ગેલપ્સ ઓટોહાસ રાજકોટમાં BMW ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે
અત્યાધુનિક BMW ફેસિલિટી NEXT સમૃદ્ધ ડિજિટલ અનુભવ પ્રદાન કરે છે. -નવા યુગની ટેકનોલોજીઓ દ્વારા પાવર્ડ ગ્રાહસ સેવા-BMW કોન્ટેક્ટલેસ,BMW સ્માર્ટ વિડિયો અને BMW સ્માર્ટ રિપેર સેવાઓ.
#BMWFacilityNEXT #BMWService #BMWIndia
BMWઈન્ડિયાએ આજે રાજકોટમાં તેની અત્યાધુનિક BMW ફેસિલિટી NEXT લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. ગેલપ્સ ઓટોહાસ હવે પરિપૂર્ણ અખંડ રિટેઈલ અને સર્વિસ ફેસિલિટી સાથે BMWનું પ્રતિનિધિત્વ કરે છે. નવી BMW ફેસિલિટી NEXT સંકલ્પના પર આધારિત નવી ફેસિલિટીમાં નવી અને પૂર્વ-માલિકીની BMW કાર્સની વ્યાપક શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. તેનું સરનામું છે ગોંડલ રોડ, સર્વે No.390,પ્લોટ નં.611,રાજકોટ, ગુજરાત- 360004.
ફેસિલિટીના પ્રમુખ શ્રી તનુજ પુગલિયા, ડીલર પ્રિન્સિપાલ, ગેલપ્સ ઓટોહાસ છે. ગેલપ્સ ઓટોહાસ અમદાવાદમાં સેલ્સ અને સર્વિસ સંપર્કસ્થળો સાથે BMW ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે.
BMW ફેસિલિટી NEXT કોન્સેપ્ટ BMW ડીલર નેટવર્કની આગામી ઉત્ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. તે સર્વ સંપર્કસ્થળે ગ્રાહકો સાથે ભાવનાત્મક જોડાણ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આધુનિક આર્કિટેક્ચર, આકર્ષક ડિઝાઈન, સહભાગી નવા યુગની ટેકનોલોજીઓ અને ખાસ ઈસ્સેટાબાર ફેસિલિટીમાં તેની અજોડ ખૂબીઓમાં BMW ગ્રુપનાં બધાં પાસાં આલેખિત કરે છે.
શ્રી. વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે,“BMW ઈન્ડિયા રોમાંચક બ્રાન્ડ અનુભવ આપવા અને અસમાંતર ગ્રાહક ખુશી નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે. BMW ફેસિલિટી NEXT કાર્યરેખા આ ફિલોસોફીનું અસલ પ્રતિબિંબ છે. ગુજરાત હંમેશાં અમારે માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બજાર રહ્યું છે અને ભરપૂર વૃદ્ધિની સંભાવના ધરાવે છે. ગેલપ્સ ઓટોહાસ પ્રદેશમાં મજબૂત BMWભાગીદાર રહી છે અને આજે અમે પશ્ચિમી ભારતમાં સૌથી ઝડપથી ઊભરતી બજારમાંથી એક રાજકોટમાં ડીલર પાર્ટનર તરીકે તેમને નિયુક્ત કરીને અમારા સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.”
શ્રી તનુજ પુગલિયા, ડીલર પ્રિન્સિપાલ, ગેલપ્સ ઓટોહાસે જણાવ્યું હતું કે, “રાજકોટમાં નવી BMW ફેસિલિટી NEXTસાથે BMWનું પ્રતિનિધિત્વ કરવાની અમને ખુશી છે. આ અજોડ ફોર્મેટ, વ્યૂહાત્મક સ્થળ અને પ્રીમિયમ વાહન બજારમાં અમારી નિપુણતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગ્રાહકો અને સંભવિતોને બેજોડ BMW માલિકી અને સેવા અનુભવ આપવામાં અમને મદદ કરશે. અમને વિશ્વાસ છે કે ભારતમાં BMWની વૃદ્ધિ પામતી સફળતાની ગાથામાં નોંધનીય ભૂમિકા ભજવીશું.”
નવી ફેસિલિટી આશરે 26,250 sq. ft.ના વ્યાપક વિસ્તારમાં પથરાયેલી છે અને તે બે લેવલ્સનો સમાવેશ થાય ચે- વેહિકલ ડિસ્પ્લે એરિયા,BMWપ્રીમિયમ સિલેકશન ડિસ્પ્લે એરિયા અને વર્કશોપ સેકશનમાં સમાવેશ થાય છે. શોરૂમ એક્સપીરિયન્સ ઝોન સાથે 6BMWકાર પ્રદર્શિત કરે છે. કાર કોન્ફિગ્યુરેશન સાથે વિશાલ સ્ક્રીન પર પ્રદર્શિત ઈન્ટરએક્ટિવ વર્ચ્યુઅલ પ્રોડક્ટ પ્રેઝેન્ટેશન (VPP)ગ્રાહકોને તેમની પસંદગી અનુસાર તેમની સપનાની કારનું મૂલ્યાંકન અને પસંદગી કરવામાં મદદ કરે છે. કસ્ટમર લાઉન્જ ગ્રાહકો માટે ઉત્કૃષ્ટ કોફીનો કપ માણવા અને સેલ્સ એક્ઝિક્યુટિવ્ઝ સાથે BMW વાહન વસાવવાનાં વિવિધ પાસાં પર ચર્ચા કરવા માટે આરામદાયક વાતાવરણ આપે છે.
