Western Times News

Gujarati News

ઝારખંડના આદિવાસી ક્ષેત્રની ર૮માંથી ર૭ બેઠકો હેમંત સોરેને જીતી બતાવી: BJP ફાવી ન શકી

હેમંત સોરેનનો મોટો આધાર તેમનો આદિવાસી વોટબેન્ક બની રહ્યો જેમાં BJP ફાવી ન શકી. – રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને મમતા બેનર્જીને શપથમાં જાતે આમંત્રણ આપ્યું

હેમંત સોરેન માટે જે રીતે ઝારખંડમાં ભ્રષ્ટાચારી અને પરિવારવાદીના લેબલ લાગ્યા અને ચૂંટણીમાં તેના વિરૂદ્ધ પ્રચાર કર્યો તે પણ બૂમરેંગ સાબિત થયો અને હેમંત સોરેન વિજેતા બન્યા છે.

મહારાષ્ટ્રની ચૂંટણીના વિજયના ઝાકમઝાળમાં હરિયાણામાં જે રીતે ઝારખંડ મુક્તિ મોરચા અને તેના વડા તેમજ મુખ્યમંત્રી હેમંત સોરેને જે રીતે વિજય મેળવ્યો તેનો અવાજ દબાઈ ગયો છે પરંતુ તે એટલું જ મહત્વ ધરાવે છે જેટલુ મહારાષ્ટ્રમાં ભાજપને વિજય મળ્યો છે.

અને ખાસ કરીને એમ કહી શકાય તે હેમંત સોરેનનો વન-મેન-શો આખા ભાજપ અને તેના તમામ સાથીપક્ષો પર ભારે પડ્યો છે. ખાસ કરીને ચૂંટણી પહેલાં જ હેમંત સોરેનની ધરપકડ થઈ અને મતદાનના દિવસે પણ ઈડી અને સીબીઆઈ ઝારખંડમાં સક્રિય રહી તેમ છતાં પણ મતદારોમાં જે હેમંત સોરેનની છબી હતી તેને જરા પણ આંચ આવી નહિં તે દર્શાવે છે કે ઈડી સીબીઆઈના આધારે ચૂંટણી લડવાના દિવસો પુરા થઈ ગયા.

જોકે એ પણ નોંધવું જોઈએ કે હજુ બે અઢી વર્ષ પહેલાં જ ઈડી સીબીઆઈએ અને મહારાષ્ટ્રની પોલીસે જેમને મહાકૌભાંડી ગણાવ્યા હતા અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્રના ભાજપના વરિષ્ઠ નેતા અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તો જેના માટે જેલમાં ‘ચકકી પીસીંગ’જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

તે અજીત પવાર અને છગન ભૂજબળ સહિતના નેતાઓમાં અચાનક જ ભાજપને સ્વચ્છતા દેખાઈ ગઈ અને અઢી વર્ષ તેની સાથે શાસન કર્યું અને હજુ પણ શાસન કરવા જઈ રહ્યા છે અને તેથી જ હેમંત સોરેન માટે જે રીતે ઝારખંડમાં ભ્રષ્ટાચારી અને પરિવારવાદીના લેબલ લાગ્યા અને ચૂંટણીમાં તેના વિરૂદ્ધ પ્રચાર કર્યો તે પણ બૂમરેંગ સાબિત થયો અને હેમંત સોરેન વિજેતા બન્યા છે.

જુન માસમાં જ જયારે હેમંત સોરેન જેલમાંથી પાછા ફર્યા ત્યારે તેનો લૂક જ બદલાઈ ગયો ન હતો પરંતુ તેમની પુરી લીડરશીપ સ્ટાઈલ પણ બદલાઈ ગઈ હોય તેવુ લાગતુ હતું. ખાસ કરીને તેણે ઝારખંડની રચનામાં મહત્વની ભૂમિકા ભજવનાર તેનાં પિતા શિબુ સોરેન જેવો જ લુક અપનાવ્યો અને સૌથી મહત્વનું કામ પોતાની ગુમાવેલી ગાદી પરત મેળવી. તે સમયે ભાજપે સોરેન પરિવારમાં ભાગલાની તક ઝડપી ચંપઈ સોરેન કે જે ઝારખંડ મુક્તિ મોરચામાં ચંપઈ ચાચા તરીકે ઓળખાતા હતા તેને ભાજપમાં લીધા એટલુ જ નહિ સોરેનનુ અડધુ ફેમિલી ભાજપમાં આવી ગયું.

