Western Times News

Gujarati News

ભાજપે 5 નેતાને સસ્પેન્ડ કર્યાં વાવ પેટાચૂંટણીના બે દિવસ પહેલા

(એજન્સી)વાવ, વાવ પેટાચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે મોટા મોટા રાજકીય ખેલ રમાઈ રહ્યાં છે. વાવમાં વટના સવાલ વચ્ચે હવે ગુજરાત ભાજપે મોટુ એક્શન લીધું છે. વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. માવજી પટેલે પક્ષથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

તેમજ માવજી પટેલ સહિત ૫ નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. માવજી પટેલને પ્રચારમાં સાથ આપનારા લાલજી પટેલને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે.
ચૂંટણીના ૩ દિવસ પહેલાં જ ભાજપે પક્ષમાંથી માવજી પટેલને સસ્પેન્ડ કર્યાં છે.

વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ન માત્ર માવજી પટેલ, પંરતું તેમના સહિત ૫ નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. લાલજી ચૌધરી, દેવજી પટેલ, દલરામ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમજ જામાભાઈ પટેલને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. લાલજી પટેલ ભાભર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે.

વાવ પેટાચૂંટણીમાં ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા ૫ લોકોને સસ્પેન્ડ કર્યાં છે. વાવ પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી પટેલને સસ્પેન્ડ કર્યા. માવજી પટેલ સહિત ૫ લોકોને પક્ષે બહારનો દરવાજો બતાવ્યો છે. જેમાં ભાભર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન લાલજી ચૌધરીને સસ્પેન્ડ કરાયા. જિ.ખ.વે.સંઘના પૂર્વ ચેરમેન દેવજી પટેલ, ભાભર માર્કેટયાર્ડના ચેરમેન દલરામ પટેલ અને સુઇગામ તાલુકાના પૂર્વ મહામંત્રી જામાભાઇ પટેલને સસ્પેન્ડ કરાયા છે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ સહિત અપક્ષ ઉમેદવારો સામાજિક સમેલનો કરાવીને અનેક સમાજોને પોતાની તરફ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે વાવની લોકનિકેતન સંસ્થા ખાતે માલધારી સમાજનું મહાસેમલન યોજાયું. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, સંસદ ગેનીબેન ઠાકોર,ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, રાજસ્થાનના રાનીવાડાના ધારાસભ્ય રતનસિંહ દેવાસી સહિત અનેક મોટા નેતાઓ રહ્યાં.

માલધારી સમાજના સંમેલનને લઈને મોટી સંખ્યા રબારી માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા છે. કોંગ્રેસના નેતા અને માલધારી સમાજના નેતા ઠાકરસિંહ રબારીએ આ મહાસમેલનને લઈને કહ્યું કે અમારો સમાજ કાયમ કોંગ્રેસ સાથે જ છે અને રહશે મને ટીકીટ ન મળી તો મારો સમાજ નારાજ થયો એ વાત ખોટી છે.

અમારો સમાજ ક્યારેય નહીં વેહેચાય એ સંપૂર્ણપણે કોંગ્રેસની સાથે જ છે અને ગુલાબસિંહ રાજપૂતને જીતાડીને વાવનો વટ રાખશે. જો ૨૦૨૭માં અમારા સમાજને પ્રતિનિધિત્વ કરવા મળશે તો પણ અને નહિ મળે તો પણ અમે કોંગ્રેસ સાથે જ રહીશું. અમારો સમાજ કોંગ્રેસ સાથે છે અને રહેશે. અમને કોઈ નહિ તોડી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.