BMW ની MINI 3- ડોર હેચ રેન્જનું ભારતમાં આગમન
ઓલ- ન્યૂ MINI3- ડોર હેચ –એક્સપ્લોર એવરી કોર્નર -ઓલ- ન્યૂ MINI કન્વર્ટિબલ- લાઈવ અનફિલ્ટર્ડ.
ઓલ- ન્યૂ MINI જોન કૂપર વર્કસ હેચ – MINI થ્રિલ મેક્સિમાઈઝ્ડ.
MINI ઈન્ડિયા દ્વારા ઓલ- ન્યૂ MINI 3- ડોર હેચ, ઓલ- ન્યૂ MINI કન્વર્ટિબલ અને ઓલ- ન્યૂ MINI જોન કૂપર વર્કસ હેચ આજે ભારતમાં લોન્ચ કરવામાં આવી. આ ઓલ- ન્યૂ MINI રેન્જ કમ્પ્લીટ્લી બિલ્ટ- અપ યુનિટ્સ (CBUs)તરીકે પેટ્રોલ એન્જિન્સમાં મળશે. ટેસ્ટ ડ્રાઈવ્ઝ અને બુકિંગ્સ સર્વ MINI ઓથોરાઈઝ્ડ ડીલર્સ અને MINI ઓનલાઈન શોપ (shop.mini.in)ખાતે ઉપલબ્ધ છે. MINI હવે ભારતમાં પ્રીમિયમ કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં પ્રોડક્ટ્સની તેની નવી શ્રેણી ઓફર કરે છે.
શ્રી. વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “આરંભથી ઓથેન્ટિક ડિઝાઈન, અજોડ સ્ટાઈલ અને ડ્રાઈવિંગ ફન સમકાલીન ગુણો છે, જે આઈકોનિક MINIને અનોખી તારવે છે. મોડર્ન MINIના લોન્ચ પછી 20 વર્ષે નવા મોડેલની નિર્મિતીમાં ફરીથી પોતાની અંદર પુનર્ખોજ ચાલુ રખાઈ છે અને તેની ભાવનાત્મક ડિઝાઈન, ગો-કાર્ટ ફીલ અને ચતુર કાર્યશીલતાને વધારે છે.
અમે ભારતમાં અમારા ગ્રાહકોને માર્ચમાં ન્યૂ MINI કન્ટ્રીમેનના લોન્ચ સાથે MINI પ્રોડક્ટ્સની સંપૂર્ણ નવી શ્રેણી અને હવે ઓલ- ન્યૂ MINI3- ડોર હેચ, ઓલ- ન્યૂ MINI કન્વર્ટિબલ અને ઓલ- ન્યૂ MINI જોનકૂપર વર્કસ હેચ ઓફર કરવામાં ખુશી અનુભવી રહ્યા છીએ. ભારતમાં પ્રીમિયમ સ્મોલ કાર સેગમેન્ટમાં MINIના અપવાદાત્મક સ્થાનને તે નોંધપાત્ર રીતે મજબૂત કરે છે.”
ઓલ- ન્યૂ MINI3-ડોર હેચ, ઓલ- ન્યૂ MINI કન્વર્ટિબલ અને ઓલ- ન્યૂ MINI જોન કૂપર વર્કસ હેચે સઘન કાયાકલ્પ, બહેતર સ્ટાન્ડર્ડ પ્રોફાઈલ અને સરળ ઓફર માળખા સાથે ક્રાંતિના નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે. તે મોજમસ્તીભર્યા ડ્રાઈવિંગ માટે MINIના પ્રેમ સાથે મોડર્ન ડિઝાઈન સાથે એજાઈલ હેન્ડલિંગ માટે લગનીને અધોરેખિત કરે છે. નવી પેઢીની કાર સાથે MINIની નવી બ્રાન્ડ કેમ્પેઈન ‘BIG LOVE’પણ રજૂ કરવામાં આવી છે, જે વૈવિધ્યતા અંગીકાર કરવા સાથે વ્યક્તિગતતાની ઉજવણીના તેના બેસુમાર જોશને પણ મઢી લે છે. અમે સર્વ અલગ છીએ,
પરંતુ અમે એકત્ર બહુ જ સરસ છીએ. BIGLOVE.
