ભાજપ- કોંગ્રેસે ર૦૧રથી ર૦ર૦ સુધીની ચુંટણીનો હિસાબ આપ્યો નથી
સામાજીક કાર્યકરે કરેલી RTIના જવાબમાં થયેલ ચોંકાવનારા ખુલાસા
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં નિષ્પક્ષ ચુંટણી થાય તેમજ મતદારોને રીઝવવા માટે નાણાંનો બેફામ દુરપયોગ ન થાય તે માટે ચુંટણીપંચ દ્વારા લોકસભા, વિધાનસભા, મહાનગર પાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાય, જિલ્લા પંચાયત સહિતની ચુંટણીઓ માટે ખર્ચ મર્યાદા નકકી કરવામાં આવી છે
તેમજ ચુંટણીપૂર્ણ થયા બાદ નિર્ધારિત સમયમાં ચુંટણી ખર્ચનો હિસાબ આપવાનો હોય છે પરંતુ મોટાભાગના રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા હિસાબ આપવામાં આવતા નથી તેમજ ચુંટણી આયોગ દ્વારા જયારે ખર્ચની વિગત માંગવામાં આવે છે ત્યારે વિવિધ પ્રકારના કારણો આપવામાં આવે છે.
રાજયમાં ર૦૧રથી ર૦ર૦ દરમિયાન થયેલ ચુંટણીના ખર્ચ ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓ દ્વારા આપવામાં આવ્યા નથી તેવી ચોંકાવનારી વિગતો એક આરટીઆઈ દ્વારા જાહેર થઈ છે.
સામાજીક કાર્યકર અને આરટીઆઈ એકટિવીસ્ટ સંતોષસિંહ રાઠોડ દ્વારા વિવિધ રાજકીય પક્ષોના ચુંટણી ખર્ચ અંગે માહિતી માંગવામાં આવી હતી જેના જવાબમાં મળેલ માહિતી મુજબ રાજ્ય ચૂંટણી આયોગ માં પોતાના પક્ષ નું રજીસ્ટ્રેશન કરતી વખતે આ તમામ નિયમોનું પાલન કરવા પોતે એફિડેવીટ દ્વારા જણાવ્યું હોવા છતાં.
( ૧ ) વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૦ સુધી ભારતીય જનતા પાર્ટી ,કોંગ્રેસ ,સમાજવાદી પાર્ટી ,એનસીપી, સહિત કુલ ૩૨ પાર્ટીઓએ રાજ્ય ચૂંટણી આયોગ નિયમ મુજબ પોતાના પક્ષના ઓડીટ થયેલા વાર્ષિક હિસાબો, આવકવેરાના રીટર્ન ની નકલ રાજ્ય ચૂંટણી આયોગ ને જમા નથી કર્યા.
( ૨ ) ભાજપ તથા કોંગ્રેસ દ્વારા પોતાના વાર્ષિક આવક જાવકના ઓડિટ થયેલા હિસાબો રાજ્ય ચૂંટણી આયોગ ને જમા કરાવવા બાબત સ્પષ્ટ ના પાડતો પત્ર લખવામાં આવ્યો.
( ૩) ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ૨૦૧૫-૧૬ ના પક્ષના અને ઉમેદવારો માટે કરવામાં આવેલા ચૂંટણી પ્રચાર ખર્ચના હિસાબો એક પણ પક્ષ દ્વારા જમા નથી કરાવ્યા.
( ૪ ) ૨૦૨૧ મા યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને ૫૭૦ દિવસ વિતવા છતાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાંચ વખત નોટિસ અપાઇ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સહિત કુલ ૨૦ પક્ષોએ રાજ્ય ચૂંટણી આયોગ ને ચૂંટણીના પક્ષના પ્રચાર નો હિસાબ નથી આપ્યો.
