BLOની કામગીરી સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
હાંસોટ, શિક્ષણ એ સમાજ અને દેશનાં ઘડતરનો એક પાયો છે. જેથી શૈક્ષણિક કાર્ય પર ગંભીરતા રાખવી ખૂબ જરૂરી છે. જેનાથી વિપરીત સંજાેગોમાં સમગ્ર જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો મતદારચાદી સુધારણાની કામગીરી અંતર્ગત મ્ન્ર્ં તરીકેની કામગીરી સતત કરી રહ્યા છે. આ કામગીરીમાં પડતી મુશ્કેલીઓ સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા સેવા સદન ખાતે આજરોજ મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ રાજેશ પટેલ તથા પરેશ પટેલ સહિતનાં હોદ્દેદારોએ આ તકે ધારદાર રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સદર કામગીરી આજદિન સુધી માત્ર પ્રાથમિક શાળાનાં શિક્ષકોને જ સોંપવામાં આવે છે. હાલમાં સરકારશ્રી દ્વારા સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ દર શનિવારે બાળકોની એકમ કસોટી લઈ તેને તપાસી, કાચી રહેલ ક્ષમતાઓનું ઉપચારાત્મક કાર્ય કરી અને પુનઃ કસોટી લઈ ફેરતપાસ પણ કરવાની હોય છે.
ઉપરાંત અભ્યાસક્રમ નિયત સમયમાં પૂર્ણ કરવાનો હોય છે જેથી કરી શૈક્ષણિક કાર્યભાર વધુ હોય છે. મ્ન્ર્ંની કામગીરીનાં કારણે શિક્ષણ ઉપર ખૂબ માઠી અસર પડે છે. તેમજ પરપ્રાંતનાં રહેણાંક વિસ્તારોમાં મ્ન્ર્ં તરીકે શિક્ષિકા બહેનોની નિમણૂંક કરવામાં આવેલ હોઈ તેમની સલામતી જાેખમાય છે. સતત સુધારણા અંતર્ગત જાહેર રજાનાં દિવસો દરમિયાન કામગીરી કરવાની થતી હોઇ સામાજિક સંબંધો અને પ્રસંગોને પણ ન્યાય આપી શકાતો નથી.