પરિવાર વાદનો વિરોધ કરનાર ભાજપે રાજયનાં પૂર્વ મુખ્યમંત્રીઓના પÂત્નઓને પણ મેદાનમાં ઉતાર્યા આમ ઝારખંડમાં જો ભાજપની યાદીં જુઓ તો પ૦ ટકા ઉમેદવારો કોઈને કોઈ નેતાના નજીકના સંબંધીઓ હતા અને તેમ છતાં ભાજપ ઝારખંડમાં જઈને પરિવાર વાદનો વિરોધ કર્યો. ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો પણ તેમના જ ઉમેદવાર તરીકે ગીતા કોડા હતા.

જે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને લાંબો સમય જેલમાં વિતાવનાર મધુ કોડાના પત્નિ કે જે ભ્રષ્ટાચારથી ભેગી કરેલી અબજોની સંપત્તિમાં આળોટતા હતા. તેને માટે ખુદ વડાપ્રધાને પ્રચાર કર્યો. વાસ્તવમાં ઝારખંડ માટે ભાજપની કોઈ મહારાષ્ટ્ર જેવી વ્યુહરચના હતી જ નહિ જે મતદારોને આકર્ષિ શકે. ઉલટાનું એ ઘુસપેઠીયાઓને કાઢીશુ અને હેમંત સોરેન સરકારે બાંગ્લાદેશીઓને પણ રાજયમાં ઘુસાડી દીધા છે તેવુ કહીને તે મુદ્દો આસામના મુખ્યમંત્રી મારફત ચગાવ્યો

જેઓ બાંગ્લાદેશીઓ સામે પોતાને સૌથી મોટા સાબિત કરવા જઈ રહ્યા છે. પરંતુ અહીં પણ ભાજપનું ડબલ સ્ટાર્ન્ડડ ખુલ્લુ થઈ ગયુ અને રોહીગ્યા શરણાર્થીઓ કે જે મોદી શાસનમાં જ મ્યાનમારમાંથી ઘુસીને દેશભરમાં ફેલાઈ ગયા છે તેનો કદી ઉલ્લેખ ન કર્યો.

જોકે હેમંત સોરેનનો મોટો આધાર તેની આદિવાસી વોટબેન્ક બની રહ્યો જેમાં ભાજપ જરાપણ સેંધ લગાવી ન શકી. આદીવાસી ક્ષેત્રની ર૮માંથી ર૭ બેઠકો તેના પક્ષે જીતી. જે અત્યાર સુધીનો કોઈપણ રાજકીય પક્ષનો રેકોર્ડ છે અને ઈન્ડીયા એલાયન્સની પ૬ બેઠકોમાં સોરેનની ભૂમિકા સૌથી મહત્વની હતી. આમ હેમંત સોરેને પોતાની આદિવાસી નેતા તરીકેની છબી વધુ મજબુત કરી છે.

ભાજપના કેન્દ્ર અને રાજયના નેતાઓ જયારે ઘુસણખોરો અંગે કાગારોળ મચાવતા હતા ત્યારે હેમંત સોરેને આદિવાસીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને ચૂંટણીમાં સરના રીલીઝીયસ સ્કોડને મુદ્દો બનાવ્યો. જે આદિવાસીઓને અલગ ઓળખ આપતા હતા. ભાજપ જે રીતે સમાન નાગરિક ધારો અમલમાં મુકવામાં માંગે છે તેમાં પણ આદિવાસીઓને બાકાત રાખી રહ્યું છે

અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો આ કોડ અંગે કેન્દ્ર વિચારશે તેવી ખાતરી આપી પણ હેમંત સોરેને તેનો અમલ કરવા માટે તૈયારી કરી લીધી. ભૂતકાળમાં ભાજપે જ આ સરના કોડનો વિરોધ કર્યો હતો આમ ભાજપને તેની પોતાની નીતિ નડી ગઈ. ભાજપ આદિવાસી નેતાઓને રાજયમાં ઉતારીને ચૂંટણી જીતવા માંગતું હતું પરંતુ સોરેન ખુદ સૌથી મોટા આદિવાસી નેતા સાબિત થયા છે. (એજન્સી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.