મહારાષ્ટ્ર:1લી જુલાઈએ ફડણવીસ શપથ લેશે: બળવાખોર ધારાસભ્યો ગોવામાં
મુંબઈની હોટલ તાજ પ્રેસિડેન્ટમાં હાલ તમામ ભાજપના સિનિયર નેતાઓ, મહારાષ્ટ્રના ધારાસભ્યો ઉપસ્થિત
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રકાંત પાટીલ અને અન્ય પાર્ટીના નેતાઓ સાથે મુંબઈની તાજ પ્રેસિડેન્ટ હોટેલમાં ધારાસભ્યની બેઠક માટે પહોંચ્યા હતા.Fadnavis to take oath on July 1: Rebel MLAs in Goa
ઉદ્ધવના રાજીનામ બાદ ધારાસભ્યો સાથે તેમણે મોઢું મીઠું કરી મીઠાઈ વહેંચી ઉજવણી કરી છે. આ દરમિયાન જાણવા મળે છે કે, 1લી જુલાઈએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે. bjp-set-to-stake-claim-in-maharashtra-devendra-fadnavis-eyes-cm-post-for-3rd-time
બીજી તરફ, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે MNSના વડા રાજ ઠાકરે સાથે ફોન પર વાત કરી, ફ્લોર ટેસ્ટમાં મદદ માંગી. રાજ ઠાકરે સંમત થયા, તેમણે કહ્યું કે પાર્ટી વોટ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં MNSના એક ધારાસભ્ય છે.
ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપના ધારાસભ્યોએ કરી ઉજવણી છે. દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવતા મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પણ આ ઉજવણીમાં જોડાયા હતાં.
મુંબઈની હોટલ તાજ પ્રેસિડેન્ટમાં હાલ તમામ ભાજપના સિનિયર નેતાઓ, ધારાસભ્યો ઉપસ્થિત છે, ઉદ્ધવ ઠાકરે રાજીનામા પત્ર સાથે રાજ ભવન માટે રવાના થયા હોવાનું જાણવા મળે છે.
તમામ બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીથી સ્પાઈસ જેટના ચાર્ટર વિમાન મારફત ગોવા પહોંચ્યા છે.