ટિ્વટર પર બ્લૂ ટિક માટે હવે ૮ ડોલર આપવા પડશે: એલન મસ્ક
નવીદિલ્હી, ટિ્વટરના નવા માલિક એલન મસ્કે કહ્યું છે કે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર બ્લૂ ટિક મેળવવા માટે દર મહિને ૮ ડોલર (૬૬૦ રૂપિયા) ચાર્જ લગાવવામાં આવશે. બ્લૂ ટિક એ દર્શાવે છે કે એકાઉન્ટ વેરિફાઈડ છે. એલન મસ્કે બ્લૂ ટિકને લોકો માટે મોટી તાકાત ગણાવી છે. આ સાથે જ બ્લૂ ટિકની ચૂકવણીના ફાયદા પણ ગણાવ્યા.
મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે બ્લૂ ટિકનો ચાર્જ સંબંધિત દેશની પર્ચેઝિંગ પાવર મુજબ હશે. એલન મસ્કે એમ પણ જણાવ્યું કે તેના શું ફાયદા થશે. ટ્વીટમાં મસ્કે લખ્યું કે યૂઝર્સને મેન્શન, રિપ્લાય અને સર્ચમાં પ્રાથમિકતા મળશે. જે સ્પમ અને સ્કેમને હરાવવામાં ખુબ જરૂરી છે. તમે મોટા મોટા વીડિયો અને ઓડિયો પોસ્ટ કરી શકશો. આ ઉપરાંત જાહેરાતોની સંખ્યા પણ મર્યાદિત હશે.
ટિ્વટરને ખરીદ્યા બાદ હવે એલન મસ્ક બોસથી બિગ બોસ બની ગયા છે. સીઈઓ પરાગ અગ્રવાલ અને ચીફ ફાઈનાન્સ ઓફિસર નેડ સેગલની હકાલપટ્ટી કરવા જેવા પોતાના ર્નિણયોના કારણે સતત ચર્ચામાં છે. હવે મસ્કે અધિગ્રહણ બાદ ટિ્વટરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને ભંગ કર્યા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે અમેરિકી પ્રતિભૂતિ અને વિનિમય આયોગ (એસઈસી)ની સોમવારે થયેલી ફાઈલિંગ મુબ એલન મસ્ક ટિ્વટરના એકમાત્ર ડાયરેક્ટર બની ગયા છે. એ સાબિત કરે છે કે ટિ્વટરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થવાની જગ્યાએ એલન મસ્ક હવે એકમાત્ર પ્રતિસ્થાપક છે.
ફાઈલિંગમાં કહેવાયું છે કે ૨૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ અને વિલય ખતમ થયા બાદ મસ્ક ટિ્વટરના એકમાત્ર ડાયરેક્ટર બની ગયા છે. એસઈસી ફાઈલિંગ મુજબ વિલય સમજૂતિની શરતો મુજબ જે લોકો વિલયથી પહેલા ટિ્વટરના ડાયરેક્ટર હતા તેઓ હવે નથી.
જેમાં બ્રેટ ટેલર, પરાગ અગ્રવાલ, ઓમિડ કોર્ડેસ્ટાની, ડેવિડ રોસેનબ્લેટ, માર્થા લેન ફોક્સ, પેટ્રિક પિચેટ, એગોન ડરબન, ફી-ફી લી અને મિમી અલેમાયે સામેલ છે.
મસ્કે ગત અઠવાડિયે ટિ્વટર બોસ તરીકે પદભાર સંભાળ્યો હતો અને તેમણે ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ, મુખ્ય નાણાકીય અધિકારી નેડ સેગલ, કંપનીના નીતિ પ્રમુખ વિજયા ગડ્ડે અને અન્યને કંપનીમાંથી બરતરફ કર્યા હતા.HS1MS