બાબા વેંગાની આગાહી -૨૦૨૩માં વિશ્વના ઘણા ભાગોમાં ભારે તોફાન આવી શકે છે
આવનારા વર્ષોમાં બાળકો માતાના ગર્ભમાંથી નહીં પરંતુ લેબમાં જન્મ લેશે, ઉપરાંત તેમણે તોફાન અને બ્લાસ્ટની આગાહીઓ પણ કરી છે
(એજન્સી)નવી દિલ્હી, ઇતિહાસમાં દુનિયામાં ઘણી જાણીતી હસ્તીઓ થઈ ગઇ, જેમણે તેમના જીવનકાળ દરમિયાન વિશ્વમાં થનારી ઘટનાઓની આગાહી કરી હતી. આમાંના એક બાબા વેગા પણ હતા. તેમની આંખો દુનિયાને સારી રીતે જાેઈ શકતી ન હતી, પરંતુ તેમણે દેશ અને દુનિયા માટે એવી વાતો કહી હતી જે પછીથી સાચી સાબિત થઈ હતી.
આજે આપણે બાબા વેંગા દ્વારા વર્ષ ૨૦૨૩ માટે કરેલી ભવિષ્યવાણી વિશે વાત કરીશું. બાબા વેંગાએ વર્ષ ૨૦૨૩ માટે ખૂબ જ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આવનારા વર્ષોમાં બાળકો માતાના ગર્ભમાંથી નહીં પરંતુ લેબમાં જન્મ લેશે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોની આ શોધને કારણે માતા-પિતા બાળકનો રંગ અને લિંગ નક્કી કરી શકશે. જાે બાબા વેંગાનું આ નિવેદન સાચું પડશે તો કુદરતનો નિયમ સંપૂર્ણપણે પલટાઈ જશે.
બાબા વેંગાએ આગાહી કરી હતી કે વર્ષ ૨૦૨૩માં વિશ્વના ઘણા ભાગોમાં ભારે તોફાન આવી શકે છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે સૂર્યમાંથી નીકળતી ઊર્જાનો વિસ્ફોટ થઈ શકે છે. તેમાંથી નીકળતા ઝેરી કિરણોત્સર્ગની અસર પૃથ્વી પર થશે જેનાથી લોકોના જીવન પર અસર થશે.
બાબા વેંગાના કહેવા પ્રમાણે, વર્ષ ૨૦૨૩માં આખી દુનિયા બીમારીની ઝપેટમાં આવી શકે છે. બાબા વેંગાએ કહ્યું હતું કે ભવિષ્યમાં પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થઈ શકે છે, જેનાથી આખી દુનિયામાં ઝેરી વાદળો ફેલાઈ શકે છે. જેના કારણે લાખો લોકો ગંભીર બીમારીની લપેટમાં આવી શકે છે.
બાબા વેંગા બલ્ગેરિયામાં રહેતી એક અંધ વ્યક્તિ હતી. ૧૨ વર્ષની ઉંમરે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ ૫૦૭૯ સુધી ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાનો જન્મ ૧૯૧૧માં થયો હતો અને ૧૯૯૬માં તેનું અવસાન થયું હતું.