પેટ્રોલ એન્જિન વેરિયન્ટ્સની એક્સ- શોરૂમ કિંમતો*નીચે મુજબ છેઃ
ઓલ- ન્યૂ MINI 3-ડોર હેચ : ₹38,00,000
ઓલ- ન્યૂ MINI કન્વર્ટિબલ : ₹44,00,000
ઓલ- ન્યૂ MINI જોન કૂપર વર્કસ હેચ : ₹45,50,000
*ઈન્વોઈસિંગ સમયે પ્રવર્તમાન કિંમત લાગુ થશે. એક્સ- શોરૂમ કિંમતોમાં લાગુ મુજબ GST (કોમ્પેન્સેશન સેસ સહિત) સમાવિષ્ટ છે, પરંતુ રોડ ટેક્સ, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS), RTO સ્ટેચ્યુટરી ટેક્સીસ /ફીઝ, અન્ય લોકલ ટેક્સ સેસ લેવીઝ અને ઈન્શ્યુરન્સ સમાવિષ્ટ નથી. કિંમત અને વિકલ્પો પૂર્વસૂચના વિના ફેરફારને આધીન છે. વધુ માહિતી માટે કૃપા કરી સ્થાનિક MINI ઓથોરાઈઝ્ડ ડીલરનો સંપર્ક કરો.
ઓલ- ન્યૂ MINI 3-ડોર હેચ, ઓલ- ન્યૂ MINI કન્વર્ટિબલ અને ઓલ- ન્યૂ MINI જોન કૂપર વર્કસ હેચ 11 આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છેઃ આઈલેન્ડ બ્લુ*, રૂફટોપ ગ્રે*, બ્રિટિશ રેસિંગ ગ્રાન, ચિલી રેડ, મિડનાઈટ બ્લેક, મૂનવોક ગ્રે, પેપર વ્હાઈટ, વ્હાઈટ સિલ્વર, એનિગ્મેટિક બ્લેક (ઓપ્શનલ), ઝેસ્ટી યેલો** અને રિબેલ ગ્રીન***નો સમાવેશ થાય છે.
વ્યક્તિગત આવશ્યકતાઓ અનુસાર કસ્ટમાઈઝ્ડ અને ફ્લેક્સિબલ ફાઈનાન્શિયલ સોલ્યુશન્સ ડિઝાઈન કરી શકાય છે, જે ઉત્તમ મૂલ્ય અને સંપૂર્ણ મનની શાંતિ આપે છે. MINIઈન્ડિયા સંરક્ષિત અને વ્યાપક માલિકી પેકેજીસ ઓફર કરે છે, જેમાં સર્વિસ ઈન્ક્લુઝિવ, રિપેર ઈન્ક્લુઝિવ અને MINIસિક્યોરનો સમાવેશ થાય છે, જે માલિકી ખર્ચને વધુ ઓછો કરે છે.
ગ્રાહકો મુદત અને માઈલેજ અનુસાર વિવિધ પ્રકારના સર્વિસ પ્લાન્સમાંથી પસંદગી કરી શકે છે. પેકેજીસ કંડિશન બેઝ્ડ સર્વિસ (CBS) 3 yrs / 40,000 kmsથી 10 yrs / 2,00,000 kms સુધી શ્રેણીમાં પ્લાન્સ સાથે મેઈનટેનન્સ સાથે ઉપલબ્ધ છે.
‘BIG LOVE’બ્રાન્ડ કેમ્પેઈન MINI અને તેની વ્યક્તિગતતાનું અસલ પ્રતિબિંબ છે. તે ફક્ત સ્લોગન કે મંત્ર નથી, તે વિચારધારા છે. ખુલ્લા મનથી દુનિયાને આવકારવાનું અને ખુલ્લા મનથી માર્ગો પર સવારી કરવાનું વલણ. આ માન્યતા છે, જે સૂચિત કરે છે વ્યક્તિગતતામાં સુંદરતા છે અને વૈવિધ્યતામાં સમૃદ્ધિ છે.
