Western Times News

Gujarati News

જાહેર કાર્યક્રમમાં રાજકીય પક્ષોમાં વકરેલા જ્ઞાતિવાદને ઉઘાડો પાડી દીધો આ BJPના નેતાએ

(એજન્સી)ગાંધીનગર,  રવીવારે ખેડા જીલ્લામાં પ્રજાપતી સમાજના કાર્યક્રમમાં તેમણે કહયું કે, અમે કે કોઈપણ રાજકીય પક્ષ ગમે તેટલું કહે છે. કે અમે જાતીમાં નથી માનતા પણ ટીકીટ આપવાની થાય ત્યારે જે તે વિસ્તારમાં મતદારોની જ્ઞાતિસાર વસતીના આંકડા જોયા વગર રહેતા નથી.

આ નરી વાસ્તવીકતા છે.ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ એક જાહેર કાર્યક્રમમાં રાજકીય પક્ષોમાં મુળ સુધી પ્રસરેલા અને વકરેલા જ્ઞાતિવાદને ઉઘાડો પાડી દીધો.

તેમણે કહયું કે, અત્યારના સમાજ જીવનમાં અને રાજકારણમાં બદલાવ આવ્યો છે. અગાઉ કોઈપણ નાની જ્ઞાતીની વ્યકિત રાજનીતીમાં સર્વોચ્ચ પદે જઈ શકતી તેવો જમાનો હતો.

કોગ્રેસના નેતાઓના ઉદાહરણ આપતા તેમણે કહયું કે, ગુજરાતમાં મોરારજી દેસાઈ, ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી બન્યા. આ અંગેનું કારણ આપતા તેમણે સમજાવ્યું કે, આમ એટલા માટે થતું હતું કે, ત્યારે જ્ઞાતિઓના જનમાનસમાં તીવ્રતાઓ ન હતી. ભલે ગામમાં કોઈ જ્ઞાતીનું એક જ ખોરડું હોય તો પણ તે ઘરમાંથી ગામનો સરપંચ બનતો.

તે વખતે એવી વિચારધારા હતી કે વ્યકિત ગમે તે જ્ઞાતીની હોય પણ સમાજનું કે ગામનું ભલુ કરે તેવી વ્યકિત હોવી જોઈએ. તેમણે ઉપદેશાત્મક રીતે કહયું કે, જીતનો જયારે આધાર આવે ત્યારે ખરેખર તો નાના સમાજના લોકોને જીતાડવા જોઈએ. પ્રજાએ નિર્ણય કરવો જોઈએ. પાર્ટીઓએ નહી.

સર્વેમાં પણ વિશ્લેષણ થાય. હજુ ભાજપના છ જીલ્લા-મહાનગર પ્રમુખની જાહેરાત બાકી છે. ત્યાં પણ યોગ્ય વ્યકિતને તક મળશે. ઝડફીયાએ કહયું કે, હવે ખરેખર તો લોકોએ જ આગળ આવીને યોગ્ય વ્યકિત ભલે તે ઓછું સંખ્યાબળ ધરાવતા સમાજમાંથી આવતી હોય તો પણ જીતે તે રીતે મત આપવા જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.