શેરબજારમાં બ્લેક મન્ડેઃ રોકાણકારોના 7.60 લાખ કરોડનું ધોવાણ
મુંબઈ, સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં જાેરદાર કડાકો બોલાયો છે, વૈશ્વિક દબાણના કારણે આજે શેર બજારમાં મુખ્ય સૂચકાંકો દિવસ દરમિયાન નીચા રહ્યાં હતા, અને કારોબાર શુષ્ક રહ્યાં હતા. સોમવારે સવારથી જ માર્કેટમાં કોહરામ મચી ગયો હતો
અને દિવસના અંતે માર્કેટ ૮૦૦થી પણ વધુ પૉઇન્ટ નીચે બંધ રહ્યું હતુ. આજે શેર બજારમાં બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ ૧.૨૬ ટકાના ઘટાડા સાથે ૮૨૫.૭૪ પૉઇન્ટ નીચે પટકાયો અને ૬૪,૫૭૧.૮૮ના સ્તરે બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી પણ લૉ રહ્યો,
આજે નિફ્ટી ૦.૩૪ ટકાના ઘટાડા સાથે ૨૬૦.૯૦ની નીચે રહ્યો અને ૧૭,૨૮૧.૭૫ના સ્તરે બંધ થયો હતો. આમ આજે માર્કેટમાં કોહરામ મચી ગયો હતો. આ ઉપરાંત અન્ય ઇન્ડેક્સમાં પણ ઘટાડો જાેવા મળ્યો હતો. મિડકેપ, સ્મૉલકેપના રોકાણકારોને પણ નુકસાન થયુ હતું.
આજનો ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયો છે. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી બજારમાં મોટો ઘટાડો થયો છે.
આ સતત ચોથું સત્ર છે જ્યારે બજારમાં ઘટાડો જાેવા મળ્યો છે. સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ, નિફ્ટી ૨૫૦ પોઈન્ટથી વધુ અને મિડ કેપ શેરોના ઈન્ડેક્સમાં ૧,૦૦૦ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. સેન્સેક્સ ૬૫,૦૦૦ની નીચે સરકી ગયો છે. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૪૬૪ અથવા ૩.૫૯ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે.
આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૮૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૪,૫૭૨ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૨૮૨ પોઈન્ટ પર બંધ થયો હતો. આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.
આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરના શેરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે. આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો મિડ કેપ શેર્સમાં જાેવા મળ્યો હતો. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ ૧૧૦૦ પોઈન્ટથી વધુ લપસી ગયો.
સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ૫૦૦ પોઈન્ટનો ઘટાડો થયો છે. આજના કારોબારમાં ૩૯૯૦ શેરોમાંથી ૩૧૮૮ શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે ૬૪૪ શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. ૧૫૮ શેરના દરમાં કોઈ ફેરફાર થયો નથી.
આજના વેપારમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બીએસઈમાર્કેટ કેપ ૩૧૧.૩૦ લાખ કરોડ થયું હતું જે અગાઉના વેપારમાં ૩૧૮.૮૯ લાખ કરોડ હતું, એટલે કે આજના વેપારમાં રોકાણકારોને ૭.૬૦ લાખ કરોડનું નુકસાન થયું છે.