બ્લેક પેન્થર-૨ના વાવાઝોડાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

મુંબઈ, હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થર-વકાંડા ફોરએવર ૧૧ નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ કમાણીના મામલે દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. રિલીઝ થયાના માત્ર ત્રણ દિવસમાં આ ફિલ્મે તાબડતોડ કમાણી કરી લીધી છે.
ભારતમાં આ હોલીવુડની આ ફિલ્મ ક્રેઝ પણ જાેવા જેવો છે. વિકેન્ડમાં આ હોલીવુડ ફિલ્મના મોટાભાગના શો હાઉસફુલ જાેવા મળ્યા હતા. બીજી તરફ આ શુક્રવારે રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. બ્લેક પેન્થર-વકાંડા ફોરએવર એ ભારતીય બોક્સ ઓફિસ પર ત્રણ દિવસમાં ૫૧ કરોડ રૂપિયાનો જબરદસ્ત બિઝનેસ કરી લીધો છે.
બ્લેક પેન્થર-વકાંડા ફોરએવરએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૨૬૭૮ કરોડનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મ બનાવવા માટે કુલ ૨૦૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ‘બ્લેક પેન્થર-વકાંડા ફોરએવર’એ રિલીઝ થતાની સાથે જ ફિલ્મના બજેટ કરતા પણ વધુ કમાણી કરી લીધી છે.
આ સાથે જ ફિલ્મે ૫૦૦ કરોડનો નફો પણ કરી લીધો છે. માહિતી પ્રમાણે આ ફિલ્મ ‘બ્લેક પેન્થર-વકાંડા ફોરએવર’ વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી માર્વેલ સિનેમેટિક યુનિવર્સ સુપરહીરો ફિલ્મ બ્લેક પેન્થરની સિક્વલ છે.
શુક્રવારે રિલીઝ થયેલી ભારતીય ફિલ્મોની વાત કરવામાં આવે તો, આ અઠવાડિયે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી, પરંતુ કમાણીની દૃષ્ટિએ કોઈ ભારતીય ફિલ્મ આ હોલિવૂડ ફિલ્મની નજીક પણ પહોંચી નથી.
આ અઠવાડિયે અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અનુપમ ખેર, નીના ગુપ્તા જેવા દિગ્ગજ કલાકારોની ‘ઊંચાઈ’ ફણ રિલીઝ થઈ છે, પરંતુ આ ફિલ્મ પ્રેક્ષકોને થિયેટર સુધી ખેંચવામાં સફળ થઈ શકી નથી. બીજી તરફ ‘થાઈ મસાજ’ અને ‘યશોદા’ ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે.
બોક્સ ઓફિસ પર આ ત્રણેય ફિલ્મોનું કુલ કલેક્શન ૨૧ કરોડ રૂપિયા છે. જ્યારે ‘બ્લેક પેન્થર-વકાંડા ફોરએવર’ ફિલ્મની પોતાની એકલાની કુલ કમાણી ૫૧ કરોડ રૂપિયાની છે. આવુ પહેલી વખત નથી બન્યું કે, હોલીવુડની કોઈ ફિલ્મે ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હોય. આ પહેલા પણ હોલીવુડની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડી ચુકી છે.
ફિલ્મ ‘એવેન્જર એન્ડગેમ’ આ લિસ્ટમાં ટોપ પર રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૪૪૨ કરોડનું કલેક્શન નોંધાવ્યું હતું. ૪૦૦ કરોડનો આંકડો પાર કરનારી આ એકમાત્ર હોલિવૂડ ફિલ્મ છે. હોલીવુડ ઘણી બધી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કલેક્શનના સંદર્ભમાં ૨૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.
‘એવેન્જર ઈન્ફિનિટી વોર’એ ૨૯૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તો ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’એ ૨૬૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ યાદીમાં ‘ધ જંગલ બુક’ ૨૫૯ કરોડ રૂપિયાના કલેક્શન સાથે ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’થી પાછળ છે.SS1MS