Western Times News

Gujarati News

27મી પ્રજ્ઞાચક્ષુ કાર રેલીનું બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા આયોજન

પ્રજ્ઞાચક્ષુ લોકોની ક્ષમતાઓ વિશે જનજાગૃતિ લાવવા અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં સ્પર્ધાની ભાવના વિકસાવવાના ઉદ્દેશ સાથે આયોજન

પ્રજ્ઞાચક્ષુ લોકોની ક્ષમતાઓ વિશે જનજાગૃતિ લાવવા અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં સ્પર્ધાની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા 27મી પ્રજ્ઞાચક્ષુ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી કાર રેલીમાં લગભગ 75 કાર ભાગ લેશે.

બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અને અમદાવાદ રાઉન્ડ ટેબલ લેડિઝ સર્કલના સંયુક્ત ઉપક્રમે 23 માર્ચના રોજ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન પરિસરથી આ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. કાર રેલીમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ નેવિગેટર તરીકે કામ કરશે. બ્રેઇલ નકશામાંથી રેલી પ્રશિક્ષકો વાંચશે અને દૃષ્ટિહીન ડ્રાઇવરોને માર્ગદર્શન આપશે.

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હર્ષદ ભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી, મુંબઈ, મદ્રાસ, હૈદરાબાદ, કલકત્તા અને પૂના જેવા શહેરોમાં આવી કાર રેલીઓનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતમાં 27મી વખત આવું આયોજન કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.