Western Times News

Gujarati News

ભાજપનું મિશન “સાઉથ”: તેલગાંણા- તમિલનાડુ સહિત દક્ષિણમાં કેસરિયો લહેરાવવા ભાજપ સજ્જ

File Photo

‘લુક સાઉથ’ના નારાને બુલંદ કરવા માટે ભા.જ.પ.ની કેસરિયા બ્રિગેડે તનતોડ મહેનત શરૂ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા તથા રાજનાથસિંહ જેવા દિગ્ગજાે મેદાનમાં ઃ ર૦ર૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પછી દક્ષિણમાં દબદબો જમાવવા ભા.જ.પ. સક્રિય

આગામી ર૦ર૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તર ભારત પછી દક્ષિણ ભારતમાં કેસરિયો લહેરાવવા સજ્જ થઈ ગઈ છે અને તેના માટે “મિશન સાઉથ” અંતર્ગત તેની રાજકીય ગતિવિધિઓ તેજ કરી દીધી છે ભાજપ તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહયું છે.

લુક સાઉથ ના નારા સાથે દક્ષિણ ભારત પર રાજકીય દબદબો પ્રસ્થાપિત કરવા માટે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ, ભા.જ.પ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અત્યારથી જ મોરચો સંભાળી લીધો છે.

આમ તો બીજા શબ્દોમાં કહીએ તો ભા.જ.પે તેની રાષ્ટ્રીય કારોબારી માટે હૈદરાબાદ પર પસંદગી ઉતારીને મોરચો ખોલી દીધો છે ત્યાર પછી સતત બે દિવસ સુધી તલગાંણામાં શક્તિ પ્રદર્શન કરીને વિપક્ષોને પડકાર ફેંકયો છે. એક તરફ ભા.જ.પ. મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહયુ છે

તો દક્ષિણના રાજયોમાં પગપેસારો કરવા માટે તેની તાકાત લગાવી દીધી છે. ર૦૧૪ પછી ભા.જ.પ પૂર્વાત્તરમાં તેનું ધ્યાન કેન્દ્રિત કરશે તેમ ર૦૧૪માં અમિત શાહે જણાવ્યું હતું જયારે ર૦૧૯માં તેમણે જણાવ્યું હતું કે દેશના ૧૮ રાજયોમાં ભા.જ.પ.નું પૂર્ણ વિસ્તરણ થઈ ગયુ છે તેથી દક્ષિણ તરફ વળવાનો આ યોગ્ય સમય છે

વળી ભા.જ.પ.નો બીજાે નારો છે “કોંગ્રેસ મુક્ત ભારત” આ નારાને લઈને ભા.જ.પ સાઉથમાં આગળ વધવા માંગે છે. માત્ર કોંગ્રેસ જ નહી સાઉથમાં તમામ વિપક્ષો સામે ભા.જ.પ મોરચો ખોલી રહયુ છે ૧૮ વર્ષ પહેલા હૈદરાબાદમાં ભા.જ.પ ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક થઈ હતી

ત્યારે અટલબિહારી વાજપાઈના યુગમાં પૂરા જાેશથી ચૂંટણીમાં ઉતરવા માટે ભા.જ.પે એલાન કર્યુ હતુ તેના ૧૦ વર્ષ પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ સરકારને સત્તાથી બહાર કરી શકયુ હતું હવે ભા.જ.પે મોદીના નેતૃત્વ હેઠળ દેશના જુદા જુદા રાજયોમાં કેસરિયો લહેરાવ્યા પછી સાઉથ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ભાજપનું પ્રથમ ફોક્સ તેલગાંણા તથા તમિલનાડુ પર રહેશે તેવુ જણાઈ રહયુ છે ભા.જ.પ. તેના કાર્યકરો- આગેવાોનની ફોજ ઉતારશે તો તેના મોટા માથાઓ મેદાનમાં આવશે. બીજી તરફ ભા.જ.પ.ને તેની ભગિની સંસ્થાઓની પણ રાજકીય રીતે મદદ મળશે.

‘લુક સાઉથ’ના નારાને બુલંદ કરવા માટે ભા.જ.પ.ની કેસરિયા બ્રિગેડે તનતોડ મહેનત શરૂ કરી હોવાનું કહેવાય છે. સમગ્ર ટીમનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ, જે.પી. નડ્ડા તથા રાજનાથસિંહ જેવા દિગ્ગજ નેતાઓ કરવાના છે ત્યારે સ્વાભાવિક છે કે સાઉથ ને લઈને ભા.જ.પે તેની ચોક્કસ “બ્લ્યુપ્રિન્ટ” તૈયાર કરી હશે? ભા.જ.પ. ચોકકસ યોજનાને આધારે આગળ વધશે તેવુ માનવામાં આવી રહયુ છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો નવો નારો હવે ‘લુક સાઉથ’ છે અને તેમાં પણ ‘પહેલાં તેલંગાણા, ત્યારબાદ તામિલનાડુ’ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ભાજપના મિશન સાઉથ’ને ધ્યાનમાં રાખીને જ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જાેડીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારી માટે હૈદરાબાદ પર પસંદગી ઉતારી અને તેલંગાણામાં સતત બે દિવસ સુધી ‘શક્તિ પ્રદર્શન’ પણ કર્યું. એક તરફ ભાજપ મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યો છે અને બીજી તરફ તેનું સમગ્ર ધ્યાન દક્ષિણ ભારતમાં કેસરિયો લહેરાવવા પર કેન્દ્રિત છે.

