Western Times News

Gujarati News

ભાજપ યુવા મોરચાના મહામંત્રી સહિત બે દારૂ સાથે ઝબ્બે

બરડી ગામ પાસે કારમાંથી ર.૪૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ડેડિયાપાડા, નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘુસેડવામાં આવતા દારૂના જથ્થા સાથે ડેડીયાપાડાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા યુવા મોરચાના મહામંત્રી સહિત બેની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી અનુસાર તા.ર૩મીના રાત્રિના ૩.૩૦ વાગ્યાના સુમારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના બયડી ગામથી મગરકેવ તરફ જવાના માર્ગે ડેડીયાપાડા પોલીસને બાતમી મળી હતી કે એક અરટિગા કારમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે

ત્યારે પોલીસે વોચ ગોઠવી કાર રાત્રિના ૩.૩૦ કલાકે આવતા આ કારને ઉભી રાખી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરિયા મળી આવ્યા હતા. આ જાેઈ પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે કારમાં સવાર બે યુવકોને ઝડપી પાડયા હતા

જેમાં ડેડીયાપાડા તાલુકા ભાજપના યુવા મોરચાના મહામંત્રી અજય ચેતરભાઈ વસાવા રહે. સોલિયા તા. ડેડીયાપાડા અને (ર) સંતોષ હરિલાલ વસાવા રહે. સોલિયા તા. ડેડિયાપાડાના ઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કારમાંથી રૂા.ર.૪૦ લાખના વિદેશી દારૂના ર૪૦૦ નંગ પ્લાસ્ટિકના કવાટરીયા રૂ.૯૦,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન, અને રૂ.પ લાખની કિંમતની અરટીકા કાર મળી કુલ રૂ.૮.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર ડેડિયાપાડા પંથક ભાજપના આગેવાનની દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.