થિએટરમાં નીચે બેસીને બોબી દેઓલે જોઇ એનિમલ
મુંબઈ, વર્ષ ૨૦૨૩ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર એનિમલ ૧ ડિસેમ્બરના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને લઇને લોકોમાં ખૂબ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ફિલ્મના શો હાલમાં હાઉસફૂલ જઇ રહ્યા છે. ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનના મામલે નવો એક રેકોર્ડ બનાવ્યો છે. એનિમલ મુવીને લઇને બીજા દિવસે પણ લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રણબીરની જેમ સની દેઓલના ભાઇ બોબી દેઓલની પણ એક્ટિંગ જાેરદાર છે. એવામાં ફિલ્મમાં એની ભૂમિકાને લઇને ફેન્સ ખૂબ ખુશ થઇ ગયા છે.
બોબી દેઓલે ઇન્સ્ટા પર એની કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને ફિદા કરી દીધા છે. બોબી દેઓલે એના ઇન્સ્ટગ્રામ પર જે પહેલી તસવીર શેર કરી છે એમાં થિએટરમાં ફર્શ પર બેસીને ફિલ્મ એનિમલ જાેઇને નજરે પડી રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં બોબી મિડીયાના કર્મીઓને પોઝ આપતા જાેવા મળી રહ્યો છે. એક્ટરે ફેન્સનું દિલ જીતી લીધુ છે.
બોબીએ આ ફોટામાં શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે..મુઝે મિલને વાલે સભી પ્યાર ઔર સરાહના કે લિએ આભારી હૂં..ઈંએનિમલ, આજ હી ફિલ્મ દેખને જાવે. આ સિવાય બોબી દેઓલનો એક વિડીયો પણ સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફેન્સનો પ્રેમ જાેઇને ખૂબ ભાવુક થઇ રહ્યો છે. સામે આવેલા આ વિડીયોમાં તમે જાેઇ શકો છે કેવી રીતે બોબી દેઓલ એના ફેન્સની દીવાનગી જાેઇને ભાવુક થઇ જાય છે અને આંખમાં આસું આવવા પર કંટ્રોલ કરી શક્યા નહીં.
જાે કે આ વિડીયોમાં હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. રણબીર કપૂરની ફિલ્મ તૂ ઝૂઠી મેં મક્કાર અને બ્રહ્માસ્ત્ર એ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. એનિમલ મુવીની એડવાન્સ બુકિંગથી રણબીર કપૂરે તૂ ઝૂઠી મેં મક્કારની એડવાન્સ બુકિંગનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. એનિમલ મુવીએ પહેલાં દિવસે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર ૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.
Sacnilk ની શરૂઆતના આંકડાઓ અનુસાર એનિમલ મુવીએ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ૫૦ કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી લીધી છે, જે પછી રણબીર કપૂરની આ ફિલ્મએ ગદર ૨, ટાઇગર ૩ ની પહેલાં દિવસની કમાણીને પાછળ છોડી દીધી છે.SS1MS