Western Times News

Gujarati News

બ્લ્યુટુથ ઓન રાખવાની ટેવ છે તો વાંચી લો, તમારો ડેટા ચોરાઈ શકે છે

બ્લુબગિંગ એવી ટેકનિક છે કે જેના ઉપયોગ હેકર્સ કોઈ પણ મોબાઈલનો ડેટા બ્લ્યુટુથ થકી આંચકી શકે છે

મોટાભાગના હેકર્સ શિડ્યુલ બેંકનાં એકાઉન્ટ વાપરે છે-આવી બેંકોનાં ખાતાં ખોટાં સરનામાંવાળા હોય છે-

બ્લ્યૂબગિંગઃ સાયબર ક્રાઈમ માટે નવો તખ્તો, બ્લ્યૂટૂથ જાેખમી બન્યું

સાયબર એટેક અને ત્રાસવાદી એટેકમાં અનેક સમાનતાઓ છે, પરંતુ મુખ્ય તફાવત એ છે કે એકમાં લાખો- કરોડો ગુમાવવા પડે છે અને બીજામાં મહામૂલી જીંદગીનો ભોગ લેવાય છે. બંને કેસમાં તપાસ એજન્સીઓ નબળી પુરવાર થઈ રહી છે. જેમ માનવજાતના વિકાસ સાથે જ ત્રાસવાદ પણ પ્રસર્યો છે તેમ ડિજિટલ ટેકનોલોજીના વિકાસ સાથે જ હેકર્સનો વિકાસ થયો છે.

આપણા પુરાણોમાં રાક્ષસોનો ઉલ્લેખ છે. આ રાક્ષસો એ આજના ત્રાસવાદીઓ છે. બંનેમાં દુશ્મન દેશ ખલનાયક છે. બ્લ્યૂગિંગ આવા જ એક રાક્ષસનું નામ છે જેનો ઉપયોગ કરીને હેકર્સ મોટી કંપનીઓના ડિજિટલ ડેટા હેક કરીને પોતાની મનમાની કરી શકે છે. BlueBorne,  Bluesnarfing, Bluejacking, Bluetooth Impersonation Attacks (BIAS), BlueBugging

એઈમ્સ પર થયેલા સાઈબર એટેકમાં ર૦૦ કરોડની ખંડણીની માંગ હતી. વિશ્વભરમાં માલવેર એટેકના કારણે કરોડોની ખંડણી ચૂકવવી પડે છે. ડિજિટલ પોલીસ અસરકારક કામ નથી કરી શકતી એટલે યુઝર્સના ડિજિટલ અજ્ઞાન સાથે તેને જાેડી દેવાય છે. BlueBugging uses “Bluetooth to establish a backdoor on a victim’s phone or laptop” (AT&T Cybersecurity). Not only can the attacker hack Bluetooth devices, but they can also view all data on your device.

https://hackernoon.com/how-to-hack-bluetooth-devices-5-common-vulnerabilities-ng2537af

બ્લ્યૂગિંગ, બ્લ્યૂજેકીંગ તેમજ બ્લ્ય્નરફીંગ વગેરે વચ્ચે નવા શબ્દો પ્રચલીત થયા છે. હેકીંગ કરનારા વિવિધ સિસ્ટમ અપનાવે છે. નામાંકિત કોલેજાે એથિકલ હેકર્સના કોર્સ ચલાવે છે, પરંતુ હેકીંગમાં માસ્ટર એવી સાયબર ગેંગ પાસેથી સાયબર પોલીસે શિક્ષણ લેવાની જરૂર હોય એમ લાગી રહ્યું છે.  હકીકત એ છે કે સાયબર પોલીસ કરતો હેકર્સ વારંવાર સ્માર્ટ સાબિત થયા છે.

હેકર્સ એક સાથે અનેક ગુના આચરી શકે છે, જયારે અનેક સાયબર પોલીસ ભેગા થઈને માંડ એક હેકર્સને પકડી શકે છે. બ્લ્યૂટૂથ સાથેના ડિવાઈસ વાપરવામાં આધુનિક લાગે છે, પરંતુ હેકર્સ માટે તે પ્લેટફોર્મ સમાન હોય છે.

