કબુતરબાજીમાં સંડોવાયેલા સૂત્રધાર બોબીનો ભાગીદાર ઝડપાયો
કલ્પેશ ઉર્ફે ડીઆઈ વિદેશ જવા ઈચ્છતી વ્યકિત લાવતો હતો
(એજન્સી)અમદાવાદ, બોગસ પાસપોર્ટ દસ્તાવેજના આધારે વિદેશ મોકલવાના કબુતરબાજીના કૌભાંડમાં સુત્રધાર ભરત ઉર્ફે બોબીના ભાગીદાર કલ્પેશ ઉર્ફે ડીઆઈને પોલીસે ઝડપી પાડયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ રાજયના પોલીસ વડા વિકાસ સહાયની સુચના અને એડી ડીજી નિરજા ગોટરૂના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે કબુતર બાજીમાં સંડોવાયેલા ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલના ભાગીદાર કલ્પેશ ઉર્ફે ડીઆઈ મહેન્દ્રકુમાર પટેલ રહે. ધોળાસીલા જી.મહેસાણાના અડાલજ જવાના ોરડ પર ઝડપી પાડયો હતો.
કલ્પેશ ઉર્ફે ડીઆઈ ગેરકાયદેસર રીતેવિદેશ જવા ઈચ્છતા ગ્રાહકોને શોધી લાવતો હતો આ કાવતરામાં હાલ સુધીમાં ૪ પકડાયા છે. તેમજ ૧૪ વોન્ટેડની શોધખોળ ચાલી રહી છે. આ ટોળકી અમેરીકા જવા ઈચ્છતા વ્યકિતઓના સંપર્ક કરી ખોટા તેમજ બનાવટી પાસપોર્ટ દ્વારા અલગ અલગ દેશોનાં વીઝા મેળવવા માટેના ખોટા દસ્તાવેજાે બનાવી તેમજ ઉપયોગ કરી
ભારત તથા અન્ય દેશોની સરકાર સાથે છેતરપિંડી કરતા હતા તેમજ વિઝા મેળવી ગેરકાયદેસર અમેરીકા મોકલવાની કબુતરબાજી કરતા હતા. પોલીસે પકડાયેલા કલ્પેશને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરી હતી.કોર્ટે આગામી તા.૩ જુલાઈ સુધીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.