ચાંગોદર-બાવળા હાઇવે પર ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ
અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી પસાર થતો ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં હાઇવે પર એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો હતોઅમદાવાદ નજીક અકસ્માત નજીક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઇ છે, અમદાવાદના ચાંગોદર અને બાવળા હાઇવે પર એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો છે.
આ બ્લાસ્ટમાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થઇ છે.મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાંથી પસાર થતો ચાંગોદર-બાવળા હાઇવે પર સોમવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, અહીં હાઇવે પર એક ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તાં પર ચાલનારી એક રાહદારી મહિલાને પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. હાલમાં આ ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવી છે.
ચાંગોદર-બાવળા હાઇવે પર આઇશરમાં બ્લાસ્ટ થવાના કારણે આખો હાઇવે રૉડ બ્લૉક થઇ થયો હતો અને ઠેર ઠેર વાહનોનું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ વાત છે કે, અકસ્માત થયેલી આઇશરમાં ઓક્સિજન સિલીન્ડર વટવાની એવરેસ્ટ ગેસ કંપનીના હતા, જેને બાવળાની કંપનીમાં લઈ જવામાં આવી રહ્યાં હતા. SS3SS