બોબી દેઓલે એકનાથ શિંદે સાથે ‘ધરમવીર ૨’નું પોસ્ટર જાહેર કર્યું
મુંબઈ, બોબી દેઓલે તાજેતરમાં જ ‘ધરમવીર ૨’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પ્રસંગે તેની સાથે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ફિલ્મના અન્ય કલાકારો પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મ શિવસેનાના ભૂતપૂર્વ નેતા આનંદ દિઘેના જીવન અને તેમની પરંપરા પર ઊંડાણપૂર્વક બનાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ફિલ્મમાં આનંદ દિઘેનો રોલ કરનાર પ્રસાદ ઓક અને ફિલ્મના ડિરેક્ટર પ્રવીણ તારડે પણ હાજર રહ્યા હતા. આ કલાકારોના અભિનયના ફિલ્મના પ્રથમ ભાગમાં ઘણાં વખાણ થયા હતા. આ અંગે બોબી દેઓલે ઉત્સાહપૂર્વક આભાર વ્યક્ત કર્યાે હતો.
તેણે કહ્યું,“આ ઉજવણીનો ભાગ બનવું એ મારા માટે ગૌરવની વાત છે. ફિલ્મના પહેલા ભાગમાં બધાનું પ્રદર્શન બહુ જ સારું હતું અને હું એકનાથ શિંદેને પણ તેમની સરકારના ૨ વર્ષ પૂરા કરવા પર અભિનંદન પાઠવું છું.” જ્યારે શિંદેએ કહ્યું હતું,“આનંદ દિઘે માત્ર શિવસેનાના નેતા નહીં પણ મારા ગુરુ હતા.
તેમનું જીવન અને તેમનું પ્રદાનિ આજે પણ અમને પ્રેરિત કરે છે. તેમની પરંપરાના ફિલ્મ સ્વરૂપે રજૂ કરતાં હું ગૌરવ અનુભવું છું.” ફિલ્મના પહેલા ભાગમાં આનંદ દિઘેના જીવનને આધારભૂત રીતે દર્શાવવા પર ફિલ્મના વખાણ પણ થયા હતા અને ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ સફળતા મળી હતી. હવે બીજા ભાગમાં તેમના જીવનને વધુ ઊંડાણપૂર્વક દર્શાવાયું છે. આ ફિલ્મ ૯ ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થશે.SS1MS