MINIએ હંમેશાં ફરકને અંગીકાર કર્યો છે. 1959થી માલિકોએ તેમની MINIને તેમના પોતાના અજોડ સ્વના વિસ્તાર તરીકે જોઈ છે. તેમણે પોતાની અંગત શૈલી સાથે પ્રતિબિંબિત કરવા તેને કસ્ટમાઈઝ્ડ કરી છે. તેમણે તેને વ્યક્તિગતતા અને સ્વ- અભિવ્યક્તિના પ્રતીકમાં ફેરવી છે. તેમણે કાર એ ફક્ત કાર છે અને તેની સામે વ્યાખ્યા કરેલી MINI છે એ વિચારની વ્યાખ્યા કરી છે. નવી BIGLOVE બ્રાન્ડ કેમ્પેઈન પ્રિંટ, ડિજિટલ, ઓનલાઈન અને MINI શોરૂમ્સમાં લાઈવ જશે.
ઓલ- ન્યૂ MINI 3-ડોર હેચ, MINI કન્વર્ટિબલ અને MINI જોન કૂપર વર્કસ હેચ.
ઓલ- ન્યૂ MINI 3-ડોર હેચ અને ઓલ- ન્યૂ MINI કન્વર્ટિબલ હવે તેની સાદગીપૂર્ણ અને આધુનિક ડિઝાઈન સાથે અગાઉ કરતાં બહેતર દેખાય છે. આ નવી એક્સટીરિયર ડિઝાઈન ભાષા હવે MINIના નિર્વિવાદ દેખાવને બહેતર સુશોભિતતા સાથે તેના શુદ્ધતમ સ્વરૂપમાં છે. આગળનો દેખાવ અભિવ્યક્ત છે અને હેક્ઝાગોનલ રેડિયેટર ગ્રિલની નવી લાક્ષણિકતાથી વર્ચસ સ્થાપિત કરે છે, જે મોડર્ન, અત્યાધુનિક ખૂબીઓ અને ગોળ હોલમાર્ક MINI LED હેડલાઈટ્સની શોભા વધારે છે.
ફોગ લાઈટ્સ હવે LED હેડલાઈટ્સ સાથે ઈન્ટીગ્રેટેડ છે. LED સાઈડ ઈન્ડિકેટર્સ નવેસરથી ડિઝાઈન કરાયેલા સાઈડ સ્કટલ્સમાં ઈન્ટીગ્રેટેડ છે. શોર્ટ ઓવરહેન્ગ્સે વ્હીલ આર્ચ સરાઉન્ડ્સના આકર્ષક નવા કોન્ટુર્સ સાથે સાઈડ વ્યુની વ્યાખ્યા કરવાનું ચાલુ રાખ્યું છે. બ્રિટિશ- ફ્લેગ- પ્રેરિતરિયર લાઈટ્સ ગ્રાફિક્સ યુનિયન જેક ડિઝાઈનમાં છે. રિયર ફોગ લાઈટ હવે સાંકડા LED તરીકે રિયર એપ્રોનમાં ઈન્ટીગ્રેટેડ છે. નવા એર ઈનટેક્સ બોડીવર્ક અને વધતા એરોડાયનેમિક્સ સાથે વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ છે.