સ્માર્ટફોનના વપરાશકારોનો ડેટા મેળવવા હેકર્સ બ્લ્યૂટૂથનો ઉપયોગ કરનારને નિશાન બનાવે છે. આ રીતે ડેટા મેળવવાની સિસ્ટમને બ્લ્યૂબિંગ કહે છે.

બહુ સિક્યોર ગણાતા આઈફોન પરનો ડેટા પણ હેકર્સ આંચકી શકે છે આઈફોન કરતા પણ વધુ સિક્યોર ગણાતો સરકારી હોસ્પિટલો અને સરકારી પોર્ટલ વગેરેનો ડેટા પણ હેકર્સ આંચકી શકે છે. બ્લ્યૂબિંગ એવી ટેકનિક છે કે જેના ઉપયોગ હેકર્સ કોઈ પણ ડિવાઈસનો ડેટા આંચકી લેવા, ફોન કરવા, મેસેજ વાંચવા, ટેકસ્ટ મેસેજ મોકલવા વગેરે માટે કરી શકે છે

તે તો ઠીક છે, પરંતુ ફોન પણ પોતાની ડિવાઈસ પર ડાયવર્ટ કરી શકે છે. જયારે હેકર્સે બ્લ્યૂબિંગગ તૈયાર કર્યું ત્યારે લેપટોપનો ડેટા આંચકી લેવા ટાર્ગેટ કરાતું હતું પરંતુ હવે તે બ્લ્યૂટૂથ સાથે સંકળાયેલા તમામ ડિવાઈસ પર પોતાના ગંદા હાથ લંબાવી શકે છે.

સાઈબર નિષ્ણાતો એમ કહીને ચેતવે છે કે જે એપ્લીકેશન્સ વાયરલેસ ઈયરબડસથી સ્માર્ટ ફોન કે લેપટોપ સાથે કનેકટ થતી હોય તે ડિવાઈસ પર થતી મેસેજની આપલે હેકર્સ રેકોર્ડ કરી શકે છે. અહીં મહત્વનું છે કે હેકર્સ લેપટોપ કે સ્માર્ટફોનના વપરાશકારથી ૧૦ મીટરના અંતરે બેઠા હોય તો પણ બ્લ્યૂબગિંગનો ઉપયોગ કરી શકે છે. તે પોતાની ડિવાઈસમાંથી ૧૦ મીટર દૂર બેઠેલા અન્ય વપરાશકારના ડિવાઈસમાં માલવેર મોકલી શકે છે. માલવેર એક્ટિવ થાય કે તરત જ હેકર્સના હાથમાં બાજી આવી જાય છે.

સાયબર નિષ્ણાતોએ બ્લ્યૂગિંગની ટેકનિકનો ભોગ બનતા અટકાવવાની ચાવી બતાવી છે. તેમના મતે દરેકે પોતાનો ફોન અપડેટ કરાવવો જાેઈએ અને સોફટવેરના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવો જાેઈએ. જાે આમ થાય તો ડિવાઈસમાં ઘુસેલો બગ કામ કરી શકતો નથી. મહત્વનું એ પણ છે કે બ્લ્યૂટૂથ વપરાશમાં ના હોય ત્યારે બંધ કરી દેવું જાેઈએ. જાહેર જગ્યા પરના વાઈ-ફાઈ વાપરતા હોઈએ ત્યારે બ્લ્યૂટૂથ બંધ કરવાનું ભુલવું ના જાેઈએ.

લોકોની જાગૃતિ માટે ‘રહો સાયબરસેફ’ જેવા કેમ્પેન ચલાવાયા છે. સાયબર ઈન્શ્યોરન્સ પોલિસી લેવાનું પણ સૂચન પણ થાય છે. મોટાભાગના હેકર્સ શિડયુલ બેંકના એકાઉન્ટ વાપરે છે અને તેમાં પૈસા જમા કરાવે છે. આવી બેંકોના ખાતા ખોટાં સરનામાવાળા હોય છે. આ માટે બેંકોને પણ જવાબદાર ગણવી જાેઈએ.

સિનિયર સિટીઝન સાઈબર ક્રાઈમના વધુ ભોગ બનતા હોય છે. ઈન્ટરનેટ પર દરેક સ્તરે જાગૃતિ જરૂરી હોય છે. એક અહેવાલ અનુસાર ર૦ર૧-રરમાં ભારતમાં ૧ર૮ કરોડ રૂપિયાના ઓનલાઈન બેકિંગ ફ્રોડ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.