રાજકીય દૃષ્ટિએ જાેઈએ તો વર્ષ ર૦૧૪ બાદ ભાજપ રાજસ્થાન, છતીસગઢ, દિલ્હી, પંજાબ અને દક્ષિણ ભારતનાં રાજયની વિધાનસભા ચૂંટણી છોડીને અન્ય રાજયમાં જીત મેળવી રહ્યો છે, પરંત ભાજપ હજુ સુધી દક્ષિણ ભારતના રાજયમાં પોતાનો જનાધાર વધારીને ખાસ કમાલ કરી શક્યો નથી.

છેલ્લા કેટલાંક વર્ષોથી કર્ણાટક એવું રાજય રહ્યું છે, જયાં ભાજપે જીત મેળવવાની શરૂ કરી છે અને હાલ ત્યાં ભાજપની જ સરકાર છે. કેન્દ્ર શાસિત પુડ્ડુચેરીમાં પણ ભાજપ સરકારમાં સામેલ છે. તમામ પ્રયત્ન કરવા છતાં પણ કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુ આજે પણ ભાજપ માટે માથાનો દુખાવો બનેલા છે.

સવાલ એ થાય છે કે આખરે ભાજપ દક્ષિણ ભારત પર આટલો ભાર કેમ મૂકે છે અને આટલું જાેર કેમ લગાવી રહ્યો છે? વર્ષ ર૦૧૪માં અમિત શાહે કહ્યું હતું કે તેઓ પૂર્વોત્તર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. વર્ષ ર૦૧૯માં તેમણે જણાવ્યું હતું કે દેશના ૧૮ રાજયમાં ભાજપનું પૂર્ણ વિસ્તરણ થઈ ચુક્યું છે એટલે દક્ષિણ તરફ વળવાનો આ યોગ્ય સમય છે.

૧૮ વર્ષ પહેલાં પણ હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક થઈ હતી અને ત્યારે અટલબિહારી વાજપેયીનો યુગ હતો. અહીંથી જ ભાજપે પૂરા જાેશ સાથે લોકસભા ચૂંટણીઓમાં ઉતરવાનું એલાન કર્યું હતું. જાેકે એ સમયે ભાજપનું બહુ ગાજેલું ‘ઈન્ડિયા શાઈનિંગ’ અભિયાન પણ લોકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું હતું અને એનડીએ સત્તાની બહાર થઈ ગયું હતું તેના ૧૦ વર્ષ બાદ આખરે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારને સત્તાથી બહાર કરી શકયો હતો.

ભાજપ ઉત્તર ભારત બાદ હવે દક્ષિણ ભારતમાં પણ છવાઈ જવા આતુર છે, પરંતુ કર્ણાટકને બાદ કરતા અન્ય કોઈ રાજયમાં તેને સફળતા મળી નથી રહી. દક્ષિણ ભારતના પાંચ રાજય આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા, કેરળ અને કર્ણાટક ૧ર૯ સાંસદને ચૂંટીને લોકસભામાં મોકલે છે.

ર૦ર૪ની લોકસભા ચૂંટણીમાં આ પાંચ રાજય સરકાર રચવામાં મોટી ભૂમિકા નિભાવશે એ નકકી છે. ભાજપ આ માટે જ દક્ષિણ ભારતમાં રાજય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. દેશભરનાં ૭૩ હજાર બૂથ એવાં છે, જયાં ભાજપનું પ્રદર્શન ઘણું નબળું છે. આ સ્થળોએ ભાજપને મજબૂત કરવા ઉપરાંત જનાધાર વધારવા માટે ભાજપના ટોચના નેતાઓ ચોક્કસ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે.

ભાજપનું મેઈન ફોકસ તેલંગાણા પર જ છે. વડા પ્રધાન મોદી અને ભાજપના નેતાઓ આક્રમક બનીને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની સરકાર અને મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ પર પરિવારવાદ અને અંધવિશ્વાસના મુદ્દે આકરો હુમલો કરી રહ્યા છે. તેલંગાણામાં ભાજપ એકસાથે પોતાના બે પ્રતિદ્વંદ્ધી કેસીઆરની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમને પછાડવા ઈચ્છે છે.

આગામી વર્ષે કર્ણાટકમાં પણ ચૂંટણી થવાની છે, કેળ અને તામિલનાડુની વિધાનસભા ચૂંટણી જાેકે ર૦ર૬માં યોજાવાની છે, પરંતુ દક્ષિણ ભારત માટે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે અત્યારથી જ મોરચો સંભાળી લીધો છે. ઉત્તર ભારતમાં જે રાજકીય નેરેટિવ ભાજપને હંમેશા ફળે છે તે દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ અને તામિલનાડુમાં બિલકુલ અસરકારક નથી તે સાબિત થઈ ગયું છે.

આ બંને રાજયમાં ભાજપ સામે વિચારધારા સાથે જાેડાયેલા અનેક પડકારો છે. તેલંગાણામાં ભાજપને પુરી આશા છે કે આ વખતે કોઈ કમાલ જરૂર થશે. વર્ષ ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૧૭માંથી ચાર બેઠક જીતીને ભાજપે બધાને ચોંકાવી દીધા હતા,

કેમ કે એનાથી એક વર્ષ પહેલાં જ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફકત એક સીટ મળી હતી. આ વખતે ટીઆરએસ સત્તાવિરોધી લહેરનો સામનો કરી રહી છે અને ભાજપ કોઈ પણ ભોગે આ મોકો છોડવા તૈયાર નથી. આ માટે જ ભાજપનું ‘મિશન સાઉથ’ મહત્વનું બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.