બારડોલીના ભાજપ કોષાધ્યક્ષની દારૂ પીવાના કેસમાં ધરપકડ
બારડોલી, બારડોલી સુરત રોડ પર એક મહિલા પાણીપુરીની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહીલાને છેલ્લા ઘણા સમયથી બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડો. કૌશલ વિનોદચંદ્ર પટેલ તમે કોને પુછીને લારી મુકી છે એમ કહી ધાકધમકી આપી ગાડી આડી મુકી ટ્રાફિકમાં અડચણરૂપ થતો આવ્યો છે. દરમીયાન સોમવારે પણ નશાની હાલતમાં ગાળાગાળી કરી “અહીં લારી કેમ મૂકી છે ?’
બીજી જગ્યાએ મૂકો અહીથી ઉંચી લો, નહીં તો હું તમને અને તમારી લારીને ઉચકાવી લઈશ” એમ કહી જતો રહ્યો હતો આ અંગે મહિલાએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ડો. કૌશલ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત અરજી આપી હતી.
જાે કે પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવાના બદલે ડો. કૌશલ વિરુદ્ધ પોલીસે પોતે જ ફરિયાદી બની માત્ર પીધેલાનો કેસ કરી સંતોષ માન્યો હતો. પોલીસે કૌશલની ધરપકડ કર્યા બાદ તેનો જામીન પર છુટકારો થયો હતો.