BoBએ 3 મહિના માટે ડિજિટલ વ્યવહારો પર ઝીરો ચાર્જીસની જાહેરાત કરી
મુંબઈ, ભારતની બીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ બરોડાએ ત્રણ મહિના માટે ડિજિટલ નાણાકીય વ્યવહારો પર ઝીરો ચાર્જની જાહેરાત કરી છે. આ પગલાનો આશય એના ગ્રાહકોને સતત, સરળ અને વિક્ષેપરહિત બેંકિંગ અનુભવ પ્રદાન કરવાનો છે.
આ માટે બેંક ઓફ બરોડાએ વધુ ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ માટે પ્રોત્સાહન મળે અને તેઓ બેંકની શાખાની મુલાકાત લીધા વિના દૂરનાં સ્થળેથી બેંકની સેવાઓનો લાભ લઈ શકે એ માટે ‘સ્ટે સેફ….બેંક સેફ’ પહેલ શરૂ કરી છે.
બેંકે નવી ટીવી કમર્શિયલ (ટીવીસી) ‘ખુશીયોં કા રિમોટ કન્ટ્રોલ’ પણ શરૂ કરી છે, જેમાં એની બ્રાન્ડ એમ્બેસેડર કુમારી પી વી સિંધુ છે. આ રીતે એના મુખ્ય અભિયાન બેંકે ‘ખુશીયોં કા રિમોટ કન્ટ્રોલ’અંતર્ગત ડેબિટ કાર્ડ, બરોડા એમ કનેક્ટ પ્લસ, બરોડા કનેક્ટ અને બરોડા ફાસ્ટેગ જેવા ડિજિટલ ઉત્પાદનોની રેન્જ પ્રસ્તુત કરી છે.
બેંક ઓફ બરોડાનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિક્રમાદિત્ય સિંઘ ખીચીએ કહ્યું હતું કે, “બેંક ઓફ બરોડામાં અમારો ઉદ્દેશ હંમેશા તમામ સેગમેન્ટમાં ગ્રાહકોને ઇનોવેટિવ અને અત્યાધુનિક ઉત્પાદનો પ્રસ્તુત કરવાનો રહ્યો છે. કોવિડ-19 રોગચાળાને પગલે બેંક ઓફ બરોડા એના ગ્રાહકોને સરળ બેંકિંગ અનુભવ આપશે, કારણ કે તેઓ બેંકની સેવાઓનો લાભ દૂરનાં સ્થળેથી લઈ શકશે. ‘ખુશીયોં કા રિમોટ કન્ટ્રોલ’બેંકનું ગ્રાહકોને ડિજિટલ ઇકોસિસ્ટમમાં તરફ આગળ વધવાના પ્રયાસોમાં મુખ્ય પગલું છે.”
બેંકે એના સતત અને સરળ વ્યવહારો માટે બેંકના ડિજિટલ ઉત્પાદનોના લાભ પર જાગૃતિ લાવવા કુમારી સિંધુ સાથે જોડાણ કર્યું છે. આ અભિયાનને બેંક ઓફ બરોડાની તમામ સોશિયલ મીડિયા એસેટ અને ડિજિટલ પ્લેટફોર્મ તેમજ ઓઓએચ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર જાહેરાત દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.