Western Times News

Gujarati News

કાળા મરી, ઓઈલ અને ગુંદર પાઉડરનો અંદાજીત રૂ. ૯ લાખનો આશરે ૨૬૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત

 “અખાદ્ય કાળા મરી અને ભેળસેળ માટે વપરાતા પદાર્થનો આશરે રૂપિયા ૯ લાખથી વધુનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર”

મે. જય અંબે સ્પાઇસીસના ગોડાઉન ખાતેથી શંકાસ્પદ કાળા મરીસ્ટાર્ચ પાઉડરઓઈલ અને ગુંદર પાઉડર ના કુલ ૫ નમુના લેવામાં આવ્યા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કેરાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધસલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રનડિયાદ અને એસ.ઓ.જી. પોલીસનડિયાદની ટીમ ને મળેલ ખાનગી બાતમી ના આધારે  તા: ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ મે. જય અંબે સ્પાઇસીસસર્વે નં. ૪૩૪ભાડીયા વિસ્તારમુ.પો. ડભાણતા. નડીઆદજી.ખેડા ખાતે શંકાસ્પદ રીતે કાળા મરીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. પેઢી મે. જય અંબે સ્પાઇસીસ પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા.

તપાસમાં જય અંબે સ્પાઈસીસ ગોડાઉનનાં ધંધાના માલિક ધીરેન વાસુદેવ પટેલ સ્થળ ઉપર હાજર રહેલ અને તેઓને સ્થળ ઉપર જોવા મળેલ ધંધા અર્થે પૂછતા તેઓએ જણાવેલ કે તેઓ ધ્વારા કાળા મરીનું રો-મટીરીયલ લાવી તેની ઉપર ગુંદર પાવડર અને સ્ટાર્ચ પાવડરનો કોટીંગ કરી તેના ઉપર તેઓની પાસે રહેલ ઓઈલમાં પોલીશ કરી માલનું વજન વધારે પકડાય તે અર્થે ધંધો કરતા જણાયેલ.

આથીતંત્ર દ્વારા માલિક ધીરેન વાસુદેવ પટેલની હાજરી માં કાળા મરીસ્ટાર્ચ પાઉડરઓઈલ અને ગુંદર ના એમ કુલ – ૫ (પાંચ) નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે ૨૬૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૯ લાખ થી વધુ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્ય નાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.