસભ્ય બની જશો તો તળાવ બનાવી આપશે અને તેનું સૌંદર્યીકરણ કરશે,
જેથી છઠ પૂજા માટે કોઈને તકલીફ ન પડે. આખી ઘટના એવી છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વૈશાલીનગરથી કોર્પોરેટર રાકેશ સેનને ઉમેદવાર બનાવ્યા હતા. આ દરમ્યાન બૈકુંઠ ધામમાં એક ચૂંટણી સભા દરમ્યાન ગોરખપુરથી સાંસદ તથા ભોજપુરી અભિનેતા રવિ કિશનની સભામાં નિગમના પૂર્વ સભાપતિ રાજેન્દ્ર અરોરાએ સૂર્ય કુંડ તળાવને વિકસિત અને સારું બનાવવાનું જીવનમાં એક મોટું સપનું જોયું હોવાની વાત કરી હતી,
અને કેટલાય વર્ષોથી તે પેન્ડિંગ કામ છે, જે ખૂબ જ જરૂરી છે. પછી તો શું થાય ભાજપના ઉમેદવાર રાકેશ સેને ગંગાજળ લઈને અધૂરા બનેલા સૂર્ય કુંડ તળાવને બનાવવાની કસમ ખાધી. ત્યાર બાદ ચૂંટણી પૂરી થઈ અને ડિસેમ્બર ૨૦૨૩માં રાકેશ સેન ચૂંટણી જીતીને વૈશાલી નગરથી ભાજપના ધારાસભ્ય બની ગયા. તેમણે તાત્કાલિક નિગમ તથા જિલ્લા પ્રશાસનના અધિકારીઓને સૂર્ય કુંડ બનાવવાની પહેલ કરી તો લાગ્યું કે તળાવ બનાવવા માટે પ્રશાસન તરફથી કોઈ ફંડ મળ્યું નથી.
તમામ ટેÂક્નકલી તકલીફો આ પ્રકારના સંકલ્પોમાં આવતી હોય છે. ત્યારે ધારાસભ્ય રાકેશ સેને ગંગાજળની કસમનો હવાલો આપતા પોતાના ગામની ૯૦ લાખની બાપ-દાદાની જમીન વેચી દીધી. ત્યાર બાદ લોકોએ સહયોગ કર્યો અને બૈકુંઠ ધામનો સૂર્યકુંડ તળાવ બનીને તૈયાર થઈ ગયું.