બજેટને જન-ધન સુધી પહોંચાડવાનું ભાજપનું રાષ્ટ્રવ્યાપી ‘મહાઅભિયાન’
બદલાઈ જશે નિયમોઃ તમારા ખિસ્સાં પર થશે અસર
ભારતીય જનતા પક્ષ એ રજુ થયેલા કેન્દ્રીય બજેટ ર૦ર૩-ર૪ના લાભો અને તેમાં જાહેર કરાયેલા જાગ્રકતાના ઉપાયોના પ્રચાર અને પ્રસાર માટે આજથી જ એક રાષ્ટ્રવ્યાપી ‘મહાઅભિયાન’ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. ભાજપે આ માટે એક પ્રચાર રણનીતી નિર્ધારીત કરી છે. ભાજપ આજથી એટલે કે ૧ ફેબ્રુુઆરીથી ૧ર ફેબ્રુઆરી સુધી દેશના વિવિધ ભાગોમાં બજેટ પર દેશવ્યાપી ચર્ચા કરશે અને બજેટમાં જાહેર કરાયેલા નિર્ણયોને જન-જન સુધી પહોચાડવા એક રાષ્ટ્રવ્યાપી ‘મહાઅભિયાન’ ચલાવશે.
આ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ બિહારના પૂર્વવ નાયયબ મુખ્યપ્રધાન અને રાજયસભાના સાંસદ સુશીલકુમારશ મોદીનાં વડપણ હેઠળ નવ સભ્યોની એક સમીતીની રચના કરી છે. આ નવ સભ્યોમાં ભાજપના નેતા વિવેક વેકટ સ્વામી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ રાજકુમાર ચાહર, રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સુર્યા કેન્દ્ર સરકારની મુખ્ય નાણાકીય બાબતોના સલાહકાર અને વિધાનસભ્યોનો સમાવેશ થાય છે.
સમીતિમાં અશોક લહેરી ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ગોપાલકૃષ્ણ અગ્રવાલ સંજુવર્મા અને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રભારી વરૂણ ઝવેરીનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારના પ્રધાનો રાષ્ટ્રીય પ્રવકતા ગોપાલકૃષ્ણ અગ્રવાલ સંજુ વર્મા અને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રભારી વરૂણ ઝવેરીનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારના પ્રધાનો રાષ્ટ્રીય પદાધિકારીઓ અને આર્થિક નિષણાતો આ મહાઅભિયાનના ભાગરૂપે ૪ અને પ ફેબ્રુઆરીએ દેશના વિવિધ રાજયોની રાજધાનીઓ સહીત પ૦ મહત્વપૂર્ણ શહેરોમાં બજેટ પર સંમેલન યોજાશે.
૧ ફેબ્રુઆરી ર૦ર૩ કાલથી પૈસા સાથે જાેડાયેલા કેટલાય નિયમમાં ફેરફાર થવા જઈ રહયા છે. જેની અસર સામાન્ય લોકોને ખીસ્સાં પર પણ પડશે. સાથે જ આ વચ્ચે આરબીઆઈની એમપીસી બેઠક પણ થશે. જયાંનીતીગત દરોમાં ફેરફારની અસર તમારા પર્સનલ ફાઈનાન્સ પર દેખાશે. ૮ ફેબ્રુઆરી આરબીઆઈની મોનેટરી પોલિટી કમીટીની બેઠકનો નિર્ણય આવશે. આમાં શકય છે કે, નીતિગત દરોમા રપ-૩પ બેસીસ પોઈન્ટનો વધારો જાેવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એમપીસીએ નીતીગત દરોમાંં રરપ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો. ૧૦૦ બેસીસ પોઈન્ટનો અર્થ એઅક ટકા થાય છે.
હજુ એક વધારા પછી લોન મોઘી થઈ જશે. ક્રેડીટ કાર્ડથી રેન્ટ ભરવાનું મોઘું થશે. બેક ઓફ બરોડાના ક્રેડીટ કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગશે. કંપનીએ જાહેરાત કરી છે કે તે ક્રેડીટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ કરવા પર ૧ ટકા ફી વસુલશે. આ નિયમ આજથી લાગુ થશે. એલપીજી, સીએનજી, પીએનજીની કિંમતોની સમીક્ષા દર મહીનાની પહેલી તારીખે કરાતી હોય છે. દેશની દિગ્ગજ નિર્માતા કંપની ટાટા મોટર્સ પેસેન્જર વિહીકલના ભાવ વધારવાની જાહેરાત કરી છે. વધેલી કિંમતો આજથી લાગુ થશે. આજથી ટ્રાફીકના નિયમો પહેલાં કરતાં વધુ કડક થવા જઈ રહયા છે. નવા નિયમો અનુસાર જાે કોઈ વ્યકિત દિલ્હી એનસીઆરમાં ટ્રાફીક નિયમોનું ઉલ્લંખન કરે છે. તો ચલણની રકમ તેના બેંક ખાતામાંથી સીધી કાપી શકાશે.