MINI જોન કૂપર વર્કસ મોડેલ્સ રોમાંચ નિર્માણ કરવા માટે નિર્માણ કરવામાં આવ્યા છે. ઓલ- ન્યૂ MINI જોન કૂપર વર્કસ હેચમાં મધ્યભાગમાં નવી હેક્ઝાગોનલ રેડિયેટર ગ્રિલ છે અને લાલ રંગમાં તળિયાના ધારના ફિનિશ્ડ ખાતે ક્રોસ મેમ્બર સાથે લાક્ષણિક હનીકોમ્બ પેટર્ન ધરાવે છે. ટોચના એથ્લેટ માટે જ અનામત એક્સક્લુઝિવ જોન કૂપર વર્કસ બોનેટ સ્ટ્રાઈપ્સ
અજોડ રેસ- પ્રેરિત લૂક ઉમેરે છે. રેસિંગ જીન્સ વ્હાઈટ, બ્લેકમાં રૂફ અને મિરર કેપ્સ અથવા એક્લક્લુઝિવ્લી ચિલી રેડમાં MINI જોન કૂપર વર્કસ માટે કોન્ટ્રાસ્ટિંગ પેઈન્ટ ફિનિશ સાથે વધુ બહેતર બનાવે છે. એરોડાયનેમિક્સ વિશિષ્ટતાઓમાં ઈન્ટીગ્રલ એરડક્ટસ, સાઈડ સિલ્સ સાથે ફ્રન્ટ એપ્રોનનો સમાવેશ થાય છે, જે બેરોકટોક ડ્રાઈવિંગ ડાયનેમિક્સની ખાતરી રાખે છે.
MINI 3- ડોર હેચ અને MINI કન્વર્ટિબલ ચાર નવા રંગોમાં મળશે- રૂફટોપ ગ્રે મેટાલિક, આઈલેન્ડ બ્લુ મેટાલિક, એનિગ્મેટિક બ્લેક અને ઝેસ્ટી યેલો (ફક્ત MINI કન્વર્ટિબલ માટે). ડોર હેન્ડલ્સ, સાઈડ સ્કટલ્સ, ફ્યુઅલ કેપ ઉપલબ્ધ હોય ત્યાં ઓપ્શનલ પિયાનો બ્લેક એક્સટીરિયર, બોનેટ અને લગેજ કમ્પાર્ટમેન્ટ લિડ MINI પર લોગો, મોડેલ લેટરિંગ અને એક્ઝોસ્ટ સિસ્ટમના ટેઈલપાઈપ્સ હવે હેડલાઈટ્સ, રેડિયેટર ગ્રિલ અને રિયર લાઈટ્સના સરાઉન્ડ્સ ઉપરાંત હાઈ- ગ્લોસ બ્લેકમાં ફિનિશ્ડ છે.
રૂફ અને એક્સટીરિયર મિરર કેપ્સ માટે કોન્ટ્રાસ્ટિંગ કલર્સ સૌથી આકર્ષક ડિઝાઈન વિશિષ્ટતામાંથી એક છે. બોડી કલર, જેટ બ્લેક, એસ્પન વ્હાઈટ અને મેલ્ટિંગ સિલ્વર પેઈન્ટવર્ક (MINI3- ડોરહેચ અને કન્વર્ટિબલ માટે) તેમ જ MINI જોન કૂપર વર્કસ માટેચિલી રેડ ઉપરાંત MINI3- ડોર હેચ માટે રૂફ પેઈન્ચ ફિનિશનો ન્યૂ અને ઈનોવેટિવ અને ગ્લોબલી યુનિક વેરિયન્ટ ઓફર કરવામાં આવે છે. નવું મલ્ટીટોન રૂફ (MINI3- ડોક અને MINIJCW)માં પિયર્લી એક્વાથી જેટ બ્લેક થકી સાન મરીનો બ્લુ સુધી કલર ગ્રેડિયન્ટ છે, જે વિંડસ્ક્રીન ફ્રેમથી રિયર સુધી વિસ્તરતી નવી પેઈન્ટિંગ ટેક્નિકથી નિર્મણ કરાયું છે. મલ્ટીટોન રૂફ સાથે દરેક MINI કલર પેટર્નમાં સહેજ ભિન્નતાને લીધે અજોડ છે.
