ચોર્યાસીના ધારાસભ્યના અંગત ફોટા વાયરલ કરનાર ભાજપના નેતાની ધરપકડ

સુરત, સુરત જિલ્લા ભાજપના તત્કાલીન પ્રમુખ અને હાલ ચોર્યાસી મતવિસ્તારના ધારાસભ્ય સંદીપ દેસાઈના અંગત ફોટા વાયરલ કરવાના પ્રકરણમાં ફરાર ભાજપના નેતા હિતેન્દ્ર વાસીયાની જિલ્લા એલસીબી એ અટકાયત કરી છે, અગાઉ પોલીસે ડમી સિમ કાર્ડ ઉપયોગ કરી ષડયંત્ર રચનાર ત્રણની ધરપકડ કરી હતી. હિતેન્દ્ર વાંસિયા ઘણા સમયથી ફરાર હતા.
ગત ર૩ ઓગસ્ટ ર૦રરના રોજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ Âસ્વમિંગ પૂલમાં મહિલા સાથે ન્હાતા હોય એવા ફોટા નીચે લખાણ સાથે સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા આ અંગે ભારે વિવાદ થયો હતો. સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે જ આ ફોટા વાઈરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. સંદીપ દેસાઈએ બારડોલી પોલીસ મથકમાં અરજી આપી હતી.
અરજીના આધરે બારડોલી પોલીસે તપાસ કરતા જે નંબરથી ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા તે નંબર અંગે વિગતવાર તપાસ કરતા એવું જણાયું હતું કે આ મોબાઈલ નંબર અન્ય કોઈ ગ્રાહક સાથે છેતરપિંડીથી એકિટવ કરી ગુનેગારને આપ્યો હતો.