સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ધાબળા નું વિતરણ કરાયું
(પ્રતિનિધિ) બાયડ, અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે વિતરણ કરવામાં આવ્યું અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા અભિયાન માં ગરમ કપડાં અને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતુ.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા અભિયાનમાં ધનસુરા અને બીજા ગામો માં જરૂરિયાત મંદોને ઠંડી થી રક્ષણ મળે તે માટે ધાબળા ,બાળકો ને સ્વેટર,ટોપી નું વિતરણ કરવામાં આવ્યુ હતું.
જેમાં હંમેશા સેવા માં તત્પર રહેતા નિવૃત્ત જવાન સંજયભાઈ શર્મા ના હસ્તે સમગ્ર ધાબળા,સ્વેટર અને બાળકો ને ટોપી નું વિતરણ કરાવવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના હિમાંશુભાઈ પટેલ ના માર્ગદર્શન માં ધનસુરા તાલુકા સંયોજક હિમાંશુભાઈ ચૌધરી અને દીક્ષેનભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યકમ યોજવામાં આવ્યો હતો.