17-inch(43.66 cm)લાઈટ – એલોય વ્હીલ્સની નવી રેન્જ ઓલ- ન્યૂ MINI3- ડોર હેચ અને MINI કન્વર્ટિબલ માટે સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ છે. આમાં લાઈટ એલોય વ્હીલ્સ રાઉલેટ સ્પોક- ટુ- ટોન, લાઈટએલોય વ્હીલ્સ ટેન્ટેકલ સ્પોક- બ્લેક, લાઈટ એલોય વ્હીલ્સ રેઈલ સ્પોક- ટુ- ટોન અનેજોન કૂપર વર્કસ ટ્રેક સ્પોક- બ્લેકનો સમાવેશ થાયછે, જે 18-inch(46.20 cm)જોન કૂપર વર્કસ કોર્સ સ્પોક 2- ટોનના વિકલ્પ સાથે ઓલ- ન્યૂ MINI જોન કૂપર વર્કસ હેચ માટે ખાસ છે.
ઈન્ટીરિયર નવું અને અત્યાધુનિક છે, જે બે નવા MINIઈન્ટીરિયર સરફેસીસ સિલ્વર ચેકર્ડ (જેમાંડોરમાં ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ સરફેસ અને એલિપ્ટિકલ રિંગમાં સ્પોર્ટી સ્ટાઈલ ચેકર્ડ ડિઝાઈનમાં ઉપલબ્ધ છે) અને MINI ઈન્ટીરિયર સરફેસીસ એલ્યુમિનિયમ (આડી રેખાઓની વિરુદ્ધ ક્લાસિકલ હેરિંગબોન ડિઝાઈનની આધુનિક, દષ્ટિગોચર પ્રભાવશાળી ઉત્ક્રાંતિ આલેખિત કરે છે). અપહોલ્સ્ટરી વિકલ્પોમાં અસલ મટીરિયલ્સનું નવીનતાસભર ડિઝાઈન સાથે મિલન થાય છે.
MINI 3-ડોર હેચ અને MINI કન્વર્ટિબલ બે નવા સ્ટાન્ડર્ડ અપહોલ્સ્ટરી વિકલ્પો સાથ આવે છે- બ્લેક પર્લ લાઈટ ચેકર્ડ અને બ્લેક પર્લ કાર્બન બ્લેકમાં ક્લોધ- લેધરેટના સંયોજનનો સમાવેશ થાય છે. સ્પોર્ટસ સીટ્સ લાઈટ ચેકર્ડ ડિઝાઈનમાં તેની સપાટીઓ માટે 100% રિસાઈકલ્ડ મટીરિયલનો ઉપયોગ કરે છે.
લેધરેટ કાર્બન બ્લેક સ્ટાન્ડર્ડ વિકલ્પ તરીકે પણ ઉપલબ્ધ છે. અપહોલ્સ્ટરીના વધારાના વિકલ્પોમાં કાર્બન બ્લેકમાં MINI યોર્સ લેધર લાઉન્જ, કાર્બન બ્લેકમાં લેધર ક્રોસ પંચ, સેટેલાઈટ ગ્રે અને માલ્ટ બ્રાઉનમાં લેધર ચેસ્ટર અને ડાયનેમિકામાં JCW સ્પોર્ટસ સીટ્સનો સમાવેશ થાય છે.
નવી મલ્ટીફંકશન સ્ટીયરિંગ વ્હીલ ડિઝાઈન વધુ ફંકશન્સને જોડે છે છતાં ઘણી બધી કંટ્રોલની સપાટીઓને ઓછી કરે છે. સ્પોર્ટસ સીટ્સ લાઈટ ચેકર્ડ ડિઝાઈનમાં તેની સપાટીઓ 100% રિસાઈકલ્ડ મટીરિયલનો ઉપયોગ કરે છે.હોલમાર્ક સેન્ટ્રલ ઈન્સ્ટ્રુમેન્ટનો પ્રીમિયમ લૂક પણ મહત્તમ કરાયો છે. 8.8-inch (22.35 cm) કલર ટચસ્ક્રીન ડિસ્પ્લે, ટચ- સેન્સિટિવ ફેવરીટ બટન્સ અને પિયાનો બ્લેક હાઈ- ગ્લોસ સપાટીઓ હવે સ્ટાન્ડર્ડ વિશિષ્ટતાઓ છે.