અત્યાધુનિક વર્કશોપમાં નવ સર્વિસ બેઝનો સમાવેશ થાય છે (મેકેનિકલ, બોડી અને પેઈન્ટ સહિત) અને નવાં ટૂલ્સ અને ઈક્વિપમેન્ટ્સ સાથે ઉત્તમ નિયુક્ત છે. મોજૂદ BMW ગ્રાહકો તેમની અગ્રતાની તારીખ અને સમય,પિક અપ અને ડ્રોપ વિગતો સાથે આવશ્યક સેવાઓની વિગતો આપીને વાહનની સર્વિસ ઓનલાઈન બુક કરી શકે છે. સેવા ખર્ચના અંદાજની વિગતો BMWસ્માર્ટ વિડિયોનો ઉપયોગ કરીને મંજૂરી માટે મોકલવામાં આવે છે. ફેસિલિટી ઝડપી સમારકામ માટે BMWસ્માર્ટ રિપેર પણ ઓફર કરે છે. સેવાઓ લીધી હોય તેની સામે સંરક્ષિત ઓનલાઈન પેમેન્ટ્સ સંપૂર્ણ મનની શાંતિ આપે છે.
સંપૂર્ણ આફટરસેલ્સ સર્વિસ સ્ટાફને ગુરુગ્રામમાં BMWગ્રુપ ઈન્ડિયાના ટ્રેનિંગ સેન્ટર ખાતે સઘન તાલીમ અપાય છે અને પ્રમાણિત છે. ડીલરશિપ ગ્રાહકોને કક્ષામાં ઉત્તમ વેચાણ પશ્ચાત માલિકી અનુભવ મળે તેની ખાતરી રાખવા માટે સર્વિસ, સ્પેર- પાર્ટસ અને બિઝનેસ સિસ્ટમ્સની તેની બધી પ્રક્રિયાઓમાં અત્યંત ઉચ્ચ ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરે છે.
BMW પ્રીમિયમ સિલેકશન બે કાર ડિસ્પ્લે ધરાવે છે અને કાળજીપૂર્વક પસંદ કરાયેલાં અને ગુણવત્તા માટે વ્યાપક પરીક્ષણ કરાયેલાં પૂર્વ-માલિકીનાં BMW વાહનોની ઉત્કૃષ્ટ શ્રેણી ઓફર કરે છે. દરેક વાહન સર્વિસિંગ મેઈનટેનન્સ અને રિપેર્સના સંપૂર્ણ, વિગતવાર ઈતિહાસ સાથે આવે છે.
ઉદ્યોગ અવ્વલ વર્ચ્યુઅલ પ્રોડક્ટ પ્રેઝેન્ટેશન (VPP)સાથે ગ્રાહકો આસાનીથી વર્તમાન વાહનનો સ્ટોક તપાસી શકે છે, વર્તમાન માઈલેજ, રિટેઈલ કિંમત, કારના વિગતવર્ણન અને ડીલર સંપર્ક ડેટા જેવી બધી માહિતી પ્રાપ્ત કરી શકે છે. ઉપરાંત ઉપભોક્તા અનુકૂળ ઈન્ટરફેસ વિઝિટરોને તેમનું મનગમતું વાહન પસંદ કરવા માટે સર્ચ ફંકશનાલિટીઝની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. BPS વાહનો માટે વ્યક્તિગત અને આકર્ષક ફાઈનાન્સિંગ વિકલ્પોની શ્રેણી ઉપલબ્ધ છે. ફાઈનાન્સ અને ઈન્શ્યુરન્સ કન્સલ્ટન્ટોની સમર્પિત ટીમ ગ્રાહકોની જરૂરતો અનુસાર પર્સનલાઈઝ્ડ સલાહ આપે છે અને અનુકૂળ ફાઈનાન્સિંગ વિકલ્પો સૂચવે છે. ગ્રાહકો વાજબી એક્સચેન્જ મૂલ્ય, ઝંઝટમુક્ત દસ્તાવેજીકરણ અને વાહનના ઘેરબેઠાં મૂલ્યાંકન માટે ટ્રેડ-ઈન ઓફર પસંદ કરી શકે છે.
BMW લાઈફસ્ટાઈલ કલેકશન અને એસેસરીઝની નવી શ્રેણી વાહનના શોખીનો માટે ઉપલબ્ધ છે.એસેસરીઝમાં ઓરિજિનલ પાર્ટસ અને ઈક્વિપમેન્ટની વ્યાપક શ્રેણીનો સમાવેશ થાય છે. તેમાં ઘણી બધી પ્રેરણાત્મક પ્રોડક્ટો અને આકર્ષક સ્ટાઈલ્સનો સમાવેશ થાય છે, જેમ કે, નવું BMWMકલેકશન, BMWમોટરસ્પોર્ટ હેરિટેજ કલેકશન,BMWiકલેકશન,BMWગોલ્ફસ્પોર્ટ કલેકશન,BMWસ્પેશિયલ એડિશન માટે મોન્ટબ્લાન્ક, BMWબાઈક કલેકશન અને BMWઆઈકોનિક કલેકશનનો સમાવેશ થાય છે. ફેસિલિટી તેનાં સંકુલો, વર્કશોપ ટૂલ્સ, ઈક્વિપમેન્ટ અને ડિસ્પ્લે કાર્સની સંપૂર્ણ સેનિટાઈઝેશન પ્રક્રિયાનું સખતાઈથી પાલન કરે છે.