‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ મામલે ભાજપ- વિપક્ષ સામસામે
રાષ્ટ્રપતિ ભવનમાં ૯ સપ્ટેમ્બરે જી-૨૦ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરાતા વિવાદ સર્જાયો
નવી દિલ્હી, જી-૨૦ની બેઠક તા.૯ અને ૧૦મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાવાની છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ બેઠકમાં ડિનરમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યાં છે. આ કાર્ડમાં ધ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવતાં વિરોધ પક્ષોનાં બનેલા ઈન્ડિયા નામનાં જૂથે વિરોધ દર્શાવ્યો છે જેના પગલે વિવાદ શરૂ થયો છે.
ઈન્ડિયા કે ભારત નામ પર શરૂ થયેલા વિવાદમાં સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે. વિપક્ષોએ બેંગ્લુરુમાં યોજાયેલી બેઠકમાં તેઓના ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખ્યું હતું. અને ત્યારબાદ જી-૨૦ની બેઠકમાં ભોજન માટેના આમંત્રણ કાર્ડમાં ભારતના નામનો ઉપયોગ થતાં જ વિવાદ શરૂ થયો છે. આજે દિવસભર બંને પક્ષનાં નેતાઓ આક્ષેપબાજી કરતાં જાેવા મળ્યા હતા.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, તેમને દરેક બાબતોથી સમસ્યા છે અને મને નથી. હું એક ‘ભારતીય’ છું, મારા દેશનું નામ ‘ભારત’ હતું અને હંમેશા ‘ભારત’ જ રહેશે. જાે કોંગ્રેસને આનાથી કોઈ સમસ્યા હોય તો તેમણે જાતે જ તેનો ઉકેલ શોધવો જાેઈએ.
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું, ભારત બોલવામાં કે લખવામાં સમસ્યા કેમ છે? શા માટે શરમ અનુભવો છો? આપણા રાષ્ટ્રને પ્રાચીન સમયથી ભારત કહેવામાં આવે છે અને આપણા બંધારણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ કોઈપણ કારણ વગર ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઈન્ડિયા નામને લઇને વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિપક્ષની ૨૮ પાર્ટીઓએ મળીને એક ગઠબંધન કર્યું. ગઠબંધનની પહેલી બેઠક ૧૮ જુલાઈના રોજ બેંગલુરુમાં થઈ હતી. જેમાં આ ગઠબંધનનું નામ ઈન્ડિયા(ભારતીય નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) નામ આપવામાં આવ્યું હતું. આ પછી ભાજપે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ તેને ઈન્ડિયાને બદલે ઘમંડી ગઠબંધનનું નામ આપ્યું.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે સરકાર પર આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે ઈન્ડિયા નામ હટાવી દીધું છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જી-૨૦ ડિનર માટેના આમંત્રણમાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત આ રીતે લખવામાં આવ્યું છે. આ મામલે જયરામ રમેશના સરકાર પર પ્રહારો સામે આવ્યા છે.સંસદના વિશેષ સત્રને શરૂ થવામાં ૧૩થી પણ ઓછા સમય દિવસ બાકી છે. જેમ જેમ સંસદનું વિશેષ સત્ર નજીક આવી રહ્યું તેમ તેમ વિપક્ષ દ્વારા સરકાર પરના આક્ષેપો વધી રહ્યા છે.
કેજરીવાલે કહ્યું હતું કે, આપણો દેશ ૧૪૦ કરોડ લોકોનો છે. શું થશે જાે ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ‘ભારત’ કરશે, તો શું ભાજપ ‘ભારત’ નામને બદલાવી નાખશે? દિલ્હીના સીએમએ કહ્યું કે, ઈન્ડિયાગઠબંધનથી તેઓ ખૂબ નારાજ છે. વન નેશન વન ઈલેક્શન પર કેજરીવાલે કહ્યું કે,આનાથી જનતાને શું ફાયદો?
શું આનાથી મોંઘવારી અને બેરોજગારી ઘટશે? ઉલટાનું જાે વન નેશન વન ઈલેક્શન થશે તો મોંઘવારી વધશે. ઇન્ડિયાનું નામ બદલવાના મુદ્દે આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આ ર્નિણય ભાજપે જાણી જાેઈને વિરોધ પક્ષોને ગુસ્સે કરવા જઈ રહ્યો છે.