ઉપરાંત હેઝર્ડ વોર્નિંગ લાઈટ્સ અને ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ માટે ઓડિયો કંટ્રોલ યુનિટ અને ફંકશન બટન્સ વર્તુળાકાર કંટ્રોલ યુનિટમાં બહુ જ ઉત્તમ રીતે ઈન્ટીગ્રેટ કરાયાં છે. એમ્બિયન્ટ લાઈટ ઓપ્શન સાથે સંયોજનમાં લેઝર સાથે નવી સરફેસ ડિઝાઈન સેન્ટ્રલ ઈન્સ્ટ્રુમેન્ટની આસપાસ LED લાઈટિંગના દેખાવને શોભાવે છે. સેન્ટલ કોન્સોલ પર ગોઠવાયેલું ઓપરેટિંગ સિસ્ટમ કંટ્રોલરમાં હવે નેવિગેશન સિસ્ટમ સાથે સંયોજનમાં સંપૂર્ણ કાળી સપાટી રખાઈ છે. સ્ટીયરિંગ કોલમ પર વૈકલ્પિક 5-inch (12.70 cm)મલ્ટીફંકશનલ ઈન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે ડ્રાઈવરના કોકપિટને સંપૂર્ણ નવો અહેસાસ આપે છે.
વૈકલ્પિક MINIવાયર્ડ પેકેજ નેવિગેશન સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, બહેતર બ્લુટૂથ મોબાઈલ તૈયારીઓ સાથે આવે છે. મલ્ટીફંકશનલ ઈન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે MINIવાયર્ડ પેકેજસાથે સ્ટાન્ડર્ડ તરીકે આવે છે. અન્ય ઈન્ફોટેઈનમેન્ટ વિકલ્પોમાં MINI રેડિયો વિઝ્યુઅલ બૂસ્ટ +MINI નેવિગેશન સાથે અથવા વાયર્ડ પેકેજ અને હર્મન કાર્ડન Hi-Fi સ્પીકર સિસ્ટમ સાથે એપ્પલ કારપ્લે®નો સમાવેશ થાય છે.
MINI એક્સાઈટમેન્ટ પેકમાં LED ઈન્ટીરિયર અને એમ્બિયન્ટ લાઈટિંગનો સમાવેશ થાય છે, જે કારના દરવાજા ખોલ અને બંધ કરવામાં આવે ત્યારે પસંદગીના રંગોની પસંદગી સાથે કોકપિટને પ્રકાશમાન કરે છે તેમ જ ડ્રાઈવરની બાજુ પર એક્સટીરિયર મિરરમાંથી MINI લોગોનું પ્રોજેકશન થાય છે. ઉપરાંત નવાં ‘લાઉન્જ’ અને ‘સ્પોર્ટ’ મોડ્સ પ્રત્યેકી છ ઈન્ટીરિયર લાઈટ કલર્સની પસંદગી આપે છે. ‘લાઉન્જ’ મોડમાં પ્રદર્શિત કન્ટેન્ટ ટર્કોઈસ અને પેટ્રોલ બ્લુ વચ્ચે શ્રેણીમાં રિલેક્સિંગ કલર સેટિંગમાં છે.‘સ્પોર્ટ’મોડમાં સ્ક્રીનની પાર્શ્વભૂ રેડ અને એન્થ્રેસાઈટમાં છે.
પાવરની વાત આવે ત્યારે MINI 3- ડોર હેચ અને MINI કન્વર્ટિબલ કોઈ બાંધછોડ કરતી નથી અને અભૂતપૂર્વ પરફોર્મન્સ અને ઈંધણ કાર્યક્ષમતા આપતી નવી MINIટ્વિપાવર ટર્બો ટેકનોલોજી દ્વારા પાવર્ડ છે. ટ્વિનપાવર ટર્બો ટેકનોલોજી સાથે 2- લિટર 4- સિલિંડર પેટ્રોલ એન્જિન 192 hp/141 kWનું પીક આઉટપુટ એકત્રિત કરે છે અને 1,350 – 4,600 rpm ખાતે 280Nmનું મહત્તમ ટોર્ક પેદા કરે છે. MINI 3-ડોર હેચ 6.7સેકંડ્સમાં 0થી 100 km/hrસુધી સ્પ્રિંટ કરે છે, જ્યારે MINI કન્લર્ટિબલ 0થી 100 km/hr માટે 7.1 સેકંડ્સ લે છે.
