BJPના મોટા ભાગના કોર્પોરેટરો 100 ટકા બજેટ ખર્ચ કરવામાં નિષ્ફળ

ગોતા વોર્ડમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોટાભાગના બજેટ વણવપરાયેલા પડયા રહયા છે.
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે તમામ કાઉÂન્સલરોને તેમના વોર્ડમાં પ્રજાકીય કામો કરવા ખાસ બજેટ ફાળવવામાં આવે છે.
ર૦ર૧-રર માં કાઉÂન્સલર દીઠ બજેટ મર્યાદા રૂ.૩૦ લાખ જે ર૦ર૪-રપમાં ૪૦ લાખ કરવામાં આવી હતી પરંતુ મોટાભાગના કોર્પોરેટરો તેમના ૧૦૦ટકા બજેટ વાપરવામાં નિષ્ફળ રહયા છે. જેના કારણે પ્રજાકીય કામો સમયસર થયા નથી અને બજેટ રદ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેટરોને દર વર્ષે મળતા બજેટનો યોગ્ય ખર્ચ થતો નથી તમામ કોર્પોરેટરોને બજેટની રકમ ઉપરાંત ૧૦ ટકા લેખે વધારાની રકમ ફાળવવામાં આવે છે પરંતુ દુઃખદ બાબત એ છે કે આ રકમ જનસુવિધા માટે ખર્ચ કરવામાં આવતી નથી.
શહેરના મેયર પણ સમતોલ અને સર્વાંગી વિકાસ થાય તે રીતે બજેટ ફાળવવામાં નિષ્ફળ રહયા છે ત્યારે તેમની પાર્ટીના અનેક કોર્પોરેટરો પણ તેમને જ અનુસરી રહયા હોય તેમ લાગી રહયું છે.
ખાસ કરીને ગોતા વોર્ડમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોટાભાગના બજેટ વણવપરાયેલા પડયા રહયા છે. મ્યુનિ. કોર્પોરેટરો દ્વારા બજેટનો પુરતો ખર્ચ ન થવા માટે ભાજપની નો રીપીટ થિયરી પણ કેટલાક અંશે જવાબદાર માનવામાં આવે છે.
જેનું મુખ્ય કારણ એ છે કે નવાસવા કોર્પોરેટરોને બજેટ કેવી રીતે લખવું અને ક્યાં ખર્ચ કરવો તે સમજ પડતી નથી અને ઉચ્ચકક્ષાએથી તેમને આ બાબતે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવી રહયું નથી.
જયારે કેટલાક કિસ્સામાં કેટલાક લોકો જાણે પક્ષ પર ઉપકાર કરતા હોય તે રીતે ચુંટણી લડીને સંપૂર્ણ નિષ્ક્રિય બની જાય છે જેના કારણે પણ પ્રજાકિય કામો માટે બજેટ ખર્ચ થતા નથી. વિરાટનગરના રણજીત વાંક અને ઘાટલોડિયાના મનોજ પટેલ આનું ઉત્તમ ઉદાહરણ છે.
નાણાંકિય વર્ષ-ર૦ર૪-રપમાં મોટાભાગના કોર્પોરેટરોએ લગભગ ૧૦૦ ટકા બજેટ ખર્ચ કર્યું છે જેનું મુખ્ય કારણ છેલ્લા બે મહિનાથી ભારતીય જનતા પાર્ટીએ પરકોલેટીંગ વેલ માટે શરૂ કરેલી ઝુંબેશ પણ માનવામાં આવે છે.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતા મ્યુનિ. વોર્ડમાં પરકોલેટીંગ વેલ માટે મોટાભાગના કોર્પોરેટરોએ બજેટ ફાળવ્યા છે જેના કારણે પણ તેમના બજેટ રદ કરવાની નોબત આવી નથી.