બીએન ગ્રુપે સિમ્પ્લી ફ્રેશ ટીવીસી સાથે ‘‘રખો ઈરાદે ફ્રેશ’’ કેમ્પેઈન રજૂ કર્યુ
BN Groupની ફ્લેગશિપ બ્રાન્ડ સિમ્પ્લી ફ્રેશે હૃદયને સ્પર્શે તેવી અને નવાં પરિપ્રેક્ષ્યો લાવતા અને પ્રભાવશાળી કૃતિઓ કરતા અસલ જીવનના હીરોના કામને સ્પર્શતી જાહેરાત સાથે તેની નવી કેમ્પેઈન ‘‘રખોઈરાદે ફ્રેશ’’ રજૂ કરી છે.
BN Group Unveils “Rakho Iraade Fresh” Campaign with Simply Fresh TVC, Celebrates Real-Life Heroes
આ કેમ્પેઈનની પ્રેરણાત્મક ટીવીસી ગ્રામીણ ભારતમાં સક્ષમ ખેતીવાડીનું કાજ ઉપાડવા માટે પોતાની આકર્ષક નોકરી છોડનાર આઈટી પ્રોફેશનલ નીરજા કુદ્રિમોતી અને ગરીબોને ખવડાવવા માટે જીવન સમર્પિત કરનારા ફાઈવ- સ્ટાર શેફમાંથી સમાજસેવક બનેલા નારાયણન કૃષ્ણન જેવા હીરોને સલામી આપે છે.
પરિવર્તન અને નિઃસ્વાર્થીપણાનો તેમનો અસાધારણ પ્રવાસ બહેતર ભારત માટે નવા વિચારો અને નક્કર પસંદગીઓને પ્રોત્સાહિત કરવાના સિમ્પ્લી ફ્રેશના ધ્યેય સાથે ઊંડાણથી સુમેળ સાધે છે.
કેમ્પેઈનમાં અજોડ પરિમાણ ઉમેરતાં બોલીવૂડનો સોનુ સૂદ અને અનુપ સોની તેમનો સંદેશ પહોંચાડવા માટે આ પહેલમાં જૃડાયા છે. તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ્સ થકી તેઓ આ વિશે પ્રચાર કરી રહ્યા છે અને દર્શકોને નવાં પરિપ્રેક્ષ્યો અપનાવવા અને તેમના સમુદાયમાં ફરક લાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.
આ કેમ્પેઈન વિશે બોલતાં બીએન ગ્રુપના સીએમઓ કિરણ ગિરડકરે જણાવ્યું હતું કે, “ ‘રખોઈરાદે ફ્રેશ’ કેમ્પેઈન અસલ પ્રગતિ પ્રેરિત કરતા નવા વિચારો અને કૃતિઓની શક્તિની ઉજવણી કરે છે. નીરજા અને નારાયણનની વાર્તાઓ આપણને બધાને આપણી જૈસે થે સ્થિતિને પડકારવા અને અર્થપૂર્ણ પ્રભાવ પાડવા માટે પ્રેરણા આપે છે. સિમ્પ્લી ફ્રેશ આ હીરો અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની મજબૂત કટિબદ્ધતાને સલામી આપવામાં ગૌરવ અનુભવે છે,”
રખોઈરાદે ફ્રેશ ટીવીસી સિમ્પ્લી ફ્રેશના સોશિયલ મિડિયા મંચો, યુટ્યુબ ચેનલો અને અન્ય ડિજિટલ માધ્યમોમાં લાઈવ છે. કેમ્પેઈનમાં દર્શકોને સહભાગી કરતી અને નવા હેતુઓનો જોશ ફેલાવતી ખાસ કન્ટેન્ટ અને ઈન્ટરએક્ટિવ પડકારો પણ સમાવિષ્ટ છે.