Western Times News

Gujarati News

ભાજપના સંગઠન પર્વમાં તાલુકા-જિલ્લા પ્રમુખ માટે લેવાયો મોટો નિર્ણય

(એજન્સી)ગાંધીનગર, ભાજપનું ૨૦૨૪ નું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. ત્યારે સંગઠન પર્વમાં શરૂઆતમાં પ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયું હતું. જેમાં ૧ કરોડ ૧૯ સદસ્યો જોડાયા હતા. ત્યારબાદ ભાજપના બીજા તબક્કામાં સક્રિય સદસ્યતા અભિયાન યોજાયું હતું. જે ૩૦ નવેમ્બર સુધીમાં યોજવાનું છે. જ્યારે હવે ત્રીજા તબક્કામાં એટલે કે સંગઠન પર્વ શરૂ થયું છે. ભાજપ હવે બુથ સમિતિની પ્રક્રિયા હાથ ધરશે.

જેના ભાગરૂપે આજે પ્રદેશ ભાજપ કમલમ ખાતે ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. જોકે હાલ દિલ્હી ખાતે શિયાળુ સત્ર ચાલતું હોવાથી સાંસદો દિલ્હી ખાતે વર્ચ્યુઅલ જોડાયા હતા.

જોકે મળેલી બેઠક અંતર્ગત ભાજપના સંગઠન પર્વના સહ ચૂંટણી અધિકારી ધવલ દવેએ જણાવ્યું હતું કે, “ગુજરાત પ્રદેશ ભાજપની સંગઠન ૨૦૨૪ કાર્યકર્તાઓની કાર્યશાળા યોજાઇ હતી.

આજની બેઠક ગુજરાતના પ્રદેશ પ્રમુખ પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં બુથ સમિતિએ ૩૦ નવેમ્બર સુધીમાં સમગ્ર ગઠન પૂર્ણ કરવા માટેની સૂચના આપી છે. તેમજ પાર્ટી મૂળભૂત સમિતિ છે અને તેનું ગઠન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે.

૩૦ નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે ત્યારબાદ બીજા તબક્કાની અંદર કાર્યશાળા ચાલશે.”ભાજપની આજની કાર્યશાળા અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે.

સંગઠન પર્વને અમે મહાપર્વ તરીકે ભાજપ દ્વારા ઉજવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન પછી સક્રિય સદસ્યતા અભિયાન અને હવે બુથ સમિતિનું ગઠન કરવામાં આવી રહ્યું છે. ભાજપની તાકાત બુથ સમિતિનું ગઠન ગણવામાં આવે છે. બુથ સમિતિના ગઠન બાદ ભાજપ ૫ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી મંડળની રચના થવાની છે. જેમાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં મંડળ તરીકે ઓળખાય છે.

જેમાં ૫૮૦ મંડળના મંડલ અધ્યક્ષની નિયુક્તિ થઈ જશે ત્યારબાદ એટલે કે ૧૫ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ થવાની છે.” નિયુક્તિ અંગે ભાજપે અવધિ નક્કી કરી છે. જેમાં ભાજપના તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે, એટલે કે તાલુકા પ્રમુખ માટે મહત્તમ ૪૦ વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ ૬૦ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ભાજપના નેતાઓને સંગઠન પર્વની કાર્યશાળામાં અપાઇ રહેલી નિયુક્તિ અંગે સૂચના પણ આપી છે. એટલે કે હવે તાલુકા પ્રમુખ ૪૦ વર્ષથી નીચેની વ્યક્તિ બની શકશે જ્યારે જિલ્લા અને શહેર પ્રમુખ મહત્તમ ૬૦ વર્ષથી નીચેની વ્યક્તિ જ બની શકશે.ઉલ્લેખનીય છે કે, ભાજપે આજે યોજાયેલી બેઠકમાં ૫-૧૫ તારીખ સુધીમાં મંડળની રચના માટે તેમજ વયમર્યાદા ધ્યાનમાં રાખીને નિયુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું છે. ભાજપ તાલુકા અને શહેરી સાથે ૫૮૦ મંડળના અધ્યક્ષની પ્રક્રિયા શરૂઆત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.