લોકસભાની ચુંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને ૨૯૮ સીટ મળી રહી છેઃ સર્વે
નવીદિલ્હી, લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપ એકવાર ફરીથી કાર્યકરોમાં જીત માટે જાેશ ભરી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ પણ ગ્રાઉન્ડ સ્તર પર કામ કરી રહી છે. આ બધા વચ્ચે એક તાજાે સર્વે સામે આવ્યો છે જેનાથી ખબર પડે છે કે ભાજપને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સિવાય અન્ય પક્ષો તરફથી પણ ટક્કર મળી શકે છે. આંકડા સાક્ષી પૂરે છે.
એક તાજાે સર્વે કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે અને સી વોટરના આ તાજા સર્વેમાં તમામ પાર્ટીઓના વોટશેર પર નજર ફેરવીએ તો ભાજપની સરખામણીએ કોંગ્રેસ ઘણી પાછળ છે પરંતુ અન્ય પક્ષોને જાેઈએ તો તે ભાજપની બરાબર પહોંચે છે. સર્વેમાં કુલ મતોના ૨૨ ટકા કોંગ્રેસને મળતા દેખાડવામાં આવ્યા છે. જ્યારે ૩૯-૩૯ ટકા મત ભાજપ અને અન્યના ખાતામાં જઈ રહ્યા છે.
જાે કે ગત સામાન્ય ચૂંટણીની સરખામણીમાં ભાજપની ટકાવારી વધી છે. પરંતુ વોટ શેરમાં ઉતાર ચઢાવ કઈ રીતે ફાયદો કે નુકસાન પહોંચાડી શકે છે તે ભાજપ કરતા વધુ સારું કોણ સમજી શકે છે. ૨૦૧૪માં ભાજપના વોટશેરમાં વધારાએ પાર્ટીને એક ઝટકે સત્તામાં પહોંચાડી દીધી હતી. જ્યારે ૨૦૦૯માં ૨૦૦ કરતા વધુ સીટ મેળવનારી કોંગ્રેસ તળીયે પહોંચી ગઈ હતી. ૨૦૧૪માં કોંગ્રેસને માત્ર ૪૪ બેઠક મળી હતી.
આ બધા વચ્ચે ભાજપ માટે એક રાહતની વાત એ જરૂર હોઈ શકે કે અન્ય પક્ષોના વોટશેરમાં ગત ૧.૫ વર્ષથી ઘટાડો જાેવા મળી રહ્યો છે. દોઢ વર્ષ વચ્ચે થયેલા ત્રણ સર્વેમાં અન્ય પક્ષોનો આંકડો ૪૩ ટકાથી ઘટીને ૩૯ ટકા પર પહોંચી ગયો છે.
આ બધા વચ્ચે ભાજપનો વોટ શેર ૨ ટકા વધીને ૩૭થી ૩૯ ટકા પર પહોંચી ગયો છે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે ૨૦૧૯માં પણ અન્ય પક્ષોને ૪૩ ટકા મત મળ્યા હતા. જેમાં વધારો જાેવા મળ્યો હતો અને ઓગસ્ટ ૨૦૨૧ના સર્વેમાં આ ૪૬ ટકા પર પહોંચી ગયો હતો.
જાે કે હવે ટેન્શન કોંગ્રેસ પણ આપે છે જેના વોટ શેરમાં ત્રણ સર્વે દરમિયાન ૨ ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી ૨૦૨૨માં કોંગ્રેસનો વોટ શેર ૨૦ ટકા હતો. જે ઓગસ્ટ ૨૦૨૨માં ૨૧ અને જાન્યુઆરી ૨૦૨૩માં ૨૨ ટકા પહોંચી ગયો હતો.
૨૦૦૯થી ૨૦૧૯ દરમિયાન ત્રણ લોકસભા ચૂંટણી પર નજર ફેરવીએ તો ભાજપ માટે સારી વાત એ છે કે તેના વોટ શેરમાં સતત વધારો થયો છે. ૨૦૦૯માં ભાજપને ૧૮.૮ ટકા મત મળ્યા હતા. ત્યારબાદ ૨૦૧૪મં મોદી લહેરમાં પાર્ટીને ૩૧.૩૪ ટકા મત મળ્યા. જ્યારે મોદી સહેર ૨.૦માં ભાજપને ૩૭.૭૬ ટકા મત મળ્યા. આ ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસને ૨૦૦૯માં ૨૮.૫૫ ટકા મત મળ્યા હતા. જ્યારે ૨૦૧૪ અને ૨૦૧૯માં ક્રમશ ૧૯.૫૨ અને ૧૯.૭૦ ટકા મત મળ્યા હતા.
સર્વેમાં સવાલ પૂછાયો કે જાે હાલ ચૂંટણી થાય તો કોની સરકાર બનશે તો લોકોએ એનડીએના પક્ષમાં બહુમત આપ્યો. ભાજપના નેતૃત્વવાળા એનડીએને ૨૯૮ સીટ મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને ફાયદો થતો જાેવા મળી રહ્યો છે. યુપીએને ૧૫૩ બેઠકો મળતી જાેવા મળે છે.HS1MS