પરફોર્મન્સ મહત્ત્વપૂર્ણ છે અને MINI જોન કૂપર વર્કસ હેચમાં ધબકાર વધારતું રહે છે. મંત્રમુગ્ધ કરનારું ટોર્ક 2.0 લિટર, 4- સિલિંડર ટવિનપાવર ટર્બો એન્જિનદ્વારા ઊપજાવવામાં આવે છે, જે 6.1 સેકંડ્સમાં 100 km/hr હિટ કરતાં 231 hp/170 kWનું પીક આઉટપુટ અને 1,450 – 4,800 rpm ખાતે 320 Nmનું મહત્તમ ટોર્ક ઊપજાવે છે.
MINI 3- ડોર હેચ અને કન્વર્ટિબલમાં અચૂક લયબદ્ધ 7-સ્પીડ ડબલ ક્લચ સ્ટેપટ્રોનિક ટ્રાન્સમિશન અને MINI JCWમાં 8-સ્પીડ સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ટ્રાન્સમિશન વ્યાપક ગિયર સ્પ્રેડ અને નાનાં એન્જિન સ્પીડ સ્ટેપ્સને લીધે વધુ કાર્યક્ષમ, આરામદાયક અને સ્પોર્ટી ડ્રાઈવિંગ રોમાંચ આપે છે. MINI જોન કૂપર વર્કસ હેચમાં વધુ રમતિયાળ ડ્રાઈવિંગ અનુભવ માટે પેડલ શિફ્ટર્સની વિશિષ્ટતાછે.
MINI ડ્રાઈવિંગ મોડ્સ ડ્રાઈવરની અગ્રતા અનુસાર સવારીનો આરામ, બહેતર રમતિયાળપણું અથવા કાર્યક્ષમતા પર કેન્દ્રિત વ્યક્તિગતલક્ષી વાહન માળખું અભિમુખ બનાવે છે. સ્ટાન્ડર્ડ MIDમોડ ઉપરાંત SPORTઅનેGREENમોડની પસંદગી છે. ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમમાં ક્રુઝ કંટ્રોલ, પાર્ક આસિસ્ટન્ટ, રિયર વ્યુ કેમેરા અને હેડ-અપ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે.
ઓલ-ન્યૂ MINIરેન્જ કટિંગ- એજ સેફ્ટી ટેકનોલોજીથી સમૃદ્ધ છે. સ્ટાન્ડર્ડ સુરક્ષાનાં ઉપકરણોમાં ફ્રન્ટ પેસેન્જર એરબેગ્સ, બ્રેક આસિસ્ટ, 3- પોઈન્ટ સીટ બેલ્ટ્સ, ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ, ક્રેશ સેન્સર, એન્ટી- લોક બ્રેકિંગ સિસ્ટમ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, રન- ફ્લેટ ટાયર્સ અને રિયર- વ્યુ કેમેરા સ્ટાન્ડર્ડ તરીકે સમાવિષ્ટ છે. MINI કન્વર્ટિબલમાં વધારાની સુરક્ષા માટે રોલઓવર પ્રોટેકશન સિસ્ટમનો સમાવેશ થાય છે.
સ્ટાન્ડર્ડ MINIMALISMટેકનોલોજીમાં ઓટો સ્ટાર્ટ /સ્ટોપ ફંકશન, બ્રેક એનર્જી રિક્યુપરેશન, એક્ટિવ કૂલિંગ એર ફ્લેપ્સ અને ઈલેક્ટ્રો મેકેનિકલ પાવર સ્ટીયરિંગનો સમાવેશ થાય છે.
#MINIHatch #MINIConvertible #MINIJCW #BIGLOVE #MINIIndia #TheAll-NewMINI #MINI #TheMINIThings