ભાજપે ૨૦ જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને સોંપી મોટી જવાબદારી
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કવાયત તેજ કરી છે; ૨૦ જિલ્લામાં રાષ્ટ્રીય હોદેદારો, સાંસદો, અન્ય રાજ્યોના મંત્રીઓને જવાબદારી સોંપાઈ
ગાંધીનગર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રાજનીતિમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણી જીત માટે તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કમર કસી રહ્યાં છે.
ત્રણેય પક્ષો ચૂંટણીલક્ષી કવાયત તેજ કરી લીધી છે. કોંગ્રેસ અને ભાજપ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે તો આમ આદમી પાર્ટીઓ કેટલાક ઉમેદવારોના નામની યાદી પણ જાહેર કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કવાયત જાેરશોરથી શરૂ કરી દીધી છે. જેમાં કેટલાક રાષ્ટ્રીય નેતાઓ જવાબદારી પણ સોંપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીની ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે ત્યારે ભાજપે ફરી વાર ચૂંટણીમાં વિજય મેળવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે. જેમાં ૨૦ જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને આપી જવાબદારી સોંપવામાં આવી છે.
જે માટે ભાજપે રાષ્ટ્રીય હોદેદારો, સાંસદો, અન્ય રાજ્યોના મંત્રીઓને જવાબદારી સોંપી છે. જે અનુસંધાને શહેરી વિસ્તારો સિવાય તમામ જિલ્લાઓમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે તમામ નેતાઓ જે તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે અને ચૂંટણી જીતના સમીકરણો રચશે.
ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનાવવા ભાજપે રણનીતિના માર્ગ મોકળો કરતો હોય તેવું જણાી રહ્યું છે ભાજપે સેન્સ પ્રક્રિયા બાદ ચૂંટણી જીત માટે તેમણે ૨૦ જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી સોંપાઈ છે. જેમાં મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠાની જવાબદારી સોંપાઈ છે.
વિનોદ તાવડેને વડોદરાની જવાબદારી, સી ટી રવીને આણંદની જવાબદારી સોંપાઈ છે. તરુણ ચૂગને જામનગર જિલ્લો સોંપાયો તો સ્વતંત્રદેવ સિંહને કચ્છ જિલ્લાની જવાબદારી અપાઈ છે. ઈંદર પરમારને ખેડા જિલ્લો, અરવિંદ ભદોરીયાને ભરૂચ જિલ્લો સોંપાયો છે. નિતીન નવીનને સુરત જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જે તમામ નેતાઓ જે તે જિલ્લામાં ચૂંટણી સુધી હાજર રહેશે.