રાજ્ય ચૂંટણી આયોગમાં પક્ષનું રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમામ રાજકીય પક્ષોએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેઓ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી વખતે આપવામાં આવતી સૂચનાઓ અને નિર્દેશોનો અમલ કરશે. પરંતુ શરૂઆતના વર્ષોથી જ રાજકીય પક્ષોએ પક્ષના ઓડિટ થયેલા હિસાબો અને આવકવેરાના રિટર્ન ની નકલ રાજ્ય ચૂંટણી આયોગમાં ને જમા ન કરાવી નિયમ ભંગ ની શરૂઆત કરી દીધી હતી.
છેક પાંચ વર્ષ બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ તમામ રાજકીય પક્ષોને વાર્ષિક હિસાબો રજૂ કરવા નોટિસ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ભાજપ તથા કોંગ્રેસ દ્વારા પોતાના વાર્ષિક આવક જાવકના ઓડિટ થયેલા હિસાબો રાજ્ય ચૂંટણી આયોગ ને જમા કરાવવા બાબત સ્પષ્ટ ના પાડતો પત્ર લખવામાં આવ્યો.
ગુજરાત રાજ્યમાં ૨૦૧૫ -૧૬ માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ખર્ચના હિસાબો પણ એક પણ રાજકીય પક્ષ રાજ્ય ચૂંટણી આયોગ ને જમા કરાવ્યા નથી..
જુદી જુદી આરટીઆઇમાં મળેલી માહિતી થી અમને સ્પષ્ટ થયું કે રાજ્ય ચૂંટણી આયોગ એ તો માત્ર રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન કરીને પોતાની જવાબદારી પૂરી કર્યાનો સ્વીકારી લીધું છે. આ રાજકીય પક્ષો પાસેથી આવક – ખર્ચના સાચા હિસાબો તથા ઓડિટ કરેલા વાર્ષિક હિસાબો અને ચૂંટણીમાં કરેલા પક્ષના પ્રચારનો ખર્ચ મેળવવા પરિણામલક્ષી કોઈ પગલા લીધા નથી.
અને નાણાકીય પારદર્શિતા સંબંધી પણ ઘણા બધા નિયમો નો અભાવ હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વર્ષ ૨૦૧૬માં વાર્ષીક ઓડીટ કરેલ હિસાબો ની માહિતી આપવા સ્પષ્ટ ના પાડતાં પત્રો લખાયા હોવા છતાં વર્ષ ૨૦૧૯ માં અમારી આરટીઆઇમાં પૂછેલા સવાલના જવાબમાં તેમણે માહિતી આપી કે,”
આ બંને પક્ષ દ્વારા અપાયેલા જવાબો ની અમે ચકાસણી કરી રહ્યા છીએ.”૨૦૨૧ માં સમગ્ર રાજ્યમાં સાત મહાનગર પાલિકા, ૮૩ નગરપાલિકા, ૩૧ જીલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી સૌથી વધુ સીટ જીતનાર ભાજપને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાંચ વખત નોટિસ અપાઇ હોવા છતાં તેમણે પોતાના ચૂંટણી પ્રચાર નો હિસાબ નથી આપ્યો. રાજ્ય ચૂંટણી આયોગ માં નવા નોંધાયેલા છૈંસ્ૈંસ્ પક્ષનો ચૂંટણીપ્રચાર ખર્ચનો હિસાબ જમા કરાવવાનો બાકી હોવા છતાં રાજ્ય ચૂંટણી આયોગ એક પણ નોટિસ નથી મોકલી.!!!!!
આમ રાજ્ય ચૂંટણી આયોગ માં વર્ષ ૨૦૧૨ થી નોંધાયેલા રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, દ્ગઝ્રઁ, સમાજવાદી પાર્ટી , બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, વગેરે હાલ સુધી એક પણ વખત વાર્ષિક ઓડિટ થયેલ હિસાબો અને આવકવેરાના રીટર્ન ની નકલ , પક્ષના ચૂંટણીપ્રચાર ખર્ચનો હિસાબ જમા કરાવવામાં આવ્યો નથી તેમ સંતોષસિંહ રાઠોડે જણાવ્યું હતું.