BJPના મનસુખ વસાવાને ૮૫ હજાર મતોની સરસાઈથી ૭મી વાર ભરૂચના સાંસદનું સિંહાસન મળ્યું
ભરૂચ લોકસભા બેઠક પર મામા-ભાણેજ વસાવા સામે વસાવાના જંગમાં ભાજપના મનસુખ વસાવાએ મેદાન માર્યુ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ લોકસભા બેઠક પર મામા-ભાણેજ વસાવા સામે વસાવાના જંગમાં ભાજપના મનસુખ વસાવા સાતમી વખત સાંસદ બની ભાણા ચૈતર વસાવાને ૮૭ હજાર મતોથી પરાસ્ત કર્યા છે. તો મત ગણતરી દરમ્યાન કોઈ બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
ભરૂચ લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને રહી હતી.ભાજપના ૬ ટર્મના સાંસદ મનસુખ વસાવાને ૭ મી વખત ભાજપે ટિકિટ આપી હતી.તો દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝપલાવ્યું હતું.વસાવા વર્સીસ વસાવાના મામા-ભણેજના જંગમાં ૭ મે ના રોજ કુલ ૬૯ ટકા જેટલું મતદાન થયું હતું.
આજે ૪ જૂને મતગણતરી ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે ૭ વિધાનસભા મુજબ ૨૩ રાઉન્ડમાં હાથ ધરાઈ હતી.ભાજપના સાતમી ટર્મના ઉમેદવાર પેહલાથી ચૈતર વસાવા સામે દરેક રાઉન્ડમાં આગળ રહ્યા હતા.જોકે આપના આ ધારાસભ્ય અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપના ૬ ટર્મના સાંસદ મનસુખ વસાવાને કરારી ફાઈટ છેવટ સુધી આપી હતી.
સાતેય વિધાનસભાના ૨૩ રાઉન્ડ પૂર્ણ થતાં ઈફસ્ ના ૧૧.૯૨ લાખ મતોમાં ૬,૦૫,૪૮૯ મત મેળવી ભાજપના મનસુખ વસાવાએ સાતમી વખત પણ ભરૂચના સાંસદનું સિંહાસન અકબંધ રાખ્યું હતું.સામે ચૈતર વસાવાને ૫,૧૮,૪૧૯ મત મળતા ભાજપનું જીતનું માર્જિન માત્ર ૮૭,૦૭૦ મત રહ્યું હતું. જોકે પ્રચાર દરમિયાન પેહલા ભરૂચ બેઠક પર ૫ લાખથી વધુ મતોની જીત.જે બાદ ૩ લાખ કરતા વધુ મતોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જોકે એક લાખની સરસાઈથી પણ ભાજપ ભરૂચ બેઠક નહિ જીતતા ભાજપ સંગઠન અને મનસુખ વસાવામાં ઓછા માર્જિનથી જીતનો વસવસો જોવા મળ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે દેડીયાપાડા, સાગબારા અને ઝઘડીયા વિસ્તારમાં આદિવાસીઓમાં અમારા નેગેટિવ પ્રચાર કરવામાં આવ્યા હતા.
ક્યાં મત પડ્યા છે અને ક્યાં નથી પડ્યા તે જોયા વગર કામ કરવામાં આવશે.રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજના લોકોને મળે અને ક્યાં ક્યાં અમને નુકશાન થયું છે તેની સમીક્ષા કરવામાં આવશે અને દેડીયાપાડા અને ઝઘડીયા આદિવાસી વિસ્તાર માં સતત માર પડ્યો છે તેની ચોક્કસ સમીક્ષા કરીશું.
તો ચૈતર વસાવાને હાર જણાતા એમણે હાર સ્વીકારી લીધી હતી અને મીડિયા સમક્ષ મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા.આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું.?અમે ઈન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડ્યા છીએ.? જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા એ લોકો આજે લાખની અંદર જ રમતા દેખાઈ રહ્યા છે.
ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારી ખૂબ મોટી જીત છે.ભરૂચ લોકસભાના મતદારોએ જે રીતે અમને સહકાર આપ્યો છે તે તમામ મતદારોને હું આભાર માનું છું.?ભરૂચ લોકસભા મતદારોને હું જણાવવા માગું છું કે આજે પણ હું ડેડીયાપાડાનો ધારાસભ્ય છું.ભવિષ્યમાં આવનાર દિવસોમાં જે પણ લોકોના પ્રશ્નો હશે તેને વાચા આપવાનો પ્રયત્ન કરીશ.મારી ઉંમર હજી નાની છે મારે હજુ ઘણું શીખવાનું છે
આ ચૂંટણી માંથી પણ ઘણી શીખીશું અને આવનાર દિવસોમાં પણ આનાથી પણ વધારે સારું તો ચૂંટણી લડીશું.?જે જનાદેશ જનતાએ આપ્યો એ બદલ ધન્યવાદ કરતા જણાવ્યું હતું કે જનતાએ મને નેતા તરીકે સ્વીકાર્યો છે.ભાજપની ૫ લાખની જીતના દાવા વચ્ચે ભાજપના ઉમેદવાર ૧ લાખની અંદર આવી ગયા. આગામી દિવસમાં અમે તાકાત થી લડીશું.?અમારા સાથીઓએ કહું મહેનત કરીશું. કેજરીવાલની ખોટ પડી એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.
સૌથી આશ્ચર્યજનક પરિણામોમાં આ વખતે નોટા ત્રીજા સ્થાને રહ્યું હતું. ૨૦૧૯ ની ચૂંટણીમાં નોટાને ૬૩૨૧ મત મળ્યા હતા.જેની સામે આ વખતે નોટાને અધધ કહેવાય એટલા ૨૩૧૫૧ મત મળ્યા હતા.