BJPનો દોઢ કરોડથી વધુ લોકોને સભ્ય બનાવવાનો ટાર્ગેટ
ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન ભૂપેન્દ્ર પટેલને પ્રથમ પ્રાથમિક સભ્ય બનાવ્યા
(એજન્સી)અમદાવાદ, લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ તેમની સદસ્યતા રિન્યૂ કરીને સી.આર. પાટીલે તેમને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યાં છે.
ભાજપમાં દર ૬ વર્ષે સદસ્યતા રિન્યૂ કરવામાં આવે છે. આગામી સમયમાં દોઢ કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પ્રથમ પ્રાથમિક સભ્ય બનાવી નોંધણી કરાવી હતી.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત આજે એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે, સંગઠનની તાકાતને નબળી ગણ્યા વિના પૂરી તાકાત સાથે આ ટાર્ગેટને પુરો કરવાનો પ્રયાસ કરજો.
સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરવા ભાજપ મક્કમ અને પ્રતિબદ્ધ છે.
સદસ્યતા અભિયાન – 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે આયોજિત સહકાર સંમેલનની વિશેષ ક્ષણો…
88 00 00 2024 પર મિસ્ડ કોલ કરી ભાજપના સદસ્ય બનો.#BJPSadasyata2024 pic.twitter.com/S4vcJZ7G5p
— BJP Gujarat (@BJP4Gujarat) September 3, 2024
લોકસભાની ચૂંટણી બાદ સંગઠનમાં નિરાશા જોવા મળી છે અને ગુજરાતમાં એક સીટ ઓછી આવી છે તેની જવાબદારી મેં લીધી છે.લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ પ્રથમ વખત ૧૬ સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે.
મારો પરિવાર, ભાજપ પરિવાર
આજે ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજાયું.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ… pic.twitter.com/aKLVcuqkNU
— BJP Gujarat (@BJP4Gujarat) September 3, 2024
તેમણે વધુમાં કહ્યું હતું કે, જીએમડસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમો થવાના છે. એક લાખથી વધુ કાર્યકરોએ એકઠા થઈને વડાપ્રધાનનું અભિવાદન કરવાનું છે.ઘણી પાર્ટીઓમાં આજીવન સદસ્યતા મળી જતી હોય છે પણ ભાજપમાં ૬ વર્ષે સદસ્યતા પુરી થાય છે. દિલ્હીમાં ગઈકાલે વડાપ્રધાનને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરાવી છે.
તાલુકા, જિલ્લા પંચાયત, શહેર સહીતના તમામ મેમ્બરોને ૨ કરોડ સદસ્યો બનાવવાના છે. સંગઠિત થઇને પડકાર ઝીલવાનો છે જે પડકાર નથી આપણે નક્કી કરેલો લક્ષ્ય છે. સંગઠન મજબૂત હશે તો જ ઈલેકશન જીતી શકાશે. ૭૪ લાખ પેજ સમિતીના સદસ્ય તો કાયમી જ છે પણ પ્રાથમિક સદસ્ય એટલે ૧૮ વર્ષથી ઉપર કોઇ પણ બની શકે છે. ૬૬ લાખ જેટલી બહેનો આપણી સદસ્યતા સાથે જોડાયેલી છે.