BLAની આર્મીએ પાકિસ્તાનમાં પ્રવાસીઓ ભરેલી ટ્રેન હાઇજેક કેમ કરી? 30 પ્રવાસીઓને ઠાર માર્યા

બલૂચ લિબરેશન આર્મીનું કૃત્ય-આતંકવાદીઓએ પોલીસ-લશ્કર સાથે સંકળાયેલા ૨૦ પ્રવાસીઓને ઠાર માર્યા
(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં બલૂચ આર્મીએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. આ ટ્રેનમાં લગભગ ૪૦૦ લોકો હતા, જેમને આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. પાકિસ્તાની સેના અપહરણકારોથી ટ્રેનને મુક્ત કરાવવાની કોશિષ કરી રહી છે. બલૂચ આર્મીએ મહિલાઓ અને બાળકોને મુક્ત કરી દીધા છે, પરંતુ ટ્રેનમાં હાજર લગભગ ૧૮૦ સૈનિકોને બંધક બનાવી લીધા છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 30 સૈનિકોના મોત થયા છે. BLA claiming that they killed 30 Pak army personnel !
પાકિસ્તાની સેનાએ ટ્રેનને હાઇજેકર્સથી મુક્ત કરાવવા એક્ટિવ થઈ છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મશ્કાફ, ધાદર અને બોલાનમાં ટ્રેનનું સાવધાનીપૂર્વક હાઇજેક કરવામાં આવ્યું હતું. અમારા લડવૈયાઓએ પહેલાં ટ્રેનના પાટાને બોમ્બથી ઉડાવી દીધો હતો. ત્યારબાદ ટ્રેન રોકાઈ ગઈ હતી.
બલૂચ લિબરેશન આમીકહે છે કે ટ્રેન ટ્રેક પર ઉભી રહેવાની સાથે જ અમારા લોકોએ ટ્રેનનો કબજો સંભાળી લીધો.
આતંકવાદી સંગઠનોનું કહેવું છે કે જો પાકિસ્તાની સેના કોઈ કાર્યવાહી કરશે તો બધા ૧૨૦ બંધકોને મારી નાખવામાં આવશે. બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાને કડક ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈપણ પ્રકારનું લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાની સેનાની રહેશે.
બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓ દ્વારા જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યા બાદ પાકિસ્તાન સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ભૂમિ દળીને પીછેહઠ કરવી પડી છે ત્યારબાદ હવે હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. હેલિકોપ્ટર અને ફાઇટર જેટ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બલૂચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડ, એસટીઓએસ, ફતાહ સ્ક્વોડ અને જીરાબ યુનિટના લડવૈયાઓ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે.
સંગઠને પાકિસ્તાની સેનાને ચેતવણી આપતા કહ્યું કે, તમારા સૈનિકોને બચાવવાની આ છેલ્લી તક છે. બંધકોમાં પાકિસ્તાન આર્મી, પોલીસ, આતંકવાદ વિરોધી દળ અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. બલૂચ લિબરેશન આમીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ બદલો લેશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.
બલૂચ લિબરેશન આમીના પ્રવક્તા જિયાંદ બલોચે હુમલાની જવાબદારી લીધી અને કહ્યું કે આ કાર્યવાહી આયોજનબદ્ધ હતી અને તેમના લડવૈયાઓનો ટ્રેન અને મુસાફરો પર સંપૂર્ણ કબજો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બલૂચ રાષ્ટ્રીય આંદોલનને નિર્ણાયક તબક્કામાં પહોંચાડવા માટે મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં એ વાત પર સંમતિ બની હતી કે, બીઆરએએસ જલ્દી બલૂચ રાષ્ટ્રીય સેનાનું રૂપ લેશે.
બીઆરએએસના આગમનથી પાકિસ્તાનમાં ચીન દ્વારા ચલાવવામાં આવતા ઘણા સીપીઈસી પ્રોજેક્ટ્સ માટે મોટું જોખમ ઉભું થયું છે. બલૂચ રાજી અજોઈ સંગાર ની સંયુક્ત બેઠક બાદ એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાગીદાર સંગઠનો – બલૂચ લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ અને સિંધી લિબરેશન ઓર્ગેનાઇઝેશન સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મીએ હાઇલેવલ ડેલિગેશનમાં ભાગ લીધો હતો.