રિક્ષા ચાલકો નવા ડ્રેસકોડ સામે આંદોલન કરશે
અમદાવાદ, મોટર વેહીકલ એકટ ૧૯૮૮,અને એમાં સુધારો કરી ,ગુજરાત મોટર વેહીકલ એકટ ૧૯૮૯ પ્રમાણે રિક્શા ચાલકો માટે આજે સરકારે ,વાદળી એપરોન યુનિફોર્મ તરીકે પહેરવા અંગે નોટીફીકેશન બાહર પાડેલ છે. સૈદ્ધાંતિક રીતે યુનિફોર્મ સ્વીકાર્ય છે.પણ આ નોટીફીકેશન બાહર પાડવાની ની પદ્ધતિ તેમજ સમય નો રિક્શા ચાલક સ્વાભિમાન અધિકાર આંદોલન ના તમામ ઘટક યુનિયનો વિરોધ કરે છે.
હકીકતમાં રિક્શા ચાલકો ના મૂળ સવાલો માટે ચાલતા આંદોલન તોડવા આ સરકાર નો એકતરફી પગલાં ને વખોડી કાઢવા માં આવે છે.પહેલાં થી જ આર્થિક રીતે કફોડી હાલત માં મૂકાયા રિક્શા ચાલકો યુનિફોર્મ નો ખર્ચ કરી શકશે નહીં. કાયદા નો અમલ ફક્ત રિક્શા ચાલકો માટે કેમ? આ સંદર્ભે તા.૧૫-૭-૨૦ ૩.૦૦ વાગે વિવિધ યુનિયનો ના આગેવાનો ની અગત્ય ની મીટીંગ, મુખ્ય કન્વીનર શ્રી અશોક પંજાબી ના નેતૃત્